બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / aamir khan break silence on his next project annoucement

મનોરંજન / આગામી પ્રોજેક્ટ પર આમીર ખાને તોડ્યું મૌન, કહ્યું 'અત્યારે હું પ્રોડક્શન હાઉસ....'

Manisha Jogi

Last Updated: 05:51 PM, 22 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આમિર ખાને ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ઢા’ પછી આમિર ખાને એક્ટિંગમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો હતો. એક્ટિંગમાંથી બ્રેક લીધા પછી આમિર ખાન ફેમિલી અને બાળકો સાથે સમય પસાર કરી રહ્યા છે.

  • ‘લાલ સિંહ ચડ્ઢા’ પછી આમિર ખાને એક્ટિંગમાંથી બ્રેક લીધો
  • આમિર ખાન અનેક વાર પબ્લિક ઈવેન્ટમાં જોવા મળે છે
  • આમિર ખાને આગામી પ્રોજેક્ટની કરી જાહેરાત

બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાને તેમની ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ઢા’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ પછી આમિર ખાને એક્ટિંગમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો હતો. એક્ટિંગમાંથી બ્રેક લીધા પછી આમિર ખાન ફેમિલી અને બાળકો સાથે સમય પસાર કરી રહ્યા છે. આમિર ખાન અનેક વાર પબ્લિક ઈવેન્ટમાં જોવા મળે છે. ફેન્સ આમિર ખાનના આગામી પ્રોજેક્ટની રાહ જોઈ રહ્યા છે. આમિર ખાને આ બાબતે મૌન તોડ્યું છે. 

આમિર ખાન સોમવારે એક બુક ઈવેન્ટમાં પરિવાર સાથે પહોંચ્યા હતા. જેમાં તેમની બે પૂર્વ પત્ની કિરણ રાવ અને રીના પહોંચી હતી અને બંનેની સાથે ફોટોઝ ક્લિક કરાવ્યા હતા. આમિર ખાને તેમના આગામી પ્રોજેક્ટ વિશે જણાવ્યું છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aamir Khan (@amirkhanactor_)

ફિલ્મ પ્રોડ્યુસ કરવાનું વિચારી રહ્યો છું
આમિર ખાને જણાવ્યું છે કે, ‘હાલમાં હું મારી લાઈફ એન્જોય કરી રહ્યો છું, બાળકો સાથે સમય પસાર કરી રહ્યો છું. મમ્મી સાથે ઘરે છું અને પ્રોડક્શન હાઉસ પર પણ ધ્યાન આપી રહ્યો છું. ફિલ્મો પ્રોડ્યુસ કરી રહ્યો છું. અગાઉ હું ખૂબ જ ઓછી ફિલ્મો પ્રોડ્યુસ કરતો હતો, પરંતુ હાલમાં અમે વધુ ફિલ્મ પ્રોડ્યુસ કરવાનું વિચારી રહ્યા છીએ.’

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aamir Khan (@amirkhanactor_)

પ્લાનિંગ કરી રહ્યો છું
આમિર ખાને વધુમાં જણાવ્યું કે, પ્રોડક્શન હાઉસ યંગ લોકો માટે પ્રોડક્શન હાઉસ પ્લેટફોર્મ બની શકે અને તેમનું કામ રજૂ કરી શકે, તેવી કોશિશ કરી રહ્યો છું. હાલમાં મેં થોડો વધુ સમય લીધો છે. જે વિષય સારો લાગે અને જલ્દી બની શકે અને એકસાથે બેથી ત્રણ ફિલ્મો બનાવી શકીએ. તે બાબતનું પ્લાનિંગ કરી રહ્યો છું, જેથી યુવાનોને પ્લેટફોર્મ મળી શકે. 

આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચડ્ઢાની વાત કરવામાં આવે તો તે એક હોલીવુડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગંપ’ની ઓફિશિયલ રિમેક છે. આ ફિલ્મમાં આમિર ખાન, કરીના કપૂર અને મોના સિંહે મુખ્ય પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર લોકોને ઈમ્પ્રેસ કરવામાં સફળ થઈ શકી નહોતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ