બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / A young man's heart stopped in Rajkot, he suffered a heart attack while working in a factory, he died

સિલસિલો / રાજકોટમાં 24 વર્ષીય યુવકનું હ્રદય પડ્યું બંધ, કારખાનામાં કામ કરતાં કરતાં આવ્યો હાર્ટ એટેક, થયું મોત

Vishal Khamar

Last Updated: 06:56 PM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી યુવાનોનાં હ્રદય બંધ પડી જતા મોત નિપજવામાં બનાવોમાં વધારો થઈ રહ્યો છે. આજે રાજકોટમાં વધુ એક 24 વર્ષીય યુવકનું મોત નિપજતા પરિવારજનો તેમજ યુવકનાં મિત્ર વર્તુળમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. રાજકોટમાં ચાર દિવસ અગાઉ જ એક યુવતિ સહિત ત્રણ લોકોનાં હાર્ટ એટેકને કારણે મોત થયા હતા.

  • રાજકોટમાં 24 વર્ષીય વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત
  • કારખાનામાં કામ કરતા મુકેશ વઘાસિયા નામનાં યુવકનું થયું મોત
  • હાર્ટ અટેકથી મોત થયાનું સિવિલમાં તબીબોએ જાહેર કર્યુ 

 રાજકોટ શહેરમાં આવેલ કારખાનામાં કામ કરતો યુવક મુકેશ વધાસિયા તેનાં નિત્યક્રમ મુજબ કારખાને જવા નીકળ્યો હતો. જે બાદ કારખાને પહોચ્યા બાદ મુકેશ કામ કરી રહ્યો હતો. તે દરમ્યાન અચાનક જ તે ઢળી પડતા આજુબાજુમાં કામ કરી રહેલા લોકો તાત્કાલીક દોડી આવ્યા હતા. અને મુકેશને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. 

હ્રદય રોગનો હુમલો આવ્યા બાદ મોત થયાનું ર્ડાક્ટરોએ જાહેર કર્યું
કારખાનામાં મુકેશ સાથે કામ કરી રહેલ તેનાં મિત્રો તેમજ અન્ય લોકો મુકેશને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. જે બાદ હોસ્પિટલનાં ફરજ પર હાજર રહેલ ર્ડાક્ટર દ્વારા મુકેશને તપાસતા તેનું મોત નિપજ્યું હોવાનું જણાવ્યું હતું.  જે બાદ મૃતદેહને પીએમ અર્થે  ખસેડવામાં આવ્યો હતો. પીએમ બાદ સિવિલનાં તબીબોએ જણાવ્યું હતું કે, યુવકનું મોત હ્રદય રોગનો હુમલો આવ્યા બાદ મોત થયાનું ર્ડાક્ટરોએ જાહેર કર્યું હતું. 

8 સપ્ટેમ્બરનાં રોજ 3 લોકોનાં હાર્ટ એટેકથી મોત નિપજ્યા હતા

જન્માષ્ટમીનાં બીજા દિવસે 24 કલાકમાં 3 લોકોનાં હાર્ટ એટેકથી મોત નિપજ્યા હતા

8 સપ્ટેમ્બરનાં રોજ રાજકોટમાં હાર્ટએટેકની ઘટનામાં 3 લોકોના મોત થતાં ચકચાર મચી ગઈ છે.  જેમાં રાજકોટમાં બે યુવક અને એક યુવતી સહિત ત્રણ વ્યક્તિના હાર્ટ એટેકથી મોત થાય હતા.  એક યુવકનું જન્માષ્ટમીના કાર્યક્રમ દરમિયાન અને એક યુવકનું તેના ઘરે જ તેમજ એક યુવતીનું જન્માષ્ટમીના મેળામાં ચકડોળમાંથી નીચે ઉતર્યા બાદ હાર્ટએટેક આવતા મોત થયું હતુ.

હાર્ટ એટેકના લક્ષણોને ઓળખવા જરુરી 
તમારા શરીરમાં કોઇપણ ભાગમાં દુખાવો કે બેચેની થઇ રહી હોય તો તમારે પહેલા ડોક્ટરને સંપર્ક કરવો જોઇએ. જો તમને છાતીમાં ભાર, જકડણ, બળતરા, દુખાવો જેવી સમસ્યા હોય તો આ તમારા હાર્ટ એટેકનું કારણ બની શકે છે. ઉબકો આવે અથવા ધળકન વધે તો તમારે તરત જ પોતાની સારવાર કરાવી જોઇએ. 

એમ્બ્યુલન્સ અથવા કોઇ નજીકની વ્યક્તિને ફોન કરીને બોલાવો 
જો તમે એકલા રહેતા હોય અને તમારા શરીરમાં કોઇ પણ રીતની મુશ્કેલી અનુભવો તો એમ્બ્યુલન્સ અથવા કોઇ મિત્ર, અથવા નજીકની વ્યક્તિને બોલાવી લો. તેમની સાથે ઝડપથી ડોક્ટર પાસે જાઓ. 
જીભ નીચે Aspirin ટેબલેટ દબાવો
જીભની નીચે સોર્બિટ્રેટ એસ્પિરિન ટેબલેટ (aspirin tablet 300 mg) અથવા ક્લોપિડોગ્રેલ (Clopidogrel 300 mg)અથવા એટોરવાસ્ટેટિન (Atorvastatin 80 mg) ટેબલેટ આરામથી દબાવી રાખો. જો તમે આ વસ્તુને હાર્ટ એટેક આવવાના 30 મિનિટની અંદર કરવામાં આવે તો આનો તરત ફાયદો મળશે. એસ્પિરિન બ્લડ ક્લોટ થવાથી રોકે છે. તે સાથે જ આ આર્ટરીમાં બ્લોકેજ થવાથી પણ રોકે છે. 

સૂઇ જાઓ અને પગ નીચે તકિયો રાખી લો
હાર્ટ એટેક આવે તે દરમિયાન વધારે પેનિક થવાની સ્થિતિ ખરાબ થઇ શકે છે. બ્લડ પ્રેશરવાળા દર્દીઓ આ દરમિયાન પરસેવો અને ચક્કર આવવાની ફરિયાદ હોય છે. તેવામાં જ્યારે પણ બીપી માપી લો તો એસ્પિરિન ખાવાથી બચો. કારણ કે તેનાથી બીપી ઓછુ થઇ શકે છે. તેથી આવી સ્થિતિમાં સૌથી સારુ એ છે કે દર્દીએ આરામથી સૂઇને પગની નીચે તકિયો દબાવી લેવો. સૌથી જરુરી છે કે આ દરમિયાન ધીરેથી શ્વાસ લેવો, પંખોની નીચે અથવા બારીની સામે સુઇ જાઓ. આમ કરવાથી હૃદયને યોગ્ય માત્રામાં ઓક્સિજન મળતુ રહેશે. 
 
પુરુષો- મહિલાઓમાં હાર્ટ એટેકના અલગ-અલગ લક્ષણ 
સંશોધકો મુજબ, સ્ત્રીઓમાં હાર્ટ એટેકનું જોખમ વધુ હોય છે. છાતીમાં દુખાવો-જકડવું અને શ્વાસ લેવામાં તકલીફ પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં જોવા મળે છે. તેના કેટલાક લક્ષણો અલગ રીતે જોવામાં આવ્યા છે.
શું મહિલાઓમાં હાર્ટ એટેક છે જીવલેણ 
અમેરિકન હાર્ટ એસોસિએશનના રિપોર્ટ અનુસાર, હાર્ટ એટેકના એક વર્ષના તફાવતમાં પુરૂષો કરતા મહિલાઓના મૃત્યુનું જોખમ વધારે છે. હાર્ટ એટેકના કારણે હોસ્પિટલમાં દાખલ થયેલા 65 વર્ષ કે તેથી વધુ વયના 50,000 દર્દીઓનો અભ્યાસ કર્યા બાદ આ બાબતો સમજાઈ છે. આ રિપોર્ટ અનુસાર, પ્રથમ હાર્ટ એટેકના 5 વર્ષમાં મૃત્યુ, હાર્ટ ફેલ્યોર અથવા સ્ટ્રોકનું જોખમ 47% જોવા મળ્યું છે, જ્યારે પુરુષોમાં તે 36% સુધી હોઈ શકે છે.

મહિલાઓ-પુરુષોમાં હાર્ટ એટેકેના લક્ષણ
સંશોધકોનું માનવું છે કે, પુરુષો અને સ્ત્રીઓમાં હાર્ટ એટેકના લક્ષણો અલગ અલગ હોઈ શકે છે. હાર્ટ એટેકનું સૌથી સામાન્ય લક્ષણ છાતીમાં દુખાવો છે. આ લક્ષણ પુરુષોમાં વધુ જોવા મળે છે. હાર્ટ એટેકથી પીડિત 50 ટકા મહિલાઓમાં જ આ સમસ્યા જોવા મળી છે.

પુરુષોમાં હાર્ટ એટેકના લક્ષણો

છાતીમાં દુખાવો અથવા બેચેની
શ્વાસની સમસ્યા
ડાબા જડબામાં દુખાવો
ઉબકા

સ્ત્રીઓમાં હાર્ટ એટેકના લક્ષણો

સ્ત્રીઓને પીઠ ગરદન અથવા જડબામાં દુખાવો
હાર્ટબર્ન
ચક્કર, 
ઉબકા
શ્વાસની તકલીફ અને પરસેવો
 

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ