બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / A survey was conducted by News 18 Network on the issue of Uniform Civil Code

Mega UCC Poll / લગ્ન, તલાક, અને વસિયત બાબતે લાગુ થવો જોઈએ સમાન કાયદો? 67% મુસ્લિમ બહેનોએ કર્યું સમર્થન, સર્વેના 7 તારણો જાણવા જેવા

Kishor

Last Updated: 10:02 PM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુનિફોર્મ સિવિલ કોડ ચર્ચાતો મુદ્દો બની રહ્યો છે. ત્યારે મુસ્લિમ મહિલાઓનો અભિપ્રાય જાણવા માટે વિવિધ મુદ્દાઓ પર પોતાના મંતવ્યો માટે ન્યુઝ 18 નેટવર્ક દ્વારા સૌથી મોટો યુસીસી સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

  • યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે સર્વે
  • મુસ્લિમ મહિલાઓનો અભિપ્રાય લેવામા આવ્યો
  • 18 નેટવર્ક દ્વારા સૌથી મોટો યુસીસી સર્વે

છેલ્લા કેટલાક સમયથી દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ ચર્ચાતો મુદ્દો બની રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે મહિલાઓનો અભિપ્રાય જાણવા માટે વિવિધ મુદ્દાઓ પર પોતાના મંતવ્યો માટે ન્યુઝ 18 નેટવર્ક દ્વારા સૌથી મોટો યુસીસી સર્વે હાથ ધરવામાં આવ્યો હતો  જેના પરિણામો આવી ચૂક્યા છે. દેશમાં 25 રાજ્યમાંથી સૌથી મોટો યુસીસી સર્વે કરી મહિલાઓએ જણાવેલ અભિપ્રાત એકત્ર કરવામાં આવ્યા છે. જેમાં ગ્રાઉન્ડ લેવલ પર જઈને 884 પત્રકારોએ સર્વેમાં ભાગ લીધો હતો. આ સર્વે 25 રાજ્યો અને  કેન્દ્રશાસિત પ્રદેશોની 8000થી વધુ મુસ્લિમ મહિલાઓ પાસેથી મંતવ્ય લેવામાં આવ્યા હતા. જેમાં યુસીસી પર ચાલી રહેલી ચર્ચા અને દેશની મહિલાઓ શું વિચારે છે તેના પરિણામ પર વિસ્તારથી જાણીએ! 

Muslim Law Board to end triple talaq in 1.5 years: AIMPLB VP Kalbe Sadiq

મહિલાઓના મંતવ્ય લેવામાં આવ્યા

ન્યુઝ 18 નેટવર્ક દ્વારા આ સર્વે માં 18 વર્ષથી ઉપરની અને 65 વર્ષથી નીચેની મહિલાઓના મંતવ્ય લેવામાં આવ્યા હતા. આ સર્વેમાં 32.9 ટકા મુસ્લિમ મહિલાઓ 25 થી 34 વયજૂથની હતી. જ્યારે 35 થી 44 વયજૂથની 26.6 ટકા મહિલાઓ હતી. તો 18 થી 24 વર્ષની વચ્ચેની 18.8 ટકા મહિલાઓ હતી. તથા 14.4 ટકા મુસ્લિમ મહિલાઓ 45 થી 54 વર્ષની હતી. તેમજ 55 થી 64 વર્ષની 5.4 ટકા અને  65 વર્ષની ઉપરની મહિલાઓ 1.9 ટકા હોવાનું જાણવા મળ્યું છે.

સર્વેમાં જોડાયેલ મહિલાઓના શિક્ષણ અંગે જો વાત કરવામાં આવે તો મહિલાઓની શિક્ષણ લાયકાત માં 27 ટકા મહિલાઓ સ્નાતક હતી. તો 12 ધોરણથી વધુ ભણેલા મહિલાઓ 20.8 ટકા હતી. તે જ રીતે 10 ધોરણથી ઉપર 13.8 ટકા મહિલા અને 12.9 ટકા મહિલા 10 પાસ તેમજ 10.8 ટકા મહિલાઓ પોસ્ટ ગ્રેજ્યુએટ પણ હતી. 5 ધોરણ સુધી 4.4 ટકા અને 4.2 ટકા નિરીક્ષર, 4.2 ટકા મહિલા અક્ષર જ્ઞાન પ્રાપ્ત કરેલ જોડાઇ હતી.

મેરેજ, છુટાછેડા, બાળકોને દત્તક અને વારસાઇને લગતા તમામ ભારતીયો માટેને એક સમામ કાયદાને તમે ટેકો આપો છો?

  • હા: 67.2 ટકા
  • ના: 25.4 ટકા
  • કઈ ન કહી શકાય : 7.4 ટકા

શું મહિલાઓ અને પુરુષોને વારસાઇ અને પ્રોપર્ટીમાં એક સમાન હક હોવા જોઇએ?

  • હા: 83 ટકા
  • ના: 11.1 ટકા
  • કઈ ન કહી શકાય 6.6 ટકા


શું તમે માનો છો કે, મુસ્લિમ પુરુષોને ચાર મહિલા સાથે લગ્ન કરવાનો અધિકાર હોવો જોઇએ?

  • હા: 17.4 ટકા
  • ના: 76.5 ટકા
  • કઈ ન કહી શકાય: 6.1 ટકા

જે દંપતીએ છુટાછેડા લીધા છે તેમને કોણપણ પાંબધી વગર બીજા લગ્ન કરવાની છૂટ હોવી જોઇએ?

  • હા: 73 ટકા
  • ના: 18 ટકા
  • કઈ ન કહી શકાય : 6.6 ટકા

 
શું પુખ્ત થયેલી તમામ ભારતીય વ્યક્તિને તેની ઇચ્છા મુજબ તેની પ્રોપર્ટીનો ઉપયોગ કરી શકે?

  • હા: 69 3 ટકા
  • ના: 16.6 ટકા
  • કઈ ન કહી શકાય :14.1 ટકા


કોઇ પણ ધર્મમાં દત્તક લેવાની મંજુરી હોવી જોઇએ?

  • હા:64.9 ટકા
  • ના: 22.9 ટકા
  • કઈ ન કહી શકાય : 12.2 ટકા
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ