બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / AAP built office by forcing High Court land: Supreme Court shocked

દિલ્હી / હાઇકોર્ટની જમીન પર દબાણ કરીને AAPએ બનાવી લીધી ઓફિસ: સુપ્રીમ કોર્ટ ચોંકી, આપ્યો મોટો આદેશ

Priyakant

Last Updated: 11:52 AM, 14 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi High Court Land Latest News: સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હાઈકોર્ટ માટે ફાળવવામાં આવેલી જમીન પર કોઈ રાજકીય પક્ષ કબજો કેવી રીતે કરી શકે ?

  • AAP દિલ્હી હાઈકોર્ટને ફાળવવામાં આવેલા રાઉઝ એવન્યુ પ્લોટ પર ચલાવે છે ઓફિસ 
  • હાઈકોર્ટ માટે ફાળવવામાં આવેલી જમીન પર કોઈ રાજકીય પક્ષ કબજો કેવી રીતે કરી શકે : સુપ્રીમ કોર્ટ 
  • કોઈપણ રાજકીય પક્ષ આના પર કેવી રીતે મૌન રહી શકે છે : સુપ્રીમ કોર્ટ 

Delhi High Court Land : આમ આદમી પાર્ટીને લઈ વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, દેશની સર્વોચ્ચ અદાલતને મંગળવારે આશ્ચર્ય થયું જ્યારે તેમને કહેવામાં આવ્યું કે, રાજધાનીમાં દિલ્હી હાઈકોર્ટ માટે ફાળવવામાં આવેલી જમીન પર એક રાજકીય પક્ષ દ્વારા અતિક્રમણ કરવામાં આવ્યું છે. આ બાબતને ગંભીરતાથી લેતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હાઈકોર્ટ માટે ફાળવવામાં આવેલી જમીન પર કોઈ રાજકીય પક્ષ કબજો કેવી રીતે કરી શકે. 

અહેવાલો મુજબ આમ આદમી પાર્ટી દિલ્હી હાઈકોર્ટને ફાળવવામાં આવેલા રાઉઝ એવન્યુ પ્લોટ પર તેની ઓફિસ ચલાવે છે. આ બંગલો દિલ્હીના પરિવહન મંત્રીનું નિવાસસ્થાન હતું, પરંતુ બાદમાં પાર્ટીએ તેનો કબજો મેળવી લીધો હતો. આ જમીન ખાલી કરવામાં દિલ્હી સરકારની અસમર્થતા સામે વાંધો ઉઠાવતા સુપ્રીમ કોર્ટે મંગળવારે તેને જલ્દીથી ખાલી કરવાનો નિર્દેશ આપ્યો અને કહ્યું કે કોઈને પણ કાયદાનું ઉલ્લંઘન કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં.

મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની ખંડપીઠને જ્યારે દેશભરમાં ન્યાયિક માળખાને લગતો કેસ ચાલી રહ્યો હતો ત્યારે દિલ્હી હાઈકોર્ટ માટે ફાળવવામાં આવેલી જમીન પરના અતિક્રમણ અંગે માહિતી આપવામાં આવી હતી. આ કેસમાં એમિકસ ક્યુરી અને સિનિયર એડવોકેટની નિમણૂક કરવામાં આવી છે. પરમેશ્વરાએ ખંડપીઠને કહ્યું કે, દિલ્હી હાઈકોર્ટના અધિકારીઓ ફાળવવામાં આવેલી જમીનનો કબજો લેવા ગયા હતા અને તેમને જમીનનો કબજો લેવાની મંજૂરી આપવામાં આવી ન હતી. તેમણે ખંડપીઠને એમ પણ કહ્યું કે, હવે તે જમીન પર રાજકીય પક્ષની ઓફિસ બનાવવામાં આવી છે. જોકે એમિકસ ક્યુરી પરમેશ્વરાએ સ્પષ્ટપણે કોઈપણ રાજકીય પક્ષના નામનો ઉલ્લેખ કર્યો ન હતો અને સ્પષ્ટ કર્યું હતું કે તેઓ આ મુદ્દાનું રાજકીયકરણ કરવા માંગતા નથી. પોતાના રિપોર્ટમાં તેમણે કહ્યું કે, હાઈકોર્ટ જમીનનો કબજો પાછો લઈ શકવા સક્ષમ નથી.
 
કેસની સુનાવણી દરમિયાન દિલ્હી સરકારના કાયદા સચિવ ભરત પરાશરે બેંચને માહિતી આપી હતી કે, 2016માં કેબિનેટના ઠરાવ દ્વારા રાજકીય પક્ષને જમીન ફાળવવામાં આવી હતી. તેમણે કહ્યું કે, હવે આ બાબતની જાણ જમીન અને વિકાસ અધિકારી (L&DO)ને કરવામાં આવી છે અને સંબંધિત રાજકીય પક્ષને બીજી જમીન ફાળવવાની પ્રક્રિયા ચાલી રહી છે. કાયદા સચિવે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે, 2016 પહેલા તે એક બંગલો હતો જેમાં મંત્રી રહેતા હતા અને બાદમાં રાજકીય પક્ષે તેને પોતાનું કાર્યાલય બનાવ્યું હતું અને કેટલાક કામચલાઉ બાંધકામ પણ કર્યા હતા.

વધુ વાંચો: ભારતના આ મંદિરમાં ભક્તોએ કર્યુ કરોડોનું દાન, આવ્યા એટલા સિક્કા કે ગણતાં-ગણતાં જ થાકી ગયા

હાઈકોર્ટ જમીન કેવી રીતે પાછી મેળવશે ? 
આ તરફ હાઈકોર્ટ જમીન કેવી રીતે પાછી મેળવશે તેના પર ચીફ જસ્ટિસ ચંદ્રચુડે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, કોઈ રાજકીય પક્ષ ન્યાયતંત્ર માટે ફાળવવામાં આવેલી જમીન કેવી રીતે લઈ શકે. તેમણે કહ્યું કે, કોઈ પણ વ્યક્તિ કાયદો પોતાના હાથમાં લઈ શકે નહીં. આ સાથે તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, કોઈપણ રાજકીય પક્ષ આના પર કેવી રીતે મૌન રહી શકે છે. બેન્ચે દિલ્હી સરકારના વકીલ વસીમ કાદરી અને એડિશનલ સોલિસિટર જનરલ વિક્રમ બેનર્જીને પૂછ્યું છે કે હાઇકોર્ટ જમીન કેવી રીતે પાછી મેળવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ