બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / A young man died in an accident near Shivranjani Bridge in Ahmedabad
Last Updated: 07:38 AM, 10 August 2023
ADVERTISEMENT
અમદાવાદ શહેરમાં અકસ્માતો થવાનો સિલસિલો બંધ થવાનું નામ જ ન લેતો હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં અકસ્માતોની વણઝાર લાગી હોય તેમ એક પછી એક અકસ્માતોની ઘટના સામે આવી રહી છે. ઇસ્કોન બ્રિજ પર બનેલી ઘટનાની શાહી હજુ સુકાઈ નથીને અમદાવાદમાં વધુ એક અકસ્માત સર્જાયો છે. અમદાવાદના શિવરંજની બ્રિજ પાસે અકસ્માતમાં એક યુવકનું મોત નિપજ્યું છે.
ADVERTISEMENT
શિવરંજની બ્રિજ પાસે અકસ્માત
પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના શિવરંજની બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો. શિવરંજની બ્રિજ પાસે ફૂલ સ્પીડમાં આવી રહેલા બાઈકચાલકે રસ્તો ક્રોસ કરી રહેલા રાહદારી યુવકને ટક્કર મારી હતી. આ અકસ્માતને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. જે બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
રસ્તો ક્રોસ કરી રહેલા રાહાદરીને ચાલકે મારી ટક્કર
જ્યાં સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ નિપજ્યું છે. આ અંગેની જાણ થતાંની સાથે જ સેટેલાઈટ પોલસ સ્ટેશનની ટીમ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. હાલ પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધાઈને તપાસ હાથ ધરવામાં આવી છે.
શેલામાં સર્જાયો હતો અકસ્માત
આપને જણાવી દઈએ કે, 8 ઓગસ્ટે રાતે પણ અમદાવાદના શેલા વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો. જેમાં હેરિયર કારના ચાલકે પૂરઝડપે અને ગફલતભેર કાર ચલાવી ત્રણ વાહનોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ એક મહિલા સામાન્ય ઈજાગ્રસ્ત થઈ હતી. જેમાં બે ગાડીને ભારે નુકસાન થયું હતું જ્યારે એક કારને સામાન્ય નુકસાન થયું હતું. જે બાદ પોલીસે કારચાલકને ગણતરીની કલાકમાં ઝડપી પાડવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.