બ્રેકિંગ ન્યુઝ
Vishal Khamar
Last Updated: 12:46 PM, 26 February 2024
28 વર્ષીય મોડેલ સાથે વેપારીને વર્ષ 2018થી પ્રેમસંબધની શરૂઆત થઈ
ADVERTISEMENT
ઘોડદોડ રોડ પર રહેતા કાપડ વેપારીએ અલથાણની મોડેલને ફોટોશુટ કરવાના બહાને બોલાવી પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ તેણે મોડેલને લગ્નના સપના બતાવી મુંબઈ, દમણ, ગોવાની હોટેલોમાં તેમજ ડુમસના રાજહંસ બેલીઝાના ફલેટમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યો હતો ત્યાર બાદ આરોપીએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હેરાન પરેશાન કરતો હતો. જેના કારણે મોડેલએ અલથાણ પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે 35 વર્ષીય કાપડ વેપારી મિતેશ સંપત જૈન સામે બળાત્કાર અને ધમકીનો ગુનો દાખલ કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ ભીમરાડમાં રહેતી 28 વર્ષીય મોડેલ સાથે વેપારીને વર્ષ 2018થી પ્રેમસંબધની શરૂઆત થઈ હતી.
વધુ વાંચોઃ બોર્ડની Exam આપનારા વિદ્યાર્થીઓ આ ખાસ વાંચી લેજો, પરીક્ષામાં જો ગેરરીતિ કરી તો જુઓ શું સજા થશે?
ADVERTISEMENT
ફોટોશૂટના બહાને બોલાવી પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી
આરોપી મિતેશ જૈને તેને ફોટોશૂટના બહાને બોલાવી પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી. આરોપી મિતેશ જૈન મોડેલને ડુમસના રાજહંસ બેલીઝાના ફલેટમાં લઈ ગયો હતો.જ્યાં તેણી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા ઉપરાંત મોડેલને મુંબઈ, દમણ અને ગોવાની હોટેલોમાં લઈ જતો હતો.વેપારી યુવતીના ઘરે આવી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી 10મી ફેબુઆરીના દિવસે બનેલા બનાવમાં શહેરના ડુમસ સાયલન્ટ ઝોનના કાફેમાં અને વીકએન્ડ એડ્રેસના ફલેટમાં મોડેલ સાથે કાપડ વેપારી મિતેશ જૈનની માથાકૂટ થઈ હતી.જેને લઈ મધરાત્રે વૈભવ જાસોલીયા સહિત 4 જણાએ વેપારીને નીચે બોલાવી ઝઘડો કર્યો હતો. કાપડ વેપારી મિતેશ જૈનની લાઈસન્સવાળી રિવોલ્વર છીનવી વૈભવના એક મિત્રએ વીકએન્ડ એડ્રેસની બહાર રોડ પર હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરી મેગેઝીન અને કાર્ટીસ લઈ લીધા હતા.આથી વેપારીએ તે વખતે ડુમસ પોલીસમાં ફરિયાદ આપી હતી. વેપારીની ફરિયાદ આધારે વૈભવ જાસોલીયા સહિત 3ની ધરપકડ કરાઇ હતી.જ્યારે મોડેલએ ડુમસ પોલીસમાં વેપારી મિતેશ જૈન સામે મારામારી અને ધમકીનો ગુનો નોંધાવ્યો હતો.આથી પોલીસે તેની પણ ધરપકડ કરી હતી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.