બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / રાજકોટ / Accidents in Gujarat today: 2 killed in 5 incidents

સચેત રહો / રફતાર પર બ્રેક લાગશે? ગુજરાતમાં આજે અકસ્માતની વણઝાર: 5 બનાવમાં 2ના મોત, જુઓ કયા કેવી રીતે બની દુર્ઘટના

Vishal Khamar

Last Updated: 07:05 PM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ તેમજ બનાસકાંઠામાં અકસ્માતનાં કુલ પાંચ બનાવોમાં એક મહિલા અને એક પુરૂષે પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે ગોંડલમાં મહિલાનું હિટ એન્ડ રનમાં મોત નિપજ્યું હતું.

  • રાજકોટમાં અકસ્માતની વણઝાર
  • નબીરાની કારની અડફેટે ફેરિયાને ગંભીર ઈજા
  • નશામાં ધૂત કાર ચાલકે કર્યો અકસ્માત
  • ગોંડલમાં હિટ એન્ડ રનમાં મહિલાનું મૃત્યુ
  • રસ્તા પર સુતેલી મહિલા પર કાર ચઢાવી
  • ડીસામાં અકસ્માતમાં રાહદારીનું મૃત્યુ

રાજકોટનાં ગોંડલમાં હિટ એન્ડ રનમાં મહીલાનું મોત નિપજ્યું હતું. રીબડા ચોકડી પર બાપા સીતારામ લોજ પાસે ઘટનાં બની હતી. જેમાં રસ્તા પર સુતેલી મહિલા પર કાર ચઢાવી ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતની સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ હતી. ત્યારે પોલીસ દ્વારા મૃતક મહિલાનાં પરિવારજનોની શોધખોળ હાથ ધરી છે. 

આરોપી કેવલ ગાણોલિયા તથ્ય પટેલની જેમ જ રફતારનો રાજા હોવાનો ખૂલાસો 
રાજકોટની વાત કરીએ તો કેવલ ગાણોલિયા નામના નબીરાએ પૂરપાટ ઝડપે કાર ચલાવી 3 જેટલા બાઈક અને 1 ફેરિયાને અડફેટે લીધા હતા. અકસ્માતમાં ફેરિયાને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આરોપી કેવલ ગાણોલિયા તથ્ય પટેલની જેમ જ રફતારનો રાજા હોવાનો ખૂલાસો થયો છે. આરોપીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઓવર સ્પીડ કાર ચલાવતો હોવાના વીડિયો પોસ્ટ કર્યા છે. 

માધાપર ચોકડી પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી
રાજકોટમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં માધાપર ચોકડી પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. સરકારી અધિકારીનાં કાર ચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો. કાર ચાલક દ્વારા બેફીકરાઈથી એક્સેસ વ્હિકલ, આઈ 20 કાર તેમજ સીટી બસને પણ નુકશાન પહોંચાડ્યું હતું. અકસ્માત બાદ કાર ચાલક ઘાયલ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે કાર ચાલક નશાની હાલમાં હોવાનું સામે આવ્યું હતું. 


કાર ચાલકને રસ્તા વચ્ચે પથ્થર આવી જતા અકસ્માત 
બનાસકાંઠાનાં ડીસામાં બનાસ નદીનાં પુલ પાસે અકસ્માત સર્જાયો છે. જેમાં કાર ચાલકને રસ્તા વચ્ચે પથ્થર આવી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગાડી ચાલકને ગંભીર ઈજાઓ થવા પામી હતી. ત્યારે ઈજાગ્રસ્તને 108 મારફતે ડીસાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. અકસ્માતનાં પગલે પુલ પર ટ્રાફીમ જામનાં દ્રશ્યો સર્જાયા હતા. જે બાદ તાત્કાલીક ડીસા શહેર ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો. 

અકસ્માતમાં રાહદારીનું ઘટના સ્થળે મોત 
બનાસકાંઠાનાં ડીસાનાં ખરડોસણ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.  અકસ્માતમાં રાહદારીનું ઘટનાં સ્થળે મોત નિપજ્યું હતું.  જ્યારે બંને બાઈક સવારોને નાની મોટી ઈજાઓ થઈ હતી. ત્યારે આ મામલે ડીસા તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. તેમજ રાહદારીનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ