બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Abhakar to go to USA becomes heavy: Pigeon agent sent to Uganda, total fraud of 50 lakh rupees

છેંતરપીંડી / USA જવાના અભરખા ભારે પડ્યા: કબૂતરબાજ એજન્ટે યુગાન્ડા મોકલી દીધો, કુલ 50 લાખ રૂપિયાની છેતરપિંડી

Vishal Khamar

Last Updated: 06:43 PM, 21 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણા જીલ્લાના કડી ખાતે વધુ એક કબૂતરબાજીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.એજન્ટોએ ચૂનો લગાવી લાખો રૂપિયા ખંખેરી લીધા હતા. આ બાબતે કડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

  • કડી વિસ્તાર માં વધુ એક કબૂતરબાજી નો કિસ્સો
  • અમેરિકા જવા ઇચ્છુક ને એજન્ટો એ ચૂનો લગાવ્યો
  • બંને એજન્ટો સામે છેતરપિંડી ની ફરીયાદ નોંધાવી

કડી વિસ્તારમાં અમેરિકા જવાની લાલચ આપી લાખ્ખો રૂપિયા ખંખેરી લેવાનો બનાવ પ્રકાશમાં આવવા પામ્યો છે. જેમાં મહેસાણા જીલ્લાના કડી ખાતે અમેરિકા જવા ઈચ્છુકને એજન્ટોએ ચૂનો લગાવ્યો છે. એજન્ટોએ નિલેશ પટેલને અમેરિકાની લાલચ આપી તેની પાસેથી લાખ્ખો રૂપિયા ખંખેરી લીધા હતા. રૂપિયા 50 લાખમાં અમેરિકા મોકલવાનું કહી એજન્ટોએ નિલેશ પટેલને અમેરિકા મોકલવાનું નક્કી કર્યું હતું.
બંને એજન્ટો સામે નિલેશ પટેલે ફરિયાદ નોંધાવી
યુવકને એજન્ટોએ યુગાન્ડા પહોંચાડ્યા બાદ પૈસાની માંગણી કરી હતી. ત્યારે એજન્ટોએ અમેરિકાની ટીકિટ બતાવી તેઓની પાસે 28 લાખ લઈ વિદેશ વાંચ્છુકને ચૂનો લગાવ્યો હતો. કેતલપુરી ગોસ્વામી અને કલ્પેશ વ્યાસ નામના એજન્ટોએ નિલેશ પટેલને ચૂનો લગાવ્યો હતો. બંને એજન્ટો સામે નિલેશ પટેલે ફરિયાદ નોંધાવી છે. આ બાબતે કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
અગાઉ એક આરોપીની થઈ હતી ધરપકડ
થોડા સમય અગાઉ અમેરિકા-કેનેડા બોર્ડર પર ઘૂસણખોરી કરવાના પ્રયાસ દરમિયાન મોતને ભેટેલા પટેલ પરિવારની ઘટના બહાર આવ્યા બાદ કલોલ નજીકના ડીંગુચા ગામનું નામ આખીય દુનિયામાં ચર્ચામાં આવી ગયું હતુ. આ તરફ અગાઉ ડિંગુચા ગામના પરિવારના આ સભ્યોને ગેરકાયદેસર અમેરિકા મોકલનારા એજન્ટ ભરત ઉર્ફે બોબી પટેલની ભાડજ સર્કલ પાસેથી ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ SMCએ બોબી પટેલની ઓફિસ અને નિવાસ સ્થાને તપાસ કરી હતી. આ દરમિયાન SMCએ મહત્વના ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હતા. 
ડીંગુચાનો પરિવાર મોતને ભેટ્યો હતો 
થોડા સમય અગાઉ ડિંગુચા ગામના પટેલ પરિવારના ચાર સભ્યોના થીજી જવાથી મૃત્યું થયા હતા. તેઓ પણ કેનેડાથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરી રહ્યા હતા. પરંતુ તાપમાન ખૂબ જ નીચુ હોવાના કારણે તેઓ ઠંડી સહન કરી શક્યા નહોતા અને થીજી જવાથી તેમનું મૃત્યુ થયું હતું.  મહત્વનું છે કે, ડીંગુચાનો પરિવાર  પહેલા દુબઈ ગયો અને બાદમાં ટોરેન્ટો ગયા હતા. જોકે વીનીપેગમાં ઠંડી હોવાથી બાળકોને ઠંડી લાગવાથી મોત થયા હતા. તપાસમાં સામે આવ્યું છે કે, વીનીપેગ ખાતે એજન્ટોએ આ પરિવાર ને છોડી દીધા હતા. આ સાથે એક વ્યક્તિ દીઠ 60 થી 65 લાખમાં ડીલ થતી હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ