બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / બિઝનેસ / Aadhaar Card update those whose card is 10 years old get free updat lat date 14 dec

તમારા કામનું / આધાર કાર્ડ હજુ સુધી અપડેટ નથી કરાવ્યું? તો જલ્દી કરો, નહીં તો ચૂકવવા પડશે આટલાં રૂપિયા

Arohi

Last Updated: 11:05 AM, 13 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Aadhaar Card Update: આધાર કાર્ડ એક જરૂરી દસ્તાવેજ છે. આજના સમયમાં તેનો ઉપયોગ લગભગ દરેક જરૂરી કાર્યમાં કરવામાં આવે છે. શું તમને ખબર છે કે સરકારે આધાર સાથે જોડાયેલા અમુક લોકો માટે ડેડલાઈન સેટ કરી છે.

  • હજુ સુધી નથી અપડેટ કર્યું આધાર? 
  • તો જરૂરથી કરી લો આ કામ 
  • આધાર ભારતીયો માટે મહત્વપૂર્ણ દસ્તાવેજ 

જો તમે પોતાના આધાર કાર્ડને હજુ સુધી અપડેટ નથી કરાવ્યું તો જાણી લો કે તમારા માટે આ ખતરાની ઘંટી સાબિત થઈ શકે છે. સરકારે પહેલા જ ફ્રીમાં આધાર અપડેટ કરવાની છેલ્લી તારીખ જાહેર કરી દીધી છે. 

આધાર કાર્ડ સામાન્ય ભારતીયો માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તેના વગર કોઈ સરકારી અને પર્સનલ કામ રોકાતું નથી. જો તમારા આધાર કાર્ડમાં જુની જાણકારી છે અને તમે તેમાં અપડેટ નથી કર્યું તો આ ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. આધારને અપડેટ ન કરવા પર તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. 

આ લોકો માટે છે ખતરાની ઘંટી 
કેન્દ્ર સરકારે 10 લાખ જુના આધાર કાર્ડને અપડેટ માટે એક નોટિફિકેશન જાહેર કર્યું છે. અને UIDAIની તરફથી તેને ફ્રીમાં અપડેટ કરવાની સુવિધા પણ આપવામાં આવી રહી છે. જો તમારૂ પણ 10 વર્ષ જુનુ આધાર કાર્ડ છે તો તેને જલ્દી અપડેટ કરી દેવું જોઈએ. આધારને ફ્રીમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 ડિસેમ્બર છે. અપડેટ માટે તમારે UIDAIની વેબસાઈટ અથવા આધાર સેન્ટર પર જવાનું રહેશે. જ્યાં તમારી પાસે કોઈ પણ ચાર્જ નહીં લેવામાં આવે. 

હવે આધાર કાર્ડને અપડેટ કરાવવા માટેની તારીખ લંબાઈને આવતા વર્ષ એટલે કે 14 માર્ચ 2024 સુધી કરી દેવામાં આવી છે. 14 માર્ચ 2024 સુધી તમે ફ્રી ઓફ કોસ્ટ આધાર કાર્ડ અપડેટ કરાવી શકશો. 

આ છે રીત 
આધારને અપડેટ કરાવવા માટે તમે બે રીતનો ઉપયોગ કરી શકો છો- ઓનલાઈન અને ઓફલાઈન. UIDAIની ઓફિશ્યલ વેબસાઈટ uidai.gov.in પર જાઓ. તેના બાદ તમારે આધાર નોમિનેશન ફોર્મને ડાઉનલોડ કરવાનું રહેશે. આ ફોર્મને ઘર પર જ ભરો. ફોર્મ ભર્યા બાદ નજીરના આધાર કેન્દ્ર જાઓ. આધાર સેવા કેન્દ્ર પર ગયા બાદ તમારૂ Biometric Details અપડેટ કરવામાં આવશે. 

નવા ફોટો એપડેટ કરવા માટે આધાર સેવા કેન્દ્ર ગયા બાદ તમને નાની ફી આપવી પડશે. ફોટો અપડેટ રિક્વેસ્ટ નાખ્યા બાદ તમને એક સ્લિપ મળી જશે. આ સ્લિપમાં તમને URN મળશે. આ નંબર દ્વારા તમે UIDAIની ઓફિશ્યલ વેબસાઈટ પર જાઓ ત્યાં જાણકારી મેળવી શકાશે કે તમારૂ આધાર અપડેટ છે કે નહીં. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ