બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / ભાવનગર / A young man committed suicide outside his girlfriend's house in Bhavnagar

અધુરી પ્રેમ કહાની / 'આ મારો છેલ્લો VIDEO છે, તમને જેલના સળિયા...', પ્રેમિકાના ઘરની બહાર જ યુવકનો આપઘાત, ભાવનગરમાં લવસ્ટોરીનો શૉકિંગ કેસ

Malay

Last Updated: 04:09 PM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bhavnagar News: ભાવનગરમાં એક યુવકે પ્રેમિકાના ઘરની સામે ઝેરી દવા પીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

  • પ્રેમિકાના ઘરની સામે યુવકે કર્યો આપઘાત
  • આપઘાત પહેલા યુવકે બનાવ્યો વીડિયો
  • વીડિયોમાં યુવતીના પરિવારને દોષિત ગણાવ્યાં
  • પરિવારે સંબંધ માટે ઈનકાર કરતા યુવકનો આપઘાત

ગુજરાતમાં આપઘાતના કિસ્સામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ભાવનગરમાંથી વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. ભાવનગરના અધેલાઈ ખાતે આપઘાતની ઘટનાનો અજબ-ગજબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં પ્રેમિકાના પરિવારે લગ્ન માટે ઈનકાર કરતા પ્રેમીએ પ્રેમીકાના ઘરની સામે જ ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવ્યું છે. આપઘાત કરતા પહેલા યુવકે એક વીડિયો પણ બનાવ્યો હતો. વીડિયોમાં યુવકે બે-ત્રણ લોકોને દોષિત ગણાવ્યા હતા.

આપઘાત કરતા પહેલા બનાવ્યો વીડિયો
આત્મહત્યા કરતા પહેલા બનાવેલા વીડિયોમાં યુવકે કહ્યું કે, 'વિજયભાઈ વલ્લભભાઈ ઝાંપડિયા અને સંજય દાદા હું તમારા બંનેના કારણે આપઘાત કરું છું. તમે બંને મને હેરાન કરતા હતા, મને ભાવનગર હીરા ઘસવા આવવા નહોતા દેતા. હું અને તમારી દિકરી બંને ભાગી ગયા ત્યારે તમે કહ્યું હતું કે હું 10 દિવસમાં લગ્ન કરાવી દઈશ, પરંતુ 2 મહિના થવા છતાં લગ્ન કરાવ્યા નથી, એટલે હું મરી જાવ છું. વિજયભાઈ વલ્લભભાઈ તમે ધ્યાન રાખજો તમને જેલના સળિયા ગણાવવાના છે, બસ આ મારો છેલ્લો વીડિયો છે.'
 

 

શું છે સમગ્ર મામલો?
ભાવનગરના અધેલાઈ ખાતે રહેતા રોશન દિનેશભાઈ તલાવીયાને ગામની એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. જે બાદ યુવતી ઘરેથી ભાગીને રોશનના ઘરે રહેવા જતી રહી હતી. જેથી યુવતીના પરિવારજનો બંનેના લગ્ન કરાવવી આપવાનું કહીને યુવતીને પરત ઘરે લઈ ગયા હતા. જોકે, બાદમાં યુવતીના પરિવાજનો ફરી ગયા હતા અને લગ્નનો ઇનકાર કર્યો હતો. 
 

મૃતક યુવક

યુવતીના પરિવારે લગ્ન માટે ઈનકાર કરતા યુવકનો આપઘાત
જેથી રોશન તલાવીયાએ યુવતીના ઘરની સામે ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. યુવકે આપઘાત કરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેણે બે-ત્રણ વ્યક્તિઓ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. હાલ પોલીસે આ વીડિયોને આધારે તપાસ હાથ ધરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ