બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / A youth was stabbed to death in public in Madhavapura in Ahmedabad, the police also arrested the accused.

મહામંથન / ગુજરાતમાં હત્યા અને છડકછાપ દાદાગીરીના કિસ્સાનો ચીખપોકાર, આ લુખ્ખાઓને મોટા કોણ કરે છે?

Vishal Khamar

Last Updated: 10:46 PM, 17 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં દિન પ્રતિદિન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જાય છે. ત્યારે અમદાવાદમાં રાત્રીનાં સમયે જાહેરમાં કેટલાક અસામાજીક તત્વોએ યુવકને છરીનાં ઘા મારી મોત નિપજાવ્યું હતું. જે મામલે પોલીસે ચાર લોકોની ધરપકડ પણ કરી છે.

તમે તમારા ઘરમાંથી બહાર નિકળો છો અને તમારા ઘરે તમારી મૃતદેહ જ પાછી આવે તો?, તમે તમારી દુકાન ખોલીને બેઠા છો, અચાનક કોઈ આવે છે, ફાયરિંગ કરીને લૂંટનો પ્રયાસ કરે છે, જાહેર રસ્તા ઉપર ખુલ્લેઆમ ફાયરિંગ કરે છે, તો તમે વિચાર કરો કે એક સામાન્ય વ્યક્તિ તરીકે તમારી હાલત કેવી થાય. તમે કોઈનો ઝઘડો પતાવવા માટે જાવ છો અને લુખ્ખાઓ તમારા ઉપર જ તૂટી પડે તો તમારી હાલત કેવી થાય. 

  • રાજ્યમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો
  • લુખ્ખા તત્વો દિવસે-દિવસે વધુ બેખોફ બનતા જાય છે
  • લુખ્ખાઓ કાયદો-વ્યવસ્થા ઘોળીને પી ગયા છે

અમે આ તમામ પરિસ્થિતિઓ જે આપને જણાવી રહ્યા છીએ એવા તમામ દ્રશ્યો અમદાવાદ સહિત રાજ્યના મહાનગરોમાં લગભગ એકાંતરે કે બે દિવસે જોવા મળે છે. જાહેરમાં જીવલેણ મારામારી થાય છે, જૂની અદાવતમાં પરિવારનો દીકરાની હત્યા થાય છે, બે મહિલાને પશુની જેમ મારવામાં આવે છે, કોઈ જાહેરમાં હથિયાર બતાવે છે, કોઈ વગર કારણે તમારી મોંઘીદાટ થાર ગાડી સળગાવી મારે છે. 

  • ક્યાંક જાહેરમાં ફાયરિંગ થાય છે, તો ક્યાંક હત્યા થાય છે
  • લોકો અને તેના જાન-માલ સલામત છે કે કેમ તે મોટો સવાલ
  • અનેક શહેરી વિસ્તારો છે કે જ્યાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો
  • ઉપર સુધી રજૂઆત છતા પરિસ્થિતિમાં ખાસ ફેર પડતો નથી

આવી તો કેટલીય ઘટનાઓ છે કે જેનું વર્ણન કરીએ તો કદાચ લોહી ઉકળી ઉઠે. હવે વિચાર કરો કે મારુ તમારુ લોહી આટલું ઉકળી ઉઠે તો જેના પર આવા લુખ્ખાઓનો ત્રાસ વીતતો હશે તેની શું હાલત થતી હશે.. હવે પાયાનો સવાલ એ છે કે આવા લુખ્ખાઓને મોટા કરે છે કોણ.. એટલી હદે હિંમત આવે છે કેમ કે જેમાં જાહેરમાં કોઈની હત્યા થઈ જાય અને આરોપીઓને એમ જ હોય કે અમારો તો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે.. એવી સ્થિતિ ક્યારે આવશે કે જયારે કાયદો-વ્યવસ્થાના ડરથી આવા અસામાજિક તત્વો છુપાતા ફરશે.

રાજ્યમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે.  લુખ્ખા તત્વો દિવસે-દિવસે વધુ બેખોફ બનતા જાય છે.  લુખ્ખાઓ કાયદો-વ્યવસ્થા ઘોળીને પી ગયા છે. ક્યાંક જાહેરમાં ફાયરિંગ થાય છે, તો ક્યાંક હત્યા થાય છે. લોકો અને તેના જાન-માલ સલામત છે કે કેમ તે મોટો સવાલ. અનેક શહેરી વિસ્તારો છે કે જ્યાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે.  ઉપર સુધી રજૂઆત છતા પરિસ્થિતિમાં ખાસ ફેર પડતો નથી.  લુખ્ખાઓને કોનું પીઠબળ તે સૌથી મોટો સવાલ છે. 

  • રથયાત્રાના દિવસે ચમનપુરા ગેંગનો વીડિયો વાયરલ થયો હતો
  • હથિયારો સાથે વીડિયો વાયરલ કરનાર 7 આરોપીની ધરપકડ
  • અમદાવાદના બાપુનગરમાં લુખ્ખાઓ બેફામ
  • હથિયારો સાથે જાહેરમાં જોવા મળ્યા

અમદાવાદમાં વધતો આતંક
રથયાત્રાના દિવસે ચમનપુરા ગેંગનો વીડિયો વાયરલ થયો હતો.  હથિયારો સાથે વીડિયો વાયરલ કરનાર 7 આરોપીની ધરપકડ કરી હતી.  અમદાવાદના બાપુનગરમાં લુખ્ખાઓ બેફામ બન્યા છે. હથિયારો સાથે જાહેરમાં જોવા મળ્યા.  બાપુનગર બ્રિજ પાસે હોટલ માલિક સાથે માથાકૂટ કરી હતી.  હોટલમાં જમવા આવેલા પોલીસકર્મી સાથે પણ માથાકૂટ કરી હતી. તેમજ કાર સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો.  બાપુનગરમાં કુલદીપ ભદોરિયા અને પિન્ટુ રાવલની ગેંગનો આતંક છે.  ધારાસભ્યએ પણ પોલીસને રજૂઆત કરી છે. સ્થાનિકો પોલીસને રજૂઆત કરતા પણ ડરી રહ્યા છે.

  • અમદાવાદમાં બે દિવસમાં હત્યાના 4 બનાવ
  • શહેરના માધુપુરા વિસ્તારમાં જાહેરમાં યુવકની હત્યા
  • જૂની અદાવતમાં 4 શખ્સોએ એક વ્યક્તિને મોતને ઘાટ ઉતાર્યો
  • પહેલા આરોપીઓ મૃતક કૃણાલના ઘરે ગયા હતા અને ઝઘડો કર્યો હતો

જિંદગી પણ નથી સલામત
અમદાવાદમાં બે દિવસમાં હત્યાના 4 બનાવ બન્યા હતા.  શહેરના માધુપુરા વિસ્તારમાં જાહેરમાં યુવકની હત્યા થઈ.  જૂની અદાવતમાં 4 શખ્સોએ એક વ્યક્તિને મોતને ઘાટ ઉતાર્યો.  પહેલા આરોપીઓ મૃતક કૃણાલના ઘરે ગયા હતા અને ઝઘડો કર્યો હતો. જે બાદ  કૃણાલના પરિવારે પોલીસને જાણ કરતા આરોપી નિકળી ગયા હતા.  રાત્રે કૃણાલને એકલો જોઈને તેના ઉપર જીવલેણ હુમલો કરીને હત્યા કરી.  

  • પાંડેસરામાં દુકાનમાં ઘૂસીને અસામાજિક તત્વોએ કરી મારામારી
  • નાનપુરામાં યુવકની જાહેરમાં હત્યા
  • પાંડેસરામાં બે મહિલાઓને લુખ્ખાઓએ જાહેરમાં માર માર્યો
  • કામરેજમાં ઉપસરપંચના ખેતરમાં લુખ્ખાઓએ નીલગીરીના વૃક્ષને નુકસાન પહોંચાડ્યું

સુરત પણ અસલામત
પાંડેસરામાં દુકાનમાં ઘૂસીને અસામાજિક તત્વોએ મારામારી કરી હતી. નાનપુરામાં યુવકની જાહેરમાં હત્યા કરી હતી. તેમજ સુરતનાં પાંડેસરામાં બે મહિલાઓને લુખ્ખાઓએ જાહેરમાં માર માર્યો હતો. કામરેજમાં ઉપસરપંચનાં ખેતરમાં લુખ્ખાઓએ નીલગીરીનાં વૃક્ષને નુકશાન પહોંચાડ્યું હતું.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ