બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / Action against food vendors violating rules in Vadodara

કાર્યવાહી / ગુજરાતના આ શહેરમાં 81 દુકાનો સીલ કરાઇ, નિયમનું ઉલ્લંઘન કરનારાઓ વિરૂદ્ધ મનપાની લાલ આંખ

Vishal Khamar

Last Updated: 11:21 AM, 30 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા મનપા દ્વારા શહેરના કેટલાક વિસ્તારમાં નિયમોનું ઉલ્લંઘન કરતા ખાણીપીણીના વિક્રેતાઓ સામે લાલ આંખ કરતા દુકાન સંચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

  • વડોદરામાં નિયમોનું ઉલ્લંઘન કરતા રાત્રિ બજારમાં મનપાની કાર્યવાહી
  • કારેલીબાગમાં 31, સયાજીપુરામાં 29 અને સયાજીબાગ સામેના ડોમમાં 21 દુકાનો સીલ
  • મહાનગરપાલિકાના નિયમોનું ઉલ્લંઘન કરતા દુકાનો અને લારી ધારકો સામે કાર્યવાહી 

 વડોદરા શહેરનાં કેટલાક વિસ્તારોમાં ખાણીપીણીનાં વિક્રેતાઓ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાનું મહાનગર પાલિકાના ધ્યાને આવતા સફાળે જાગેલી મહાનગર પાલિકા દ્વારા તાત્કાલીક કાર્યવાહી હાથ ધરી શહેરનાં અમુક વિસ્તારોમાં દુકાનો સીલ કરવામાં આવતા રાત્રિ બજારનાં વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

ભાડે આપેલી દુકાનો દ્વારા બહાર શેડ બનાવી ધંધો કરતા સીલ 
વડોદરા શહેરમાં રાત્રિ દરમ્યાન ચાલતા ખાણીપીણીનાં રાત્રિ બજારનાં વિક્રેતાઓ દ્વારા મહાનગર પાલિકાના નિયમોનું ઉલ્લંઘન કરતા દુકાનો અને લારી ધારકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.  વિક્રેતાઓ દ્વારા ગંદકી, ખોરાકની ગુણવત્તા ન જળવાતા તેમજ ભાડે આપેલી દુકાનો દ્વારા બહાર શેડ બનાવી ધંધો કરતા તેમજ રસ્તા પર દબાણ ઉભું કરી ગેરકાયદે ચાલતી દુકાનો સીલ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

વધુ વાંચોઃ 'ગુજરાત હાઇકોર્ટને કહીશું કે જજોને પૂરતી ટ્રેનિંગ આપે', એવો શું બનાવ બન્યો કે સુપ્રીમ કોર્ટ થઇ લાલઘૂમ

તંત્રની કામગીરીને પગલે વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો
વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરનાં કારેલીબાગમાં 31, સયાજીપુરામાં 29 અને સયાજીબાગ સામે ડોમમાં 21 દુકાનો સીલ કરવામાં આવી હતી. ત્યારે તંત્ર દ્વારા અચાનક જ હાથ ધરવામાં આવેલી કાર્યવાહીને પગલે વેપારીઓ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ