બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Accused arrested in hotel owner's murder case in Banaskantha's Ambaji

ક્રાઈમ / અંબાજીમાં ચાર શખ્સોએ યુવતી પર બળાત્કારનો પ્રયાસ કર્યો, બિઝનેસમેન બચાવવા ગયો તો થયું મર્ડર

Vishnu

Last Updated: 06:23 PM, 13 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંબાજીના ગબ્બર પાછળ અવાવરુ જગ્યાએ હોટલ માલિક યુવતી સાથે બેઠો હતો. 4 અજાણ્યા શખ્સોએ યુવતીની છેડતી કરી દુષ્કર્મનો પ્રયાસ કરતાં હોટલ માલિકે વિરોધ કર્યો હતો

  • બનાસકાંઠાના અંબાજીમાં યુવતી પર દુષ્કર્મનો પ્રયાસ
  • ગબ્બર પાછળના ભાગે હોટલ માલિક સાથે યુવતી બેઠી હતી
  • 4 અજાણ્યા શખ્સોએ આવી કર્યો દુષ્કર્મનો પ્રયાસ
  • ગત સપ્તાહે હોટલ માલિકની થઈ હતી કરપીણ હત્યા

અંબાજીમાં હોટલ માલિક યુવતી સાથે ગબ્બર પર્વત પાછળના વિસ્તારમાં ગયો હતો. ચાર શખ્સોએ યુવતી પર દુષ્કર્મ ઈરાદે આવ્યા હતા. જેનો હોટલ માલિકે પ્રતિકાર કરતાં 8 જેટલા છરીના ઘા મારી ઢીમ ઢાળી દેવાયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યાનો ભેદ ઉકેલી એક હત્યારાને ઝડપી લીધો હતો. તેમની પૂછપરછમાં પોલીસે બાકીના હત્યારાનાં નામ શોધી કાઢ્યાં છે. જેમાંથી 2 હજુ પોલીસ પકડથી દૂર છે.

શું હતો બનાવ?
ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઑ સામાન્ય બનતી જાય છે. હવસ ખોરો એક બાદ એક યુવતીઓ અને બાળાઓને હવસનો શિકાર બનાવી રહ્યા છે. થોડા દિવસ પહેલા બનાસકાઠાના અંબાજીમાં પણ દુષ્કર્મના પ્રયાસની ઘટના બની હતી. જેમાં યુવતી સાથે ગબ્બર પર્વતની પાછળ વેરાન જગ્યા પર બેઠલા હોટલ માલિકની કરપીણ હત્યા કરવામાં આવી હતી. ASP સુશિલ અગ્રવાલે સમગ્ર મામલે પર્દાફાશ કરતાં કહ્યું છે કે દાંતા તાલુકાના હડાદ ગામના વતની વિનય રાવલ અંબાજીમાં હોટલના વ્યવસાયમાં જોડાયેલો હતો.  થોડા સમયથી તેણે  માઉન્ટ આબુ ખાતે હોટલ શરૂઆત કરી હતી. સપ્તાહ અગાઉ સોમવારની સાંજે વિનય રાવલ એક યુવતી સાથે અંબાજી ગબ્બર પાછળના વિસ્તારમાં સનસેટ પોઇન્ટ પર ગયો હતો.બંને અવાવરુ જગ્યાએ બેઠાં હતાં ત્યારે તેલિયા નદીના પુલ પાસેના માર્ગ નજીકના જંગલમાંથી આવેલા 4 શખ્સોએ એકલતાનો લાભ લઈ યુવતી પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જેનો હોટલ માલિક વિનય રાવલે પ્રતિકાર કર્યો હતો. મારામારી થતાં હુમલાખોરોએ ધારદાર હથિયારના ઘા મારી હોટલ માલિકનું ઢીમ ઢાળી દઈ ફરાર થઈ ગયા હતા. 

4 હત્યારા ઓળખાયા,3 હજુ ફરાર
સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લઈ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બનાસકાંઠા પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલવા પોલીસ ડોગ સ્કવોર્ડ, એફ. એસ. એલ સહિતની ટીમે હુમલાખોરોની શોધ શરૂ કરી હતી. તેમણે સ્થાનિક આદિવાસી લોકોની મદદથી ડુંગરાઓમાં આવેલા ગામડાંમાં એક હત્યારને હાથો બનાવી અન્યનો શોધખોળ હાથ ધરી હતી. આરોપી હત્યારાની કડક પૂછપરછ થતા તેને અન્ય ત્રણ આરોપીઑના નામ ઉગાળી દીધા હતા. દુષ્કર્મના પ્રયાસ અને હત્યાના બનાવનો ગુનો નોંધી પોલીસે આ કેસમાં પ્રવિણ કાંતિ ગમાર (બેડા ખેરફળી, દાંતા)ને ઝડપી લીધો છે. જ્યારે સુરતા મુંગીયા પરમાર (છાપરી,દાંતા) અન્ય 2 હત્યારાની ઓળખ થઈ ચૂકી છે તેણે ઝબ્બે કરવાનો કવાયત પોલીસ કરી રહી છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ