બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / According to the Meteorological Department, the intensity of rain will decrease in Gujarat from today

ચોમાસું / હાશ! હવે ગુજરાતને 'અનરાધાર'થી મળશે રાહત: આજથી ઘટશે વરસાદનું જોર, જુઓ શું કહે છે હવામાન

Malay

Last Updated: 08:35 AM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Meteorological department forecast of rain: આજથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે, આજે કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.

  • વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી
  • આજથી રાજ્યમાં વરસાદનું જોટ ઘટશે
  • અમુક વિસ્તારમાં ગાજવીજ સાથે પડશે વરસાદ

સમગ્ર રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડે હાહાકાર મચાવ્યો છે. તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો મેઘતાંડવ થતાં તારાજીના ભારે કરપીણ દ્રશ્યો સર્જાયાં છે. લોકો મેઘરાજાને હવે ખમૈયાં કરવાની પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે ગુજરાતવાસીઓને હાશકારો થાય તેવા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે.  

ગુજરાતમાં ફરીવાર જામશે ચોમાસું! રાજ્યમાં આ 5 દિવસ હળવાથી ભારે વરસાદની  આગાહી, જાણો આજે ક્યાં ખાબકશે | light to heavy rain forecast in Gujarat from  September 8 to 12

આજથી ભારે વરસાદની શક્યતા નહીંવત
હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાત પર કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ ન હોવાથી ગુજરાતમાં આજથી ભારે વરસાદની શક્યતા નહીંવત છે. જોકે, કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં સિઝનનો 83% વરસાદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સિઝન કરતા 20% વધુ વરસાદ પડ્યો છે.

માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટી જશે. જોકે દરિયામાં ભારે પવન ફૂંકાવાની સંભાવનાઓને જોતા ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. 

શનિવારે જૂનાગઢમાં જોવા મળ્યું હતું મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ
આપને જણાવી દઈએ કે, શનિવારે જૂનાગઢમાં મેઘતાંડવ જોવા મળ્યું હતું. જૂનાગઢમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી કહેર વરસાવતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જૂનાગઢમાં મેઘરાજાએ એવો કહેર વર્તાવ્યો કે સમગ્ર જૂનાગઢ શહેર દરિયામાં ફેરવાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. દરિયા અને નદીમાં જે રીતે બોટ તરતી હોય તે રીતે રસ્તાઓ પર મોટરકાર, વાહનો અને પશુઓ તણાયા હતા. ભારે વરસાદના કારણે જૂનાગઢવાસીઓ હચમચી ગયા હતા. જોકે હવે જૂનાગઢમાં પાણી ઓસરવા માંડ્યા છે.

77 ડેમ હાઈએલર્ટ પર
સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યના નદી-નાળા છલકાઈ ઊઠ્યાં છે રવિવાર સુધીમાં રાજ્યના મુખ્ય 207 ડેમમાં 53.83 ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે. જ્યારે 49 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. તેમજ 77 ડેમ હાઈએલર્ટ પર છે.  સાર્વત્રિક વરસાદના પગલે ગુજરાતમાંથી પીવાના પાણીનું સંકટ દૂર થયું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ