બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A unique initiative of Engineering and Diploma College Association regarding Talati Exam

મોટા સમાચાર / તલાટી Examને લઇ એન્જિનિયરિંગ અને ડિપ્લોમા કૉલેજ એસો.ની અનોખી પહેલ, પરીક્ષા કેન્દ્ર માટે આપશે 100 સંસ્થાઓ

Malay

Last Updated: 08:06 AM, 12 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Talati Exam: એન્જીનિયરીંગ અને ડિપ્લોમા કોલેજના એસોસિએશને તલાટીની પરીક્ષા પોતાના સાથે જોડાયેલી 100 કોલેજોમાં યોજવા અપીલ કરી છે. આ 100 કોલેજોમાં 50,000 કરતા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તેવી વ્યવસ્થા પણ છે.

 

  • 30 એપ્રિલે યોજાઈ શકે તલાટીની પરીક્ષા
  • એન્જિનિયરિંગ અને ડિપ્લોમા કૉલેજ એસો.ની પહેલ
  • 100 સંસ્થા આપવા દર્શાવી તૈયારી

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. તલાટી કમ મંત્રીની પરીક્ષા 30 એપ્રિલે યોજાઈ શકે છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે વહીવટી તંત્રએ તલાટીની પરીક્ષાને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે એન્જીનિયરીંગ અને ડિપ્લોમા કોલેજ એસોસિએશનને તલાટીની પરીક્ષા માટે પોતાની 100 સંસ્થાઓ આપવાની તૈયારી બતાવી છે. આ 100 કેન્દ્રોમાં 50 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે.

એન્જિનિયરિંગ અને ડિપ્લોમા કોલેજ એસોસિએશનની પહેલ
તલાટીની પરીક્ષા માટે 17 લાખથી વધુ ઉમેદવારો નોંધાયા છે. આ પરીક્ષા માટે 5000 કરતાં વધુ કેન્દ્રો જરૂર છે. ત્યારે વિદ્યાર્થીઓના હિતમાં એન્જીનિયરીંગ અને ડિપ્લોમા કોલેજ એસોસિએશન આગળ આવ્યું છે. એસોસિએશને તલાટીની પરીક્ષા માટે પોતાની 100 સંસ્થાઓ આપવાની તૈયારી દર્શાવી છે. 

તમામ કોલેજો સીસીટીવી કેમેરાથી સજ્જ
આ 100 કોલેજમાં 50 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તેવી વ્યવસ્થા છે. સૌથી મહત્વની વાત તો એ છે કે આ કોલેજોમાં નિયમ અનુસાર સીસીટીવી કેમેરા પણ છે. 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ પણ દર્શાવી તૈયારી
આ પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો ગિરીશ ભીમાણીએ જણાવ્યું હતું કે, તલાટીની પરીક્ષામાં યુનિવર્સિટી કોલેજો આપવા તૈયાર છે. તેમજ સરકારના પરીક્ષા કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હંમેશા તત્પર હોય છે. ત્યારે તાજેતરમાં યોજાયેલી પરીક્ષાઓમાં પણ કોલેજો અપાઈ હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો ગિરીશ ભીમાણી

જો કેન્દ્રો ઉપલબ્ધ થશે તો જ 30 એપ્રિલે યોજાશે પરીક્ષાઃ હસમુખ પટેલ
અત્રે ઉલ્લેખનીય છે કે, તલાટીની પરીક્ષા મામલે GPSSB ચેરમેન હસમુખ પટેલે કહ્યું હતું કે, જો પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ થશે તો જ 30 એપ્રિલે તલાટીની પરીક્ષા યોજવાની જાહેરાત કરીશું. તલાટીની પરીક્ષા માટે સાડા સત્તર લાખ જેટલા ઉમેદવારો છે. જેમના માટે 5 હજાર 700 પરીક્ષા કેન્દ્રોની જરૂર છે. પરંતુ અત્યાર સુધીમાં માત્ર 3 હજાર 22 જેટલા જ પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ બન્યા છે. એવામાં અઢી હજારથી વધુ પરીક્ષા કેન્દ્રોની હજુ સગવડતા કરવાની બાકી છે. ત્યારે આ અંગે ફાઈનલ નિર્ણય 3 દિવસમાં લેવાશે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ