બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Abduction of girl to ask for alms after getting drunk, Shocking revelations in the case of missing four-year-old girl in Ahmedabad

બેની ધરપકડ / નશો કર્યો પછી ભિક્ષા મંગાવવા બાળકીનું અપહરણ, અમદાવાદમાં ચાર વર્ષની બાળકી ગુમ થવાના કેસમાં ચોંકાવનારા ખુલાસા

Vishal Khamar

Last Updated: 05:42 PM, 9 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરખેજમાં ભીખ મંગાવવા માટે બાળકીનું અપહરણ કરનારની પોલીસે CCTV ના આધારે ધરપકડ કરી છે. ત્યારે પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ આ કૃત્ય દારૂના નશામાં કર્યું હોવાનો ખુલાસો કર્યો હતો.

  • સરખેજમાં ચાર વર્ષની બાળકી ગુમ થવાનો મામલો
  • બાળકીના ગુમ થવાની ઘટનાના CCTV આવ્યા સામે
  • પોલીસે બન્ને આરોપીને હળવદથી કરી ધરપકડ

સરખેજમાં ભીખ મંગાવવા 4 વર્ષની બાળકીનું અપહરણ કરનાર સાળા બનેવીની પોલીસે કરી ધરપકડ કરી છે. આરોપીએ પોલીસના ડરથી બાળકીને બિનવારસી મૂકી ફરાર થઈ ગયા હતા. પોલીસે CCTV અને બાતમીના આધારે સાળા બનેવીને ઝડપી લીધા છે. 

પોલીસે CCTV ફૂટેજનાં આધારે અપહરણનો ભેદ ઉકેલ્યો
પોલીસે આરોપી અરવિદ ચૌહાણ અને સરમન વાઘેલાની ધરપકડ કરી છે.  જેમણે ગરીબ પરિવારની 4 વર્ષની બાળકીનું સાણંદ બ્રિજ નજીકથી અપહરણ કર્યું હતું. પરંતુ પોલીસનો ડર લાગતા વિરમગામ નજીક બિનવારસી મૂકીને ફરાર થઇ ગયા. ઘટનાની વાત કરીએ તો 4 વર્ષની બાળકીનું સાણંદ બ્રિજ નજીકથી આરોપીઓ અપહરણ કરીને રિક્ષામાં લઈ ગયા હતા. બાળકીના પિતાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે તપાસ કરતા બાળકી બિનવારસી હાલત માં વિરમગામ નજીકથી મળી આવી હતી. બાળકીના અપહરણની તપાસ કરતા ફૂટપાથ પર રહેતા બન્ને આરોપી અરવિંદ ચૌહાણ અને સરમન વાઘેલા ગુમ હતા. જેથી પોલીસે CCTV ફૂટેજ અને બાતમીના આધારે બંને પકડતા અપહરણનો ભેદ ઉકેલાયો હતા. બન્ને દારૂના નશામાં બાળકીનું અપહરણ કર્યું હોવાનું ખુલ્યું હતું.

બાળકીને ભીખ મંગાવવાના ઈરાદે આરોપીઓ અપહરણ કરી લઈ ગયા
પકડાયેલ આરોપી અરવિંદ ચૌહાણ અને સરમન વાઘેલા સાળા બનેવી થાય છે. આરોપી અરવિંદ કચ્છનો રહેવાસી છે. જ્યારે સરમન મોરબીનો રહેવાસી છે. તેઓ સાવણી બનાવવાના ધંધા માટે અમદાવાદ આવ્યા હતા. સરખેજ નજીક ફૂટપાથ પર રહીને તેઓ સાવણી બનાવીને વેચવાનો ધંધો કરતા હતા. આ બાળકી પણ પોતાના પરિવાર સાથે ફૂટપાથ નજીક રહેતી હતી. બાળકીને ભીખ મંગાવવાના ઇરાદે બંને આરોપી નશામાં બાળકીને લઈ ગયા હતા. પરંતુ પોલીસના ડરથી બાળકીને સલામત છોડી દીધી હતી. સરખેજ પોલીસે અપહરણ કેસમાં સાળા બનેવી વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે. 

એસ.ડી.પટેલ (ACP, એમ ડિવિઝન)

ઝડપાયેલા બંને આરોપીઓની પોલીસે પૂછપરછ હાથ ધરી
સરખેજ પોલીસે અપહરણ કેસમાં પકડેલા બન્ને આરોપીની પૂછપરછ શરૂ કરી છે. આ બાળકીના અપહરણ  પાછળ હ્યુમન ટ્રાફિકિંગ, ભીખ મંગાવવા કે અન્ય કોઈ અદાવતની શંકાને લઈને વધુ તપાસ શરૂ કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ