બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A young farmer in Disa of Banaskantha succeeded in the cultivation of sweet potato

બનાસકાંઠા / કાંટ ગામના ખેડૂતે શક્કરટેટીમાં કાઠું કાઢ્યું, 1 લાખના ખર્ચની સામે મેળવી આટલા લાખની મબલક આવક, અનુભવ કર્યો શેર

Kishor

Last Updated: 10:43 PM, 9 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાના ડીસામાં એક યુવા ખેડૂતે શક્કરટેટીની ખેતીમાં કાઠું કાઢ્યું છે. યુવકે એક હેક્ટર જમીનમાં માત્ર એક લાખ રૂપિયાના ખર્ચમાં આઠ લાખ જેટલી મબલક આવક મેળવી છે.

  • બનાસકાંઠાનો યુવા પ્રગતિશીલ ખેડૂત
  • આધુનિક ખેતી કરી કમાય છે લાખો
  • અન્ય ખેડૂતોને પણ આપી પ્રેરાયા

બનાસકાંઠા જિલ્લો આમ તો પછાત માનવામાં આવે છે પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પોતાની શૂઝબૂજથી ખેતીમાં લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ત્યારે ડીસા તાલુકાના કાંટ ગામે રહેતો આર્યન ચૌધરી નામનો યુવાન અને તેના પિતા પણ વર્ષોથી ખેતી સાથે સંકળાયેલ છે. આ યુવકે 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે પરંતુ નાનપણમાં જ તેને ખેતીમાં રસ હોવાથી બારમા ધોરણ પછી તેણે અભ્યાસ છોડી દઇ પોતાનું મન ખેતીના વ્યવસાયમાં કેન્દ્રિત કર્યું હતું.

 


60 દિવસની અંદર સારી કમાણી

શરૂઆતમાં બીબાઢાળ અને પરંપરાગત ખેતી કરી પરંતુ છેલ્લા ચાર પાંચ વર્ષ થી તેને ખેતીમાં આધુનિક સાધન સામગ્રીનો ઉપયોગ કરી બાગાયતી પાક પર હાથ અજમાવ્યો અને આ વર્ષે તેણે એક હેક્ટર જમીનમાં શક્કરટેટનું વાવેતર કર્યું હતું અને માત્ર 60 દિવસની અંદર જ એક લાખ રૂપિયાના ખર્ચની સામે આઠ લાખ રૂપિયા જેટલી મબલક આવક મેળવી છે. શક્કરટેટીની કરેલી ખેતીની પદ્ધતિ જાણીએ તો આ પાક 60 દિવસમાં તૈયાર થયો છે જેમાં સૌપ્રથમ આ યુવા ખેડૂતે એક હેક્ટર જમીનમાં અઢીથી ત્રણ કલાક સુધી ટ્રેક્ટર દ્વારા ખેડાઈ કર્યા બાદ 50 કિલોની 6 થેલી ખાતરનો ઉપયોગ કરી 800 ગ્રામ બિયારણનું મલચિંગ પદ્ધતિથી વાવેતર કર્યું હતું.


શ્રીનગર ખાતે શક્કરટેટીનું વેચાણ કર્યું

બાદમાં દર બે દિવસે એક કલાક ટપક પદ્ધતિથી પાણી આપ્યું હતુ, આ પાકમાં રોગ જીવાત ન થાય તેના કંટ્રોલ માટે અંદાજિત 15000 રૂપિયા લની દવાનો છંટકાવ કર્યો હતો અને શરૂઆતમાં 15 દિવસ અને પાક તૈયાર થઈ ગયા બાદ એના 15 દિવસ રોજના 6-6 કલાક ચાર માણસો દ્વારા મજૂરી કામ કરાવી આ પાક તૈયાર થયો છે. 60 દિવસ બાદ એક હેક્ટર જમીનમાં 40 થી 45 ટન જેટલી ટેટીનું ઉત્પાદન થયું છે. હાલ શક્કરટેટીનો હોલસેલમાં 20 થી 22 રૂપિયા કિલો વેચાણ થઈ રહ્યું છે જેથી આ યુવકને એક હેક્ટર જમીનમાંથી અંદાજિત 8 થી સાડા આઠ લાખ રૂપિયાની આવક થઈ છે. ડીસા પંથકમાં થતી શક્કરટેટીની માંગ સૌથી વધુ કાશ્મીરમાં રહે છે. ₹20 ના કિલોના ભાવથી શ્રીનગર ખાતે શક્કરટેટીનું વેચાણ કર્યું છે. આ શક્કરટેટી સાઈઝમાં અને ખૂબ કડક હોવાથી અઠવાડિયાથી દસ દિવસ સુધી તેની ક્વોલિટીમાં કોઈ ફેર પડતો નથી. જેથી અન્ય રાજ્યોમાં તેનો નિકાસ કરવો પણ ખૂબ જ સરળ રહે છે, અન્ય ખેડૂતોને માર્ગદર્શન આપતા આ ખેડૂતે કહ્યું કે બીબાઢાળ ખેતી કરવાની બદલે પોતાના મન કેન્દ્રીત કરી ધગશથી કંઈક નવું કરવાનો વિચાર કરે અને પુરા દિલથી મહેનત કરે તો ચોક્કસ ખેતીના વ્યવસાયમાં પણ સફળ થવાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ