બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / A youth playing a cricket match in Noida, Uttar Pradesh died of a sudden heart attack while running

OMG / ખૌફનાક VIDE0: રન લેવા માટે દોડ્યો ખેલાડી, અચાનક જ આવ્યો હાર્ટઍટેક-મેદાન પર જ મોત

Pravin Joshi

Last Updated: 11:26 AM, 10 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિકાસ નેગી નોઈડાના સેક્ટર-135 સ્ટેડિયમમાં તેના મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યો હતો. ત્યારે અચાનક તેને છાતીમાં દુખાવો અને હાર્ટ એટેક આવ્યો. હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો

  • ઉત્તર પ્રદેશના નોઈડામાં ક્રિકેટ મેચ રમી રહેલા એક યુવકનું નિધન
  • એક યુવકનું દોડતી વખતે અચાનક હાર્ટ એટેકથી મોત થયું
  • ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો

ઉત્તર પ્રદેશના નોઈડામાં ક્રિકેટ મેચ રમી રહેલા એક યુવકનું દોડતી વખતે અચાનક હાર્ટ એટેકથી મોત થઈ ગયું.આ ઘટના પોલીસ સ્ટેશન એક્સપ્રેસ વે વિસ્તારના સેક્ટર 135માં બની હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના 6 જાન્યુઆરી શનિવારના રોજ બની હતી. કહેવાય છે કે નોઈડાના સેક્ટર-135માં બનેલા સ્ટેડિયમની અંદર કેટલાક લોકો મેચ રમી રહ્યા હતા. આ દરમિયાન મૂળ ઉત્તરાખંડનો 36 વર્ષીય વિકાસ નેગી બેટિંગ કરવા આવ્યો હતો. રમત દરમિયાન નોન-સ્ટ્રાઈક છેડે ઉભો રહેલો વિકાસ રન લેવા દોડ્યો, પરંતુ જ્યારે તે અડધી પીચ પર પહોંચ્યો ત્યાં સુધીમાં બોલ બાઉન્ડ્રીની બહાર ગયો અને ચાર રન થઈ ગયા. અડધી પીચમાંથી નોન-સ્ટ્રાઈક એન્ડ તરફ પરત ફરતી વખતે વિકાસ અચાનક પડી ગયો હતો.વિકાસને પડતા જોઈ તેના સાથી ખેલાડીઓ તેની પાસે દોડી આવ્યા હતા. બેભાન અવસ્થામાં તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

 

ક્રિકેટ રમતી વખતે તે અચાનક જ હાર્ટ એટેક આવ્યો

આ સમગ્ર મામલાની માહિતી આપતા નોઈડા પોલીસે જણાવ્યું કે મૃતકો મૂળ ઉત્તરાખંડના રહેવાસી હતા. હાલ રોહિણી, દિલ્હીમાં રહે છે. ક્રિકેટ રમતી વખતે તે અચાનક જ હાર્ટ એટેકને કારણે પીચ પર પડી ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, વિકાસ નેગી નોઈડાની એક કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કરતો હતો.આ છે હાર્ટ એટેક પાછળના સૌથી મોટા 5 કારણ, ભૂલથી પણ નજરઅંદાજ કર્યા તો ગયા  કામથી! 5 major reasons for heart attack

વધુ વાંચો : ઘરડાં થાઓ ત્યારે કેન્સરથી બચવું હોય તો અત્યારથી જ આ વાતો પર આપો ધ્યાન

બેડમિન્ટન રમતી વખતે મોત થયું હતું

જૂન 2023 ની વાત છે. નોઈડામાં બેડમિન્ટન રમતા એક ખેલાડીને પણ હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેનું મોત થયું હતું. આ ઘટના નોઈડાના સેક્ટર-21-એ સ્થિત ઈન્ડોર સ્ટેડિયમમાં બની હતી. અહીં બેડમિન્ટન ખેલાડી મહેન્દ્ર (52 વર્ષ) તેના મિત્રો સાથે બેડમિન્ટન રમી રહ્યો હતો. ત્યારે અચાનક તેને છાતીમાં દુખાવો થયો અને તે નીચે પડી ગયો. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ મહેન્દ્રને મૃત જાહેર કર્યો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ