બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Aam Aadmi Party MLA from Dediapada Chaitar Vasava supports Christians on conversion issue

વિવાદ / 'ખ્રિસ્તી ધર્મના લોકો પૈસા આપીને ધર્માતરણ નથી કરાવતા..' ધર્માંતરણની તરફેણ કરતાં 'આપ'ના MLA, VHPએ કર્યો વિરોધ

Malay

Last Updated: 11:35 AM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Statement of MLA Chaitar Vasava: 'ભારત દેશ બિનસાંપ્રદાયિક છે લોકો કોઈપણ ધર્મ પાળી શકે છે', ધર્માંતરણ મામલે ખ્રિસ્તી ધર્મના લોકોને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આપ્યું સમર્થન

  • ખ્રિસ્તી ધર્મના લોકોને ડેડિયાપાડાના MLAએ આપ્યું સમર્થન
  • ધર્માંતરણ મુદ્દે થતા આક્ષેપ પાયાવિહોણા છેઃ ચૈતર વસાવા
  • પુખ્ત વયના લોકો કોઈ પણ ધર્મ અંગીકાર કરી શકે છેઃ ચૈતર વસાવા

Statement of MLA Chaitar Vasava: ધર્માંતરણ મામલે ખ્રિસ્તી ધર્મના લોકોને ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સમર્થન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, લોકો પૈસા આપીને ધર્માતરણ કરતા હોય તેવો કોઈ દાખલો નથી, ધર્માંતરણ મુદ્દે થતા તમામ આક્ષેપો પાયાવિહોણા છે. ચૈતર વસાવાના નિવેદન બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો છે.  ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાના ખ્રિસ્તી ધર્મની તરફેણ કરતાં નિવેદનથી વિવાદ સર્જાયો છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચૈતર વસાવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. 

 

તમામ આક્ષેપો પાયાવિહોણા: ચૈતર વસાવા
ખ્રિસ્તી સમાજના વાર્ષિક સંમેલનમાં સ્ટેજ પરથી ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, ખ્રિસ્તી સમાજ પર ધર્માંતરણના નામે આક્ષેપો કરવામાં આવે છે. આ તમામ આક્ષેપો પાયાવિહોણા અને ખોટા છે. કેમકે તમે અને અમે જાણીએ છીએ કે આપણો દેશ બિનસાંપ્રદાયિક છે, લોકો કોઈપણ ધર્મ પાળી શકે છે.

'લોકોને પોતાનો ધર્મ નક્કી કરવાનો પુરે પૂરો હક'
તેમણે જણાવ્યું કે, વ્યક્તિ 18 વર્ષનો થાય એટલે વ્યક્તિ પુક્ત વયનો ગણાય, પુક્ત વયનો વ્યક્તિ નક્કી કરી શકે છે કે કયો ધર્મ પાડવાનો છે, શું કરવાનું છે. એટલે ધર્માંતરણનો જે આક્ષેપ થઈ રહ્યો છે તદ્દન ખોટો છે. તેમણે જણાવ્યું કે, લોકોને પોતાનો ધર્મ નક્કી કરવાનો પુરે પૂરો હક છે. આદિવાસીને કોઈ પણ ધર્મ ગમશે તે ધર્મ એ પાળી શકે છે. આદિવાસી હિન્દુ કે ખ્રિસ્તી કોઈપણ ધર્મ અંગીકાર શકે છે.

આવો ભેદભાવ ન રાખવો જોઈએઃ ચૈતર વસાવા
તેઓએ જણાવ્યું કે, સરકારે ખ્રિસ્તી સંમેલન યોજવાની પરવાનગી નહીં આપતા સંમેલનનું સ્થળ બદવાની ફરજ પડી હતી. આ કાર્યક્રમ મહારાષ્ટ્ર બોર્જર ખાતે યોજવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, સેલંબા ખાતે શોર્ય જાગરણ યાત્ર વગર પરમિશે નીકળી પણ આ કાર્યક્રમને મંજૂરી નહીં. એક દેશ એક રાજ્યમાં બંને સમાજ માટે અલગ-અલગ નિયમો કેમ, આવો ભેદભાવ સરકારે ન રાખવો જોઈએ.

 
  


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ