બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / A young man committed suicide by hanging himself while losing money in an online game in Panchmahal

આપઘાત / ઓનલાઈન ગેમના કારણે વધુ એક યુવકે કર્યો આપઘાત: ગોધરામાં સુસાઇડ નોટ મળતા થયો ખુલાસો, આવી જ ગેમો પર હવે ભારે ટેક્સ લગાવશે સરકાર

Vishal Khamar

Last Updated: 03:58 PM, 12 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંચમહાલમાં ઓનલાઈન ગેમનાં કારણે યુવાન જીંદગીની ગેમ હારી ગયો હતો. ગેમ રતમતા એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જતા યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે રેલવે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

  • પંચમહાલમાં ઓનલાઈન ગેમના કારણે યુવાન જિંદગીની ગેમ હારી ગયો 
  • ગેમ રમતા એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જતા યુવકે ગળે ફાંસો ખાધો
  • ગેમમાં 3 લાખ રૂપિયા હારી જતા પરપ્રાંતિય યુવકે ભર્યું પગલું

ઓનલાઈન જુગારની ગેમ રમતા એક યુવક જિંદગીની ગેમ હારી બેઠો હોવાનો સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો પંચમહાલથી સામે આવ્યો છે. જ્યાં એક યુવાન ગેંમ માં પૈસા હારી જતા ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.

એક યુવકે સુસાઈડ નોટ લખી આપઘાત કર્યો
આજકાલ ઓનલાઈન ગેમિંગ ના રવાડે ચડેલા યુવાનો દેવા ના ડુંગર તળે દબાઈ જતા અંતિમ પગલું ભરતા અચકાતા નથી.અને તેમાંય ઓનલાઈન જુગાર રમાડતી એપ્લિકેશન ની જ્યારે ભરમાર જોવા મળી રહી છે ત્યારે આવા સમયે મોબાઈલ વપરાશકર્તાઓ આવી એપ્લિકેશન ની જાળ માં ફસાઈ જતા જોવા મળે છે.આવો જ એક બનાવ પંચમહાલ થી સામે આવ્યો જ્યાં એક યુવાન રમી ગેમ રમતા એકાઉન્ટ માંથી પૈસા કપાઈ જતા એક સુસાઇડ નોટ લખી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા નું પગલું ભર્યું છે.

યુવક કમાયેલા પૈસા ગેમમાં હારી ગયો
પંચમહાલના ગોધરા રેલવે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ બાકરોલ રેલવે સ્ટેશન નજીક ઝૂંપડું બાંધી રેલવેના કોન્ટ્રાક્ટમાં મજૂરી કામ કરતા મધ્યપ્રદેશના જાંબુઆના 30 વર્ષીય વિનોદ પારધી નામના યુવકને ઓનલાઈન રમી નામની ગેમ નો એવો ચસ્કો હતો કે તે પોતાની મજૂરી થી કમાયેલા પૈસા આવી ગેમ માં રોકી જુગાર રમતો હતો. કેટલીક વખત સારા પૈસા મળતા પોતાની બચતના અંદાજીત 3 લાખ રૂપિયા જેટલી માતબર રકમ દાવ પર લગાડી હતી.

યુવકનાં પરિવારજનોમાં શોકનો માહોલ

પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ
જે રકમ હારી જતા વિનોદ ડિપ્રેસનમાં આવી ગયો હતો. પોતે હવે શું કરશે અને પરિવારને શુ મોઢું બતાવશે તેવા વિચારોથી ઘેરાયેલા વિનોદે પોતે એક સુસાઇડ નોટ લખી તેમાં પોતાની વ્યથા વર્ણવી પોતે જ્યાં રહેતો હતો. તે ઝૂંપડપટ્ટી ની સામે રેલવેના નવા બનેલ કવાર્ટરની જાળી પર દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું. પરિવારના આધારસ્તંભ જેવા વિનોદના મોતના સમાચાર સાંભળી પરિવારજનોમાં ઘેરા શોક ની લાગણી વ્યાપી ગઈ હતી. ઘટના ને પગલે ગોધરા રેલવે પોલીસે વિનોદનાં મૃતદેહને પી.એમ અર્થે મોકલી સુસાઇડ નોટ કબજે કરી વધુ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

કેસિનો, ઓનલાઈન ગેમ પરનો 28 ટકા જીએસટી યથાવત રખાયો

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામણની અધ્યક્ષતામાં મળેલી જીએસટી કાઉન્સિલની 51મી બેઠકમાં કેસિનો, ઓનલાઈન ગેમ પરનો 28 ટકા જીએસટી યથાવત રાખવાનો નિર્ણય લેવાયો હતો. જોકે ચર્ચા હતી કે બેઠકમાં આ બે સર્વિસ પરનો જીએસટી ઘટાડવામાં આવી શકે છે પરંતુ કાઉન્સિલે કોઈ રાહત આપી નથી. રાહતની વાત ગણો તો સમય છે કારણ કે કાઉન્સિલે કેસિનો, ઘોડદોડ અને ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા જીએસટી લાગુ પાડવાની તારીખ 1 ઓક્ટોબર ગણાવી છે એટલે કે હજુ જીએસટી લાગુ પડવામાં 2 મહિના જેટલો સમય છે. 

એપ્રિલ 2024માં 28 ટકા જીએસટીની સમીક્ષા થશે 
જીએસટી કાઉન્સિલની બેઠક બાદ પત્રકારોને માહિતી આપતાં સીતારામણે કહ્યું કે ઓનલાઈન ગેમિંગ પર 28% ટેક્સ 1 ઓક્ટોબરથી લાગુ થશે. જોકે લાગુ પડ્યાંના 6 મહિના બાદ એટલે કે એપ્રિલ 2024માં 28 ટકા જીએસટીની સમીક્ષા થશે અને તે પ્રમાણે આગળનો નિર્ણય લેવામાં આવશે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ