બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Aarti ticket rates change in Kashi Vishwanath Temple from today

નિર્ણય / કાશી વિશ્વનાથ મંદિરે જવાનું વિચારી રહ્યાં છો? તો પહેલાં આ જાણી લેજો, આરતીના ટિકિટના દરોમાં આજથી ફેરફાર

Priyakant

Last Updated: 10:18 AM, 1 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વારાણસીમાં પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરમાં મંગળા આરતી માટે ભક્તોએ હવે વધુ કિંમત ચૂકવવી પડશે, સપ્ત ઋષિ આરતી, શ્રૃંગાર ભોગ આરતી, મધ્યાહન ભોગ આરતીની ટિકિટના ભાવમાં વધારો

  • કાશી વિશ્વનાથ મંદિરમાં મંગળા આરતીને લઈ મોટા સમાચાર
  • મંગળા આરતી માટે ભક્તોએ હવે વધુ કિંમત ચૂકવવી પડશે
  • 1 માર્ચથી મંગળા આરતી સહિત તમામ આરતીઓના ભાવમાં વધારો
  • મંગળા આરતી માટે ભક્તોએ 150 રૂપિયા વધુ ચૂકવવા પડશે

ઉત્તર પ્રદેશના વારાણસીમાં પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરમાં મંગળા આરતીને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, કાશી વિશ્વનાથ મંદિરમાં મંગળા આરતી માટે ભક્તોએ હવે વધુ કિંમત ચૂકવવી પડશે. આજથી એટલે કે 1 માર્ચથી મંગળા આરતી સહિત તમામ આરતીઓના ભાવમાં વધારો થયો છે. મંગળા આરતી માટે ભક્તોએ 150 રૂપિયા વધુ ચૂકવવા પડશે. એટલે કે, હવે 350ના બદલે 500 રૂપિયા ચૂકવવા પડશે.

વારાણસીમાં પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરમાં સપ્ત ઋષિ આરતી, શ્રૃંગાર ભોગ આરતી અને મધ્યાહન ભોગ આરતીની ટિકિટના ભાવમાં 120 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ આરતીઓ માટે 180ને બદલે 300 રૂપિયા આપવા પડશે. આ પહેલા વર્ષ 2018માં એટલે કે, 5 વર્ષ પહેલા મંગળા આરતીની ટિકિટના ભાવમાં 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ટિકિટના વધેલા દર આજથી લાગુ થશે.

બેઠકમાં લેવાયો મોટો નિર્ણય
આ નિર્ણય તાજેતરમાં વારાણસીના મંડલયુક્ત ઓડિટોરિયમ ખાતે કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટ કાઉન્સિલની 104મી બોર્ડ બેઠકમાં લેવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન ટિકિટના ભાવમાં વધારો કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં એ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે, મંદિરનું પોતાનું ધાર્મિક અને સાંસ્કૃતિક કેલેન્ડર હશે અને પૂજારીઓ હવે એક પ્રકારના ડ્રેસ કોડમાં જોવા મળશે.

તો શું આ માટે કરાયો ભાવવધારો ? 
વિગતો મુજબ મંદિરમાં ભક્તોની ભીડને જોતા બોર્ડે ટિકિટના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. ટ્રસ્ટે એવો મુદ્દો ઉઠાવ્યો હતો કે, મૈદગીન અને ગોદૌલિયા ખાતે વાહનો રોકવાના કારણે ભક્તોને મંદિરમાં આવવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મંદિરના પ્રમુખ પ્રો. નાગેન્દ્ર પાંડેના જણાવ્યા અનુસાર, અધિકારીઓની સાથે ટ્રસ્ટના સભ્યોની પણ મંદિરની વ્યવસ્થા સુધારવાની જવાબદારી છે, તેથી પૂજારીઓ અને અર્ચકો માટે ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો છે. ટ્રસ્ટ વતી પૂજારીઓને ડ્રેસના બે સેટ આપવામાં આવશે. સાથે વર્ષ દરમિયાન ધાર્મિક કાર્યક્રમો માટે કેલેન્ડર તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક કમિટી બનાવવામાં આવી છે અને માર્ચ સુધીમાં ટ્રસ્ટની ડાયરી પ્રકાશિત કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ