બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Aadhaar Authentication for birth and death registration is approved by a government of India

સુવિધામાં વધારો / મોદી સરકારે ભર્યું મોટું પગલું, જન્મ અને મૃત્યુ રજીસ્ટ્રેશન માટે આધાર ઓથેટિંકેશન હવે સ્વેચ્છિક, પરિપત્ર જાહેર

Vaidehi

Last Updated: 05:38 PM, 28 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Aadhaar Authentication: કેન્દ્ર સરકારે હવે જન્મ અને મૃત્યુનાં રજીસ્ટ્રેશન માટે આધારકાર્ડથી ઓથેન્ટિકેશનની પ્રક્રિયાને મંજૂરી આપી છે.

  • જન્મ અને મૃત્યુનું રજીસ્ટ્રેશન હવે સરળ
  • કેન્દ્ર સરકારે આધાર ઓથેન્ટિકેશનને આપી મંજૂરી
  • સ્વૈચ્છિક રીતે આ સુવિધાનો લાભ ઉઠાવી શકાશે

કેન્દ્ર સરકારે જન્મ અને મૃત્યુનાં રજીસ્ટ્રેશન માટે હાલમાં આધાર ઓથેન્ટિકેશનને મંજૂરી આપી દીધી છે અને લોકો માટે આ સુવિધા સ્વૈચ્છિક કરી છે. જો કે જન્મ અને મૃત્યુનાં રજીસ્ટ્રેશન માટે આધાર ફરજિયાત નથી. ટૂંકમાં સરકારે જનરલ ઑફ ઈન્ડિયાની ઑફિસને જન્મ અને મૃત્યુનાં રજીસ્ટ્રેશન માટે આધારનાં વોલેન્ટરી ઉપયોગ કરવાની પરવાનગી આપી છે.

નોટિફિકેશન જારી
ગૃહમંત્રાલયે એક નોટિફિકેશન જારી કરી છે જેમાં કહ્યું છે કે રજીસ્ટ્રેશન જનરલનાં કાર્યાલયની સાથે-સાથે જનગણના કમિશ્નર પણ આ પ્રકારનાં રજીસ્ટ્રેશન માટે આધાર ઓથેન્ટિકેશનને માન્ય ગણી શકે છે અને આ પણ સ્વૈચ્છિક જ રહેશે. જન્મ અને મૃત્યુ રજીસ્ટ્રેશન અધિનિયમ 1969 અંતર્ગત કહેવામાં આવ્યું છે કે નિયુક્ત રજિસ્ટ્રારને રિપોર્ટિંગ ફોર્મ જન્મ કે મૃત્યુમાં માંગવામાં આવેલ માહિતી અને આધાર નંબરનાં ઓથેન્ટિકેશન દરમિયાન સ્વૈચ્છિક આધારની પ્રક્રિયા પર 'હા કે ના' નો વિકલ્પ પસંદ કરવાની પરવાનગી આપવામાં આવશે.

આ મંજૂરી પાછળ સરકારનો ઉદેશ્ય
સરકારે જનતાનાં જીવનને સરળ બનાવવાનાં ઉદેશ્યથી આ પ્રકારનો નિર્ણય લીધો છે. આ વચ્ચે આધાર બનાવતી સંસ્થા UIDAI લોકોને પ્રોત્સાહિત કરી રહી છે કે તેઓ પોતાનો મોબાઈલ નંબર આધાર સાથે લિંક કરે જેથી વધુ સારી રીતે જનતા સામાજિક કલ્યાણ સેવાઓનો લાભ ઊઠાવી શકે.

IT મંત્રાલયે પણ કરી જાહેરાત
સરકારનાં ગુડ ગર્વનેંસ રુલ્સનાં ડ્રાફ્ટમાં રિસર્ચની મદદથી IT મંત્રાલયે જણાવ્યું કે સરકારી મંત્રાલય કે વિભાગો સિવાય કોઈપણ સંસ્થા જે લોકોનાં જીવનને સરળ બનાવવા અને સેવાઓનો લાભ વધુ સક્ષમ રીતે પહોંચાડવાનો ઉદેશ્ય ધરાવે છે તેઓ આધાર ઓથેન્ટિકેશનનનો ઉપયોગ કરી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ