બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / A young man married two young women in Tonk district of Rajasthan

એક વિવાહ ઐસા ભી / રાજસ્થાનમાં એક યુવકે બે સગી બહેનો સાથે કર્યા લગ્ન, મોટી બહેને રાખી હતી અજબ ગજબ શરત, વરરાજાના ચારેયકોર વખાણ

Kishor

Last Updated: 09:06 PM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના ટોંક જિલ્લામાં એક યુવાને બે સગી બહેનો સાથે ધાર્મિક વિધિવિધાન મુજબ લગ્ન કર્યા હતા.જે હાલ ચર્ચાનું કારણ બન્યા છે.

  • રાજસ્થાનના ટોંક જિલ્લામાં અનોખા લગ્ન યોજાયા
  • એક યુવકે બે સગી બહેનો સાથે લગ્ન કર્યા
  • યુવાનના પરિવાર, મિત્રો અને સમાજના લોકો આ આનોખા લગ્નમાં સહભાગી થયા

રાજસ્થાનના ટોંક જિલ્લામાં અનોખા લગ્ન યોજાયા હતા. જેમાં એક યુવકે બે યુવતીઓ સાથે લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે. હરિઓમ મીણા નામના ભણેલ-ગણેલ યુવકે બે બહેનો સાથે લગ્ન કર્યા હતા જેને લઈને આ લગ્નનો પ્રસંગ ચર્ચાનો વિષય બન્યો હતો. ખાસ વાત એ છે કે આ લગ્નની કંકોત્રી પણ છાપવામાં આવી હતી અને હરિઓમ મીણાનો પરિવાર, મિત્રો અને સમાજના લોકો આ આનોખા લગ્નમાં સહભાગી થયા હતા.

A young man married two young women in Tonk district of Rajasthan

વાત સાંભળી પરિવાર થયો હેરાન
ઉનિયારા ખાતેના મોરઝાલા જોપડીયા ગામેથી સામે આવેલ આ કિસ્સાની વિગત એવી છે કે હરિઓમ મીણાના પરિવારજનો તેના લગ્ન માટે કન્યા શોધી રહ્યા હતા. આ દરમિયાન સીદડા ગામમાં રહેતા બાબુલાલ મીણાની મોટી દીકરી કાંતા સાથે તેની વાત ચાલી હતી. જેને લઇને યુવકનો પરિવાર સીદડા ગામે ગયો હતો જે વેળાએ યુવતી કાંતાએ પરિવારજનોને કહ્યું હતું કે તે પોતાની માનસિક અસ્વસ્થ બહેન સુમનને ખૂબ પ્રેમ કરે છે. વધુમાં દિલની વાત કરતા કાંતાએ જણાવ્યું કે તે એ જ યુવક સાથે લગ્ન કરશે જે બે બહેનો સાથે લગ્ન કરશે.

A young man married two young women in Tonk district of Rajasthan

એક પત્ની બીએડ તો એક પત્ની 8 ધોરણ પાસ

યુવતીની આ શરત સાંભળીને યુવકના પરિવારજનો હેરાન થઈ ગયા હતા. પરંતુ પછી યુવતીએ કહ્યું કે તે પોતાની બહેનનું જિંદગીભર ધ્યાન રાખવા માંગે છે. આથી પરિવારજનોએ બંને બહેનોના અતૂટ પ્રેમનો અહેસાસ થયો અને બાદમાં લગ્ન માટે તૈયારી દર્શાવી હતી.હરિઓમના પરિવારજનોએ આ લગ્નને ધામધૂમથી પૂરા કરાવ્યા હતા અને લગ્ન મામલે કાર્ડ પણ છપાવ્યા હતા જેમાં કન્યા તરીકે બંને બહેનોના નામનો ઉલ્લેખ કરાયો હતો. વધુમાં મંડપમાં પણ બંને બહેનોએ ફેરા ફર્યા હતા અને પરંપરા મુજબ ગૃહ પ્રવેશ પણ કર્યો હતો. હરિઓમેં જણાવ્યું કે પોતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે. તો તેની પત્ની કાંતા ઉર્દુમાં બીએડ થયેલ છે. તેમજ તેની બહેન સુમને માત્ર 8 ચોપડી સુધીનો અભ્યાસ કર્યો છે. હરિઓમે  જણાવ્યું કે પ્રથમ મિત્ર વર્તુળમાં આ વાત અંગે ચર્ચા કરતા તમામ લોકોએ સમજી વિચારી નિર્ણય કરવા સલાહ આપી હતી અને અમુક લોકોએ મજાક પણ ઉડાવી હતી. પરંતુ હવે હરિઓમના પરિવારના આ પગલાને લોકો આવકારી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ