બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / AAPs chief minister face Isudan Gadhvi will contest elections from this seat Kejriwal tweeted the information

BIG BREAKING / AAPના મુખ્યમંત્રી ચહેરો ઇસુદાન ગઢવી આ બેઠક પરથી લડશે ચૂંટણી, કેજરીવાલે ટ્વિટ કરી આપી જાણકારી

Kishor

Last Updated: 08:19 PM, 15 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરા એવા ઈસુદાન ગઢવી જામખંભાળિયાથી ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા ટ્વિટ થકી જાહેરાત કરવામાં આવી છે.

  • ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર
  • AAP CM કેન્ડીડેટ ઈસુદાન ગઢવી જામખંભાળિયાથી ચૂંટણી લડશે
  • ઈસુદાન ગઢવી છે AAPના મુખ્યમંત્રી પદનો ચેહરો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ તમામ રાજકીય પક્ષો તબક્કાવાર ઉમેદવારોના નામો જાહેર કરી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટીએ જાહેર કરેલા CM કેન્ડીડેટ ઈસુદાન ગઢવીને જામખંભાળિયા બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. અરવિંદ કેજરીવાલે આ મામલે ટ્વિટ કરીને જાણકારી આપી છે. મહત્વનું છે કે, થોડા દિવસ અગાઉ મીડિયામાં એવા સમાચારો ચાલ્યા હતા કે આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરા એવા ઈસુદાન ગઢવી દ્રારકાથી ચૂંટણી લડશે. 

જામખંભાળિયાથી ચૂંટણી લડશે ઈસુદાન ગઢવી
આમ આદમી પાર્ટી દ્વારા અત્યાર સુધીમાં ઉમેદવારોની 15 યાદી જાહેર કરવામાં આવી ચૂકી છે. આજે વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે.જેમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરા એવા ઈસુદાન ગઢવી જામખંભાળિયાથી ચૂંટણી લડશે. તથા દ્વારકા બેઠક પરથી નકુમ લખમણભાઇ બોઘાભાઇને ટિકિટ અપાઈ છે. બીજી બાજુ જામખંભાળિયા બેઠક પરથી ભાજપે મુળભાઈ બેરાને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે વિક્રમ માડમને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. મહત્વનું છે કે, તેઓને આમ આદમી પાર્ટીએ ગુજરાત AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.   AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે ગુજરાતના CM પદના ચહેરા પર અંતિમ મહોર મારી છે.

સર્વેમાં ઈસુદાનને મળ્યા હતા 73 ટકા મત
AAP દ્વારા ઈસુદાન માટે દ્વારકા અને ખંભાળિયા બેઠક પર સર્વે કરાયો છે. આ સર્વેમાં ઈસુદાન ગઢવીની તરફેણમાં ખંભાળિયાના સમીકરણો જોવા મળી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરવા માટે વોટ્સએપ પોલ કરાવ્યો હતો. જેમાં ઈસુદાન ગઢવીને 73 ટકા મત મળતાં ઈસુદાન ગઢવીને AAPએ CM પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. આ અગાઉ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાને સુરતની કતારગામ બેઠક પરથી જ્યારે પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાને કરંજ બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જોકે આ અંગે સત્તાવાર જાહેરાત બાકી છે.

ઈસુદાન ગઢવીની પત્રકારત્વથી લઇને રાજકારણ સુધીની સફર
ઈસુદાન ગઢવી કે જેઓ જામખંભાળિયા તાલુકાના પિપળીયા ગામના વતની છે. તેમના પિતા ખેરાજભાઇ ગઢવી એક સામાન્ય ખેડૂત હતા. ઈસુદાન ગઢવીએ 2005માં જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનમાં માસ્ટર ડિગ્રી મેળવ્યા બાદ તેઓ દૂરદર્શનનાં 'યોજના' નામના કાર્યક્રમમાં જોડાયા હતા. 2005માં હૈદરાબાદ ખાતે તેઓ ETV ગુજરાતીમાં જોડાયા હતા. 2007થી 2011 દરમિયાન તેઓએ પોરબંદરમાં ETV ગુજરાતીના પત્રકાર તરીકે કામ કર્યું હતું. 2011થી 2015 દરમ્યાન ઈસુદાન ગઢવીએ ન્યુઝ ચેનલમાં પોલિટિકલ અને ગવર્નન્સ રીલેટેડ સ્ટેટ બ્યુરો ચીફ તરીકે ગાંધીનગરમાં જોડાયા હતા. બાદમાં 2015માં VTVમાં તેઓ ગુજરાતી મીડિયાનાં સૌથી યુવા ચેનલ હેડ તરીકે જોડાયા હતા.

14 જુલાઈ 2021ના રોજ તેઓ AAPમાં જોડાયા હતા
ઈસુદાન ગઢવી કે જેઓ નેતા બનતા પહેલા એક પત્રકાર હતા. તેઓ 16 વર્ષ સુધી પત્રકારત્વ સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતના લોકપ્રિય એન્કર તેમજ ખેડૂત વર્ગમાં પત્રકાર તરીકે ભારે ચાહના ધરાવતા હતા. એમાંય તેમનો રાત્રિના 8થી 9 વાગ્યાનો 'મહામંથન' શો લોકોમાં ભારે લોકપ્રિય હતો. ઈસુદાન ગઢવીએ પોતાના પ્રાઇમ ટાઇમ કાર્યક્રમ 'મહામંથન'થી ગુજરાતની જનતાના દિલ જીતી લીધા હતા. ઈસુદાન ગઢવીએ પોતાની સ્પષ્ટ છબીના કારણે ગુજરાતનાં દરેકે દરેક ગામડા સુધી પોતાની આગવી ઓળખ બનાવી હતી. જોકે બાદમાં તેઓએ VTVના એડિટર પદેથી રાજીનામું આપી AAPનું ઝાડુ પકડ્યું હતું. 1 જુલાઈ 2021ના ​રોજ તેઓએ ન્યુઝ ચેનલના એડિટર પદેથી રાજીનામું આપ્યા બાદ 14 જુલાઈ 2021ના રોજ તેઓ AAPમાં જોડાયા હતા. ત્યારે ખુદ અરવિંદ કેજરીવાલે ટ્વિટર દ્વારા તેઓને પાર્ટીમાં આવકાર્યા હતા. આ સાથે કેજરીવાલે કહ્યું હતું કે, 'ઈસુદાન ગુજરાતના કેજરીવાલ છે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ