બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / AAP MLA Chaitar Vasava has announced to contest the Lok Sabha elections

BIG BREAKING / AAP ધારાસભ્ય ચૈતર વસાવા લડશે લોકસભાની ચૂંટણી, સાંસદ મનસુખ વસાવાને આપશે ટક્કર, જાણો ક્યાંથી?

Malay

Last Updated: 11:56 AM, 8 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણી આવતા જ આમ આદમી પાર્ટી ગુજરાતમાં ફરી બેઠી થઈ, AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ લોકસભાની ચૂંટણી લડવાની કરી જાહેરાત.

  • ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા લડશે લોકસભાની ચૂંટણી
  • AAPએ લીલી ઝંડી આપતા ચૈતર વસાવાની ચૂંટણી લડવાની પુષ્ટિ
  • 6 ટર્મથી BJPના સાંસદ મનસુખ વસાવા સામે મેદાનમાં ઉતરશે

લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને લોકસભાની ચૂંટણી લડવા માટે લીલીઝંડી આપી દીધી છે. જે બાદ હવે ધારાસભ્ય ચૈતર વસાવાએ લોકસભાની ચૂંટણી લડવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. મહત્વનું છે કે, ગઈકાલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ દાવો કર્યો હતો કે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળીને લોકસભાની ચૂંટણી લડશે.

ભરૂચની લોકસભા સીટથી લડશે ચૂંટણી
ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો આદિવાસી ચહેરો ચૈતર વસાવાએ લોકસભાની ચૂંટણી લડવા માટે અત્યારથી જ તૈયારીઓ આરંભી દીધી છે. આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ લોકસભાની ચૂંટણી ભરૂચથી લડવાની જાહેરાત કરી છે. તેઓ ભાજપના સાસંદ મનસુખ વસાવાને સીધી ટક્કર આપશે અને તેમણે આ બાબતે પોતાની તૈયારીઓ પણ કરી લીધી હોવાનું જણાવ્યું છે. જોકે, હજુ સુધી આ મામલે આમ આદમી પાર્ટી દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 

ચૈતર વસાવા ભાજપમાં આવે તો વેલકમ', મનસુખ વસાવાના નિવેદન બાદ રાજનીતિનું  ટેમ્પરેચર હાઇ, જુઓ કેમ નેવાના પાણી મોભારે ચડયા? | 'Welcome if Chaitar Vasava  joins BJP ...
મનસુખ વસાવા અને ચૈતર વસાવા

ચૈતર વસાવાએ જાહેરમાં ડિબેટ માટે ફોંક્યો હતો પડકાર
આપને જણાવી દઈએ કે, ધારસભ્ય ચૈતર વસાવા અને MP મનસુખ વસાવા વચ્ચે અનેકવાર મતભેદો સર્જાયા છે. ચૈતર વસાવાએ અગાઉ જાહેરમાં ડિબેટ માટે મનસુખ વસાવાને પડકાર ફેંક્યો હતો. મનસુખ વસાવાએ પડકારનો સ્વીકાર કર્યો હતો. મનસુખ વસાવાએ ટ્વીટ કરીને ચૈતર વસાવાને આમંત્રણ આપ્યું હતું. જોકે, બાદમાં નર્મદામાં યોજાનારી જાહેર ડિબેટ મોકૂફ થઇ હતી. 

ઈસુદાન ગઢવીએ કર્યો હતો દાવો 
અત્રે ઉલ્લેખનીય છે કે, ગતરોજ આમ આદમી પાર્ટીના પ્રદેશાધ્યક્ષ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળીને લોકસભાની ચૂંટણી લડશે. લોકસભાની ચૂંટણી પહેલા બંને પાર્ટીઓ ગઠબંધન કરશે. તો ઈસુદાન ગઢવીના દાવા અંગે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ કહ્યું હતું કે,અમને હજુ સુધી આ અંગે કોઈ જાણકારી મળી નથી, ગઠબંધન અંગેનો નિર્ણય હાઈકમાન્ડ લેશે.

INDIA ગઠબંધન હેઠળ લડાશે ચૂંટણી: ઈસુદાન ગઢવી
ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી  અને કોંગ્રેસ એટલે કે 'INDIA'નું ગઠબંધન ગુજરાતમાં પણ લાગું છે, ગુજરાતમાં પણ અમે સીટોની આખી તપાસણી કરી રહ્યા છીએ. 'INDIA'થી ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે. ભાજપને ખબર છે કે 2024માં  'INDIA' NDAને હરાવી દેશે. કોંગ્રેસ-AAPના ગઠબંધનને લઈને તેમણે જણાવ્યું હતું કે, આ ગઠબંધન ગુજરાતમાં પણ લાગું પડશે. અમે પણ અહીંયા ગઠબંધનમાં સીટોની વહેચણી કરીને લડવાના છીએ. હજુ તો પ્રાઈમરી તબક્કા પર છે. આગળ જતાં ઈન્ડિયાના ગઠબંધનમાં ગુજરાતમાં ચૂંટણી લડાશે. આ વખતે એટલી ખાતરી સાથે કહીએ છીએ કે ઈન્ડિયા ગઠબંધનમાં અમે વ્યવસ્થિત રીતે સીટોની વહેચણીમાં સક્સેસ રહ્યા તો ભાજપ 26માંથી 26 નહીં લઈ જઈ શકે. 

ગઠબંધન અંગેનો નિર્ણય હાઈકમાન્ડ લેશે: ગુજરાત કોંગ્રેસ નેતા
AAPના ઈસુદાન ગઢવીના દાવા અંગે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ મૌન સેવ્યું હતું. કોંગ્રેસ નેતાઓએ જણાવ્યું હતું કે, અમને હજુ સુધી આ અંગે કોઈ જાણકારી મળી નથી. હાઈકમાન્ડ તરફથી કોઈ પણ માહિતી હજુ સુધી અપાઈ નથી. ગઠબંધન અંગેનો નિર્ણય હાઈકમાન્ડ લેશે. ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરે આ અંગે કહ્યું હતું કે, ગુજરાતમાં AAP સાથે ગઠબંધનની કોઈ ચર્ચા નથી થઈ. કેન્દ્રીય નેતૃત્વએ નિર્ણય લીધો હોય તો અમને જાણ નથી. VTV ન્યૂઝને કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસ લેવલે કોઈ ચર્ચા નથી થઈ. કેન્દ્રીય નેતૃત્વ દ્વારા કોઈ નિર્ણય લેવાયો હોયો તો અમને જાણ નથી.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ