બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટ / A woman-builder's heart failed while playing Garba in Rajkot, tragic death due to heart attack, more than 10 cases in Gujarat today
Vishal Khamar
Last Updated: 11:17 PM, 21 October 2023
ADVERTISEMENT
રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સામાં ચિંતાજનક વધારો થયો છે. હાર્ટ એટેકની ઘટનાઓમાં યુવાઓ જીવ ગુમાવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ગરબા રમતા, લગ્નમાં નાચતા વખતે, ક્રિકેટ રમતા રમતા કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મોતના કિસ્સાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં બિલ્ડરનું અને એક મહિલાનું હાર્ટ એટેકથી મોત નિપજતા લોકોમાં હવે ભયનો માહોલ છવાઈ ગયો છે.
Gujarat: એક જ દિવસમાં 9 લોકોના ધબકારા બંધ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 21, 2023
સૌથી વધુ મોત રાજકોટ અને દ્વારકામાં#gujarat #heartattack #dwarka #rajkot #gujaratinews #vtvgujarati #vtvcard pic.twitter.com/DcYWWk6pH2
ADVERTISEMENT
મહિલાને ગરબા ગાતી વખતે છાતીમાં દુખાવો થયા બાદ તેઓનું મોત નિપજ્યું
રાજકોટ શહેરના મોરબી રોડ પર કૃષ્ણા બંગ્લોઝમાં રેલવે તેમજ સરકારી કર્મચારીઓ તેમજ પરિવારજનો માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીંયા રાજકોટ રેલ્વે ડિવિઝનમાં ઇલેક્ટ્રોનિક વિભાગમાં સિનિયર સેકશન એન્જીનીયર તરીકે ફરજ બજાવતા રાજેશકુમાર સકસેનાના પત્ની કંચનબેન (ઉ.વ.48) ગરબા રમી રહ્યા હતા. આ દરમિયાન તેઓને છાતીમાં દુખાવો થતા તેઓ સાઈડમાં બેસી ગયા હતા. જે બાદ અચાનક બાજુમાં બેઠેલા મહિલાના ખોળામાં માથું રાખી ઢળી પડતા તેઓને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ રાજકોટ રેલવે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેઓને ફરજ પરના તબીબે મૃતજાહેર કર્યા હતા.
જયેશ ઝાલાવાડિયા નામના બિલ્ડરનું હાર્ટએટેકથી અવસાન
રાજકોટમાં રૈયા રોડ પરની અમૃતા પાર્ક સોસાયટીમાં રહેતા બિલ્ડરને હાર્ટ એટેક આવતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જયેશ ઝાલાવાડિયા નામનાં બિલ્ડરને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં હોસ્પિટલનાં ફરજ પરનાં ર્ડાક્ટર દ્વારા જયેશ ઝાલાવાડિયાને મૃત જાહેર કર્યા હતા. જયેશભાઈનું અચાનક મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો.
ગરબા રમતા રમતા ઢળી પડ્યો યુવક
ગઈકાલે સુરતના હજીરામાં યુવકનું હાર્ટ એટેકથી મોત થયા બાદ હવે અમદાવાદમાં 28 વર્ષીય યુવકને હાર્ટ એટેક ભરખી ગયો છે. મળતી માહિતી અનુસાર, અમદાવાદના વટવા વિસ્તારમાં રહેલા રવિ પંચાલ (ઉં.વ 28) નામનો યુવક ગઈકાલે ગરબે રમતા-રમતા અચાનક જ ઢળી પડ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ડોક્ટરે રવિ પંચાલનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. આ દુઃખદ સમાચાર મળતા જ પરિવારની માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. હાર્ટ એટેકથી અકાળે 28 વર્ષીય યુવકનું અવસાન થતાં પરિવારમાં મોતમ છવાયો છે.
ધોરાજીમાં 28 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી થયું મોત
હાર્ટ એટેકથી મોતનો બનાવ રાજકોટના ધોરાજીમાં પણ બન્યો છે. ધોરાજીમાં પણ 28 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશના ફતેપુર જિલ્લાનો વતની આશુકુમાર દિનેશભાઈ સોનકાર (ઉં.વ 28) ધોરાજીમાં ભાદર 2 ડેમના પાટીયાનું સમારકામ કરી રહ્યો હતો. ડેમના પાટિયાનું સમારકામ કામ કરતી વખતે આશુ અચાનક ઢળી પડ્યો હતો. બનાવ બન્યા બાદ આશુને ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
સુરતમાં પણ યુવકનું થયું હતું હાર્ટ એટેકથી મોત
ગઈકાલે પણ એક યુવકનું સુરતમાં હાર્ટ એટેકથી મોત થયું હતું. સુરતના હજીરામાં કંપનીના ગેટ બહાર સૂઈ રહેલા ડ્રાઈવરનું મોત થયું હતું. 19 ઓક્ટેબરે રાત્રે ડ્રાઈવર કંપનીના ગેટ બહાર સૂઈ ગયો હતો. સવારના સમયે યુવાન મૃત હાલતમાં મળ્યો હતો. મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી રાજકુમાર શાહુ ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. રાજકુમાર શાહુનું હાર્ટ એટેકથી મોત થતાં બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.
હાર્ટ એટેક આવવાના શું કારણો છે?
હાર્ટ એટેક આવવાના મુખ્ય કારણો વિશે હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. રાજેશ તેલીએ VTVને જણાવ્યું હતું કે, હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, લોહીની અંદર ચરબી અને કોલેસ્ટ્રોલનું ઊંચું પ્રમાણ, વારસાગત બીમારી અને ધુમ્રપાન તેમજ દારૂનું સેવન પણ મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે યુવાનોને હાર્ટ એટેક આવવા પાછળના કારણોમાં જણાવ્યું હતું કે, યુવાનોમાં તનાવનું પ્રમાણ તેમજ ભણતરનું સ્પર્ધાત્મક વાતાવરણ ખૂબ જ વધી ગયુ છે જે હાર્ટ ઍટેકનો મુખ્ય કારણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.