બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / A teenager who went to bathe in a swimming pool with his friends drowned in Bhavnagar

દુઃખદ બનાવ / ભાવનગરમાં મિત્રો સાથે સ્વિમિંગ પુલમાં ન્હાવા ગયેલા કિશોરનું ડૂબી જવાથી મોત, ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો પરિવાર

Malay

Last Updated: 10:43 AM, 27 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bhavnagar News: ભાવનગર જિલ્લામાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી કિશોરનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. 17 વર્ષના દીકરાની અણધારી વિદાયથી પરિવારમાં માતમ છવાયો છે.

 

  • સ્વિમિંગ પુલમાં ડૂબી જતા કિશોરનું મોત
  • સ્વિમિંગ  પુલમાં ન્હાવા ગયો હતો કિશોર
  • 17 વર્ષીય કિશોરનું નિપજ્યું મોત

ભાવનગર શહેરમાં એક દુ:ખદ બનાવ સામે આવ્યો છે. રજાઓમાં મોજ-મસ્તી કરવા અને સ્વિમિંગ પુલમાં ન્હાવાની મજા લેવા ગયેલા કિશોરનું સ્વિમિંગ પુલમાં ગરકાવ થઈ જતા કરૂણ મોત નિપજ્યું છે. તમને જણાવી દઈએ કે, ભાવનગરના સિહોરના રમધરી ગામ પાસે આવેલા સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી 17 વર્ષીય કિશોરનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતા પોલીસ દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

VTV Gujarati News and Beyond on Twitter: "વલસાડ: પારડીમા તળાવમાં ન્હાવા  પડેલા યુવકનુ ડૂબી જવાથી મોત, ફાયર વિભાગે કાઢ્યો મૃતદેહ, પોલીસે હાથધરી તપાસ  #Valsad #Gujarat ...
File Photo

પાણીમાં ડૂબી જતાં કિશોરનું મોત નીપજ્યું
મળતી માહિતી અનુસાર, ભાવનગરના સિહોર ખાતે રહેતો 17 વર્ષીય મીત ઝલાભાઈ આલ ગઈકાલે રમધરી ગામ પાસે આવેલા સ્વિમિંગ પુલમાં મિત્રો સાથે ન્હાવા માટે ગયો હતો. આ સમયે કિશોર સ્વિમિંગ પુલમાં ડૂબી ગયો હતો. પાણીમાં ડૂબી જતાં કિશોરનું મોત નીપજ્યું હતું.  આ અંગેની જાણ થતાં સિહોર પોલીસની ટીમ તાત્કાલિક સ્વિમિંગ પુલ ખાતે દોડી આવી હતી અને કિશોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. 17 વર્ષીય દીકરાના દુઃખદ અવસાનના સમાચાર સાંભળીને પરિવારની માથે પણ શોકનું મોજુ ફરી વળ્યું છે. 

વડોદરાની મહિ નદીમાં ડૂબ્યો હતો યુવક 
આપને જણાવી દઈએ કે, ત્રણ દિવસ અગાઉ વડોદરામાં મહિ નદીમાં ન્હાવા ગયેલા યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. સાવલી તાલુકાના ચારણપુરા ગામે રહેતો પ્રજ્ઞેશ સોલંકી અને તેના મિત્રો સાથે લાંછનપુરા ખાતે આવેલ મહી નદીમાં ન્હાવા ગયો હતો. આ દરમિયાન નદીના વહેતા પાણીમાં પ્રજ્ઞેશ તણાયો હતો. જે બાદ સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવકના મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ બનાવના પગલે મૃતકના પરિવારજનોમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી અને હોસ્પિટલ ખાતે સમગ્ર પરિવારે આક્રંદ કરી મૂક્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ