બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / aaradhya bachchan move to high court against youtube channel for fake news

મનોરંજન / આરાધ્યા બચ્ચનને લઈ ફેલાઈ 'ફેક ન્યૂઝ', બચ્ચન પરિવાર પહોંચ્યો હોઈકોર્ટ, જાણો શું છે મામલો

Manisha Jogi

Last Updated: 10:59 PM, 19 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

11 વર્ષીય આરાધ્યા બાબતે અફવા ઉડાડવામા આવતા ઐશ્વર્યા બચ્ચન અને અભિષેક બચ્ચને અફવા ઉડાડનાર સામે એક્શન લીધું છે અને હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.

  • આરાધ્યા વિશે અફવા ઉડાડવામાં આવી. 
  • બચ્ચન પરિવારે હાઈકોર્ટમાં કરી અરજી. 
  • 20 એપ્રિલે થશે સુનાવણી.

બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાંથી એક નવી અપડેટ સામે આવી છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, છેલ્લા ઘણા દિવસોથી આરાધ્યા બચ્ચનના આરોગ્ય બાબતે એક ન્યૂઝ વાયરલ થયા હતા, જેને બાદમાં ફેક ગણાવવામાં આવ્યા હતા. 11 વર્ષીય આરાધ્યા બાબતે અફવા ઉડાડવામા આવતા ઐશ્વર્યા બચ્ચન અને અભિષેક બચ્ચને યૂટ્યૂબ ટેબ્લોઈડ સામે એક્શન લીધું છે, આ અફવા તેણે ફેલાવી હતી. 

કહેવામાં આવી રહ્યું છે કે, આરાધ્યાએ આ બાબતે કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જે મીડિયાએ અફવા ફેલાવી છે, તેની સામે કાર્યવાહી કરવામાં આવે અને આ ન્યૂઝને ફેલાતા રોકવામાં આવે. દિલ્હી હાઈકોર્ટમાં જસ્ટિસ સી. હરિશંકરની ખંડપીઠ 20 એપ્રિલના રોજ આ અરજી પર સુનાવણી કરશે. આ બાબતે બચ્ચન પરિવાર તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. 

આરાધ્યા બચ્ચન લાઈમલાઈટમાં રહે છે. થોડા દિવસ પહેલા ઐશ્વર્યા રાય બચ્ચન સાથે નીતા અને મુકેશ અંબાણીના કલ્ચરલ સેન્ટર પ્રોગ્રામમાં જોવા મળી હતી. જેમાં આરાધ્યાનો દેશી અંદાજ જોવા મળ્યો હતો. આરાધ્યા પાયજામા, કુર્તા, મેકઅપ અને ખુલ્લા વાળ સાથે જોવા મળી હતી. આ માઁ-દીકરી જ્યારે પણ સાથે જોવા મળે છે, ત્યારે તેમણે એકબીજાનો હાથ પકડ્યો હોય છે. 

આરાધ્યા બચ્ચન ધીરુબાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 6માં ભણે છે. અનેક વાર આરાધ્યાની સ્ટાઈલને ઐશ્વર્યા રાય બચ્ચન સાથે કમ્પેર કરવામાં આવે છે. આરાધ્યાનો એક વિડીયો ખૂબ  જ વાયરલ થયો હતો, જેમાં તે કવિતા બોલતી જોવા મળી રહી છે. આ વિડીયોમાં આરાધ્યા જણાવે છે કે, કવિતાની મદદથી હિંદી ભાષા સરળ રીતે શીખી શકાય છે. ફેન્સને આરાધ્યાનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હતો. અનેક લોકોએ જણાવ્યું હતું કે, આરાધ્યા પરિવારની લેગેસીને આગળ વધારી રહી છે. અમિતાભ બચ્ચનન કવિતા લખવા વાંચવામાં એક્સપર્ટ છે. આરાધ્યાના આ વિડીયો પર અભિષેક બચ્ચને ગર્વ વ્યક્ત કરતા હાથ જોડતું ઈમોજી શેર કર્યું હતું. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ