બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / A youth from Rajkot cut his life short by jumping into Aji river, made a video before taking the final step

હૃદયદ્વાવક ઘટના / 'મમ્મી આઈ લવ યુ, હું કંટાળી ગયો છું...' રાજકોટના યુવકે આજી નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું, અંતિમ પગલું ભરતા પહેલા બનાવ્યો વીડિયો

Priyakant

Last Updated: 03:09 PM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot Young Boy Suicide News: રાજકોટના આજીડેમમાં ઝંપલાવી યુવકે કર્યો આપઘાત, ઓનલાઇન તીનપત્તી ગેમમાં યુવક એક લાખથી વધુ ગુમાવ્યા, માત્ર આ જ કારણ નહિ અન્ય પણ કેટલાક કારણોને લઈને આપઘાત

  • આજીડેમમાં ઝંપલાવી યુવકનો આપઘાત
  • આપઘાત પહેલાનો યુવકનો વીડિયો સામે આવ્યો
  • ઓનલાઈન ગેમમાં રૂપિયા ગુમાવતા જીવન ટૂંકાવ્યું

રાજકોટના આજીડેમમાં ઝંપલાવી યુવકે આપઘાત કર્યાની ઘટનાની ચકચાર મચી ગઈ છે. આ તરફ હવે આપઘાત પહેલા યુવકે બનાવેલો વીડિયો સામે આવ્યો છે. આ વિડીયોમાં યુવકે આપઘાત પાછળનું કારણ જણાવ્યું છે. વિગતો મુજબ ઓનલાઈન તીનપત્તી ગેમમાં યુવકે લાખો રૂપિયા ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ તરફ હવે ફાયર વિભાગની ટીમે યુવકના મૃતદેહની શોધખોળ હાથ ધરી છે.  

રંગીલા રાજકોટમાં ફરી એકવાર આપઘાતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ એક યુવકે વિડીયો બનાવી આજી નદીમાં ઝંપલાવી પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ યુવકે આપઘાત કરતાં પહેલા એક વિડીયો બનાવ્યો હતો. આ વિડીયોમાં તેણે ઓનલાઈન તીનપત્તી ગેમમાં લાખો રૂપિયા ગુમાવ્યાનું કહ્યું છે. આ સાથે માત્ર ગેમમાં પૈસા હારી જવાનું નહીં પણ અન્ય પણ કેટલાક કારણોને લઈને આપઘાત કરું છું તેવું વિડીયોમાં સંભળાઈ રહ્યું છે. 

યુવકે વિડીયોમાં શું કહ્યું ? 
આપઘાત કરનાર યુવકે કહ્યું કે, મારી પાસે એટલા પાપ થઈ ગયા છે ને કે એ હું શબ્દોમાં બયાન નથી કરી શકતો, આજી નદી છે, હું કૂદું છું, મારી જાન દઉં છું, કોઈનો કાંઇ વાંક નથી. મારા શેઠ બધા સારા હતા, એના 65,000 રૂપિયા, હર્ષના 30,000, અશ્વિનભાઈના 20,000 અને 15,000 એના શેરના ઓનલાઈન તીનપત્તીમાં હું હારી ગયો, એટલે જાન નથી દેતો, કારણ છે કેટલાય, હું જિંદગીથી હવે થાકી ગયો છું, હવે હું સ્યુસાઇડ કરવા માંગુ છું આ નદીમાં. બહુ થઈ ગયું, પપ્પા-મમ્મી આઇ લવ યુ. હસતાં રહેજો, અને બની શકે તો, મને માફ કરી દેજો, અને મારા વગર જિંદગી જીવવાનો ટ્રાય કરજો પ્લીઝ..

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ