બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A student suffered a heart attack during school recess in Navsari

પીએમ રિપોર્ટ / નવસારીમાં શાળા રિસેસ દરમિયાન વિદ્યાર્થિનીને આવ્યો હાર્ટએટેક, સારવાર મળે તે પહેલા જ થયું મોત, પરિવાર શોકમાં

Kishor

Last Updated: 06:33 PM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવસારીના પરતાપોર ગામે શાળામાં થયેલ વિદ્યાર્થીના મોત મામલે પીએમ રિપોર્ટમા હાર્ટએટેકને પગલે મોત થયાનો ખુલાસો થયો છે.

  • નવસારીની એ.બી સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના મોતનો મામલો
  • વિદ્યાર્થિની તનિષા ગાંધીનું હાર્ટ એટેક થયું મોત
  • શાળામાં રિસેસ દરમિયાન વિદ્યાર્થિનીને આવ્યો હાર્ટ એટેક

એક બાજુ હાલની સ્થિતિએ યુવાનોમાં હાર્ટએટેકના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ વધતા હાર્ટએટેકના કેસને લઈને તબીબ આલમ પણ મુંજવણમાં મુકાયું છે. આવી સ્થિતિ વચ્ચે નવસારીના પરતાપોર ગામની શાળામાં વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. ધોરણ 12માં અભ્યાસ કરતા તનીષા ગાંધી નામના વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. જે મામલે તપાસ હાથ ધરતા તેણીનું હાર્ટએટેકને પગલે મોત થયું હોવાનું બહાર આવતા અરેરાટી મચી જવા પામી છે.

વિદ્યાર્થીનીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ હતી

યુવાનોમાં વધતા જતા હાર્ટએટેકના જોખમ વચ્ચે નવસારીના પરતાપોર ગામે આવેલી એ.બી. શાળામાં ધોરણ 12 ની વિદ્યાર્થિની તનીષા ગાંધી બ્રેક દરમિયાન બેહોશ હાલતમાં મળી આવી હતી. આ વેળાએ શાળાના સંચાલકોને જાણ કરાતા તાબડતોબ તનીષા ગાંધીને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જોકે સારવાર મળે તે પહેલા જ વિદ્યાર્થીનિને રસ્તામાં કાળ આંબી જતા તેમનું મોત નીપજ્યું હતું.

વિદ્યાર્થિની તનિષા ને સારવાર મળે તે પેહલા જ થયું મોત
સારવાર કારગત ન નિવડતા વિદ્યાર્થીનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે તપાસી જાહેર કર્યું હતું. પ્રથમ દ્રષ્ટિએ વિદ્યાર્થીનું ખેંચ આવવાને કારણે મોત થયું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. કારણ કે અન્ય એક વિદ્યાર્થીને પણ ખેંચ આવી હતી. જોકે તેને સારવાર બાદ તેની તબિયત સ્થિર થઈ ગઈ હતી.  ત્યારબાદ પોલીસે દ્વારા તનીષા ગાંધીના મૃતદેહનો કબજો સાંભળી પીએમ માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. જ્યા પીએમ રિપોર્ટમાં તનીષા ગાંધીનું હાર્ટએટેકથી મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું હતું. આથી શાળા પરિવારે મોત મામલે દિલસોજી વ્યક્ત કરી હતી. બીજી બાજુ વિદ્યાર્થીનીના મોતને પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ