બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / A video of a minor riding a Surat bike has gone viral

માતા-પિતા સાવધાન / સુરત ટ્રાફિક પોલીસે નિયમભંગના 15 હજારથી વધુ કેસ કર્યા છતાં નથી સુધરી રહ્યા લોકો, ટ્રીપલ સવારીમાં સ્ટંટ કરતાં સગીરોનો વીડિયો વાયરલ

Kishor

Last Updated: 05:33 PM, 5 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં ટ્રાફિકના નિયમ ભંગ બદલ 15 હજાર વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામા આવી હોવા છતાં લોકો સમજવાનું નામ ન લેતા હોય તેમ સગીરનો જોખમી બાઇક સવારીનો વીડિયો સામે આવ્યો છે.

  • સુરતમાંથી વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો
  • સગીર પૂરઝડપે બાઈક ચલાવતો નજરે પડ્યો
  • સુરત શહેરમાં ઓવર સ્પીડમાં વાહન ચલાવનાર સામે પોલીસની કાર્યવાહી

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલ અકસ્માત બાદ રાજ્યમાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને જુદા જુદા શહેરોમાં ટ્રાંફિક દ્વારા શરૂ કરાઈ છે. આવી સ્થિતિ વચ્ચે પોલીસે ટૂંકાગાળામાં નિયમભંગ બદલ 15 હજારથી વધુ કેસ પણ કર્યા છે. છતાં પણ અમુક વાલીઓ સુધરવાનું નામ લેતા નથી. સગીરોને આડેધડ વાહન ચલાવવા આપી દેતા હોય છે. ત્યારે સુરતમાંથી વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં બાઈક પર 3 સગીર જોખમી રિતે સવારી કરી રહ્યા છે. જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

ત્રણ સગીરનો વીડિયો સામે આવ્યો

રાજ્યમાં અકસ્માતની વણઝાર વચ્ચે સુરતમાં એક બાઈક પર ત્રણ સગીરનો વીડિયો સામે આવ્યો છે. વાયરલ વીડિયોમાં સગીર પૂરઝડપે બાઈક હંકારતો જોવા મળી રહ્યો છે અને બાઈક પર અન્ય 2 પણ સગીર વયના જ સવાર હોવાનું દ્રશ્યમાન થઈ રહ્યું છે. જેને લઈને જોખમી સવારી દરમિયાન કોઈ મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ તેવા લોકોમાં સવાલ ઉભા થયા છે. આ બાબતે વાલીઓ જાગૃત બને તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે.

14 દિવસમાં 15 હજારથી વધુ કેસ
અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત ઘટના બાદ સુરત શહેર ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે. સુરતમાં ઓવરસ્પીડમાં વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી કરતા છેલ્લા 14 દિવસમાં 13 હજારથી વધુ કેસ કર્યા છે. જેમાં ડ્રિંક એન્ડ ડ્રાઇવના 327 કેસ કરીને 191 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. તો બીજી તરફ ભયજનક રીતે વાહન ચલાવવા મામલે 3 હજાર 389 કેસ કર્યા છે. આમ સુરતમાં હવે નશો કરીને બેફામ ડ્રાઇવિંગ કરનારા સામે પોલીસે તવાઇ બોલાવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ