બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / A video of the negligence of a private bus driver in Surat went viral

બેદરકારી / હવે ડ્રાઇવરોને પણ ચડ્યો Reelsનો નશો! સુરતમાં ચાલુ બસે વીડિયો કૉલ કરતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા, જુઓ Video

Malay

Last Updated: 10:38 AM, 2 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Viral Video: સુરતમાં ખાનગી બસનો ડ્રાઈવર ચાલુ બસે વીડિયો કોલમાં વાત કરતો પડ્યો નજરે, રિલ્સ બનાવવાની ઘેલછામાં મુસાફરોના જીવ મૂક્યા જોખમમાં.

  • ખાનગી બસના ડ્રાઈવરની બેદરકારી
  • ચાલુ બસે કરી વીડિયો કૉલમાં વાત 
  • મુસાફરોના જીવ મૂક્યા જોખમમાં 

સુરતમાં ખાનગી બસના ડ્રાઈવરની બેદરકારીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં બસનો ડ્રાઈવર ચાલુ બસે મોબાઈલ પર વીડિયો કોલમાં વાત કરતો કેમેરામાં કેદ થયો છે. શ્રીગણેશ ટ્રાવેલ્સના ડ્રાઈવરનો વીડિયો વાયરલ થતાં લોકોમાં રોષ ફેલાયો છે. 

રિલ્સ બનાવવાની ઘેલછામાં મુસાફરોના જીવ મૂક્યા જોખમમાં 
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બસનો ડ્રાઇવર ડ્રાઇવિંગ કરતી વખતે વીડિયો કોલમાં વાત કરી રહ્યો છે. શ્રી ગણેશ ટ્રાવેલ્સના ડ્રાઇવર રાણા સોલંકીનો વીડિયો વાયરલ થયો છે. ફક્ત એટલું જ નહીં આ બસ ડ્રાઈવરના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ આવા ઘણા જોખમી ડ્રાઈવિંગના વીડિયો અપલોડ થયેલા છે. અત્યાર સુધી ટુ-વ્હીલર અને કારચાલકોના રિલ્સ વીડિયો સામે આવતા હતા. હવે તો મોટા વાહનોના ડ્રાઈવરોને પણ રિલ્સ બનાવવાનો નશો ચડ્યો છે. તેવું આ ડ્રાઈવરના સોશિયલ મીડિયા એકાઉન્ટને જોઈને લાગી રહ્યું છે. 

વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં રોષ
ડ્રાઈવિંગ કરતી વખતે મોબાઈલ ફોન પર વાત કરવી ગુન્હો છે. અનેક લોકોએ આ વાતને લઈ દંડ પણ ભર્યો હશે. તે ઉપરાંત અકસ્માતોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે.  ત્યારે હાલ એક હાથમાં મોબાઈલ રાખી વીડિયો કોલમાં વાત કરતા ખાનગી બસના ડ્રાઈવરનો વીડિયો વાયરલ થયા બાદ સવાલ ઉભો થયો છે કે જો અકસ્માત સર્જાય અને કોઈ દુર્ઘટના ઘટે તો તેની જવાબદારી કોની? ચાલુ બસે વીડિયો કોલ પર વાત કરી ડ્રાઈવરે બસમાં મુસાફરી કરી રહેલા પેસેન્જરોના જીવને જોખમમાં મૂક્યા છે. ત્યારે જોવું એ રહ્યું કે ડ્રાઈવર વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરાશે કે નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ