બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / ab devilliers tells when Virat Kohli should announce Retirement

ક્રિકેટ / વિરાટ કોહલીના સંન્યાસને લઇ સાઉથ આફ્રીકાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટરનું ચોંકાવનારું નિવેદન, કહ્યું 'આ સમય...'

Arohi

Last Updated: 09:26 AM, 26 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Virat Kohli Retirement: વિરાટ કોહલી હાલ પોતાના શાનદાર પરફોર્મન્સ ના કારણે ચર્ચામાં છે. પોતાના દમદાર પરફોર્મન્સથી કોહલીએ વર્લ્ડ કપ પહેલા દુનિયાભરના બોલરોની ઉંઘ ઉડાવી દીધી છે.

  • પોતાના શાનદાર પરફોર્મન્સથી ચર્ચામાં વિરાટ
  • વર્લ્ડ કપ પહેલા બોલરોની ઉડાવી ઉંઘ 
  • આ દિગ્ગજે કોહલીના સંન્યાસને લઈને આપ્યું નિવેદન 

વિરાટ કોહલી હાલ પોતાના શાનદાર ફોર્મના કારણે ચર્ચામાં છે. પોતાના દમદાર પરફોર્મન્સથી કોહલીએ વર્લ્ડ કપ પહેલા દુનિયાભરના બોલરોની ઉંઘ ઉડાવી દીધી છે. કોહલીની રનોની ભૂખ સતત વધતી જઈ રહી છે તેની ઝલક એશિયા કપ 2023માં પણ જોવા મળી હતી. 

કોહલીના રિટાયરમેન્ટને લઈને આ દિગ્ગજે આપ્યું નિવેદન 
કિંગ કોહલીએ પોતાની બોડીને પણ સારી રીતે મેઈન્ટેઈન કરી છે અને ફિટનેસનો પણ કોઈ જવાબ નથી. આજ કારણ છે કે વિરાટના ઈન્ટરનેશનલ ક્રિકેટથી રિટાયરમેન્ટને લઈને કોઈ પણ પ્રકારની કોઈ ચર્ચા નથી થઈ રહી. જોકે કોહલીના ખાસ મિત્ર સાઉથ આફ્રીકાના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન એબી ડિવિલિયર્સે વિરાટને વ્હાઈટ બોલ ક્રિકેટથી સન્યાસ લેવાનો યોગ્ય સમય જણાવ્યો છે.  

વિરાટ કોહલીને ક્યારે લેવું જોઈએ રિટાયરમેન્ટ? 
એબી ડિવિલિયર્સે પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા કોહલીના રિટાયરમેન્ટને લઈને જણાવ્યું, "મને ખબર છે કે તમને સાઉથ આફ્રીકા આવવાનું પસંદ છે. પરંતુ આ કહેવું ખૂબ જ મુશ્કેલ છે. તેમાં હાલ ઘણો સમય છે. આવો પહેલા તેના પર ફોકસ કરીએ. મને લાગે છે કે આ તમને વિરાટ કોહલી વધારે સારી રીતે જણાવી શકશે. મને લાગે છે કે જો ભારત વર્લ્ડ કપને જીતવામાં સફળ રહે છે તો વિરાટ માટે સંન્યાસ લેવાનો આ ખરાબ સમય નહીં હોય. તેમનું કહેવું જોઈએ કે તમારા બધાનો ધન્યવાદ. હવે હું આવનાર થોડા વર્ષોમાં ફક્ત ટેસ્ટ ક્રિકેટ અને થોડી આઈપીએલ રમીશ અને પોતાના કરિયરના છેલ્લા પડાવનો આનંદ લઈશ."

વર્લ્ડ કપ જીતવો કોહલીની ચાહત
વિરાટ કોહલી વનડે ક્રિકેટમાં સચિન તેંડુલકરની 49 સેન્ચુરીના રેકોર્ડને તોડવાની ખૂબ નજીક પહોંચી ચુક્યા છે. જોકે એબી ડિવિલિયર્સેનું માનવું છે કે કોહલીની ચાહત કોઈ રેકોર્ડ તોડવો નહીં પરંતુ ભારત માટે વર્લ્ડ કપ જીતવાની છે. 

તેમણે કહ્યું, "મને નથી લાગતું કે તેમનું ફેકસ તેના પર છે. તે ફક્ત પોતાના વિશે વિચારનાર વ્યક્તિ નથી. કોહલી ટીમ માટે વર્લ્ડ કપ જીતવા માંગે છે અને બધા ફોર્મેટમાં દમદાર ટીમનો ભાગ બનવા માંગે છે. તે એક ટીમ પ્લેયર છે. જે તમે મેદાન પર તેમના ઈમોશનને જોઈને સમજી શકો છો."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ