બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / Acharya of Abhor village of Vadodara has been suspended

કાર્યવાહી / અભોર ગામના લંપટ આચાર્યની કાળી કરતૂત પર એક્શન, કરાયો સસ્પેન્ડ, પોસ્કોની કલમ હેઠળ ગુનો દાખલ

Malay

Last Updated: 11:25 AM, 16 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara News: વડોદરાના અભોર ગામની શાળામાં વિદ્યાર્થિનીઓને બિભત્સ વીડિયો બતાવવાના કેસમાં કાર્યવાહી, જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગના અધિકારીઓએ સોંપેલા રિપોર્ટના આધારે શાળાના આચાર્ય મહેન્દ્ર જાદવને કરાયો સસ્પેન્ડ.

  • અભોર ગામમાં આચાર્યની કરતૂત 
  • વિદ્યાર્થિનીઓને બિભત્સ વીડિયો બતાવવાનો કેસ 
  • આચાર્ય મહેન્દ્ર જાદવને કરાયો સસ્પેન્ડ 
  • પોસ્કોની કલમ લગાવી ગુનો દાખલ 

Vadodara News: વડોદરાના અભોર ગામની શાળામાં વિદ્યાર્થિનીઓને બિભત્સ વીડિયો બતાવવાના કેસમાં શાળાના આચાર્ય મહેન્દ્ર જાદવને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. સાથે જ આચાર્ય સામે પોસ્કોની કલમ લગાવીને ગુનો દાખલ કરાયો છે. જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગના અધિકારીઓએ સોંપેલા રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો?
વડોદરાના અભોર ગામની શાળામાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. શાળાના આચાર્ય મહેન્દ્ર જાદવ પર વિદ્યાર્થિનીઓને બિભત્સ વીડિયો બતાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા ગ્રામજનોએ આચાર્ય મહેન્દ્ર જાદવને મારમારી પોલીસને સોંપ્યો હતો. બાદમાં વાલીઓએ આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. 

Mahendra Jadav, school principal of Abhor village in Vadodara accused of showing lewd videos to female students

વાલીઓએ લંપટ આચાર્યને માર્યો મારમારી
વિદ્યાર્થિનીઓએ જણાવ્યું હતું કે, અમે અહીં ઉભેલી હતી તે સમય સાહેબ અહીં આવ્યા હતા અને અમને બિભત્સ ફોટા બતાવ્યો હતો. જોકે, આ સમગ્ર મામલે વાલીઓએ સ્કૂલમાં હલ્લા બોલ કરી લંપટ આચાર્યને મારમારી પોલીસના હવાલે કર્યો હતો.

વાલીઓએ આચાર્ય વિરુદ્ધ કડક કાર્યવાહીની કરી માંગ
જે ઘટના બાદ સ્થાનિકોએ શાળાની તપાસ કરતા સ્કૂલ કમ્પસમાંથી દેશી દારૂની પોલિથીન મળી આવી હોવાનો પણ વીડિયો વાયરલ કર્યો હતો. આ ઘટના બાદ વિદ્યાર્થીઓ સહિત વાલીઓએ આચાર્ય વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી..

MLA ચૈતન્યસિંહ ઝાલા

'આચાર્યએ કર્યું શરમજનક કૃત્ય'
તો પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પણ અભોર ગામ ખાતે દોડી આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, આ વિકૃત માનસિકતા ધરાવતા આચાર્યએ શરમજનક કૃત્ય કર્યું છે, આ વ્યક્તિઓને કડકમાં કડક સજા થાય તે બાબતે પીએસઆઈને પણ રજૂઆત કરવામાં આવેલી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ