બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ભારત / A statue of Lord Vishnu found similar to Ayodhya Ramlala

દશાવતાર / અહો ભાગ્ય! નદીમાં થયો ચમત્કાર, અયોધ્યા રામલલા જેવી જ ભગવાન વિષ્ણુની પ્રતિમા મળી, શાસ્ત્રોમાં પણ છે ઉલ્લેખ

Pooja Khunti

Last Updated: 09:53 AM, 7 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ મૂર્તિમાં ભગવાન વિષ્ણુ ઊભી સ્થિતિમાં છે અને તેમની ચાર ભુજાઓ છે. તેમના ઉપરના બંને હાથમાં શંખ અને ચક્ર છે તો નીચેના હાથમાં [કટી હસ્ત અને વરદા હસ્ત] વરદાન આપવાની સ્થિતમાં છે.

  • આ મૂર્તિ, અયોધ્યામાં બિરાજમાન રામલલાની મૂર્તિ જેવી જ દેખાય છે
  • આ મૂર્તિને માળા અને આભૂષણથી શણગારવામાં આવી છે
  • આ મૂર્તિ 11 મી કે 12મી સદીની છે

કર્ણાટકનાં રાયપુર જિલ્લાનાં એક ગામમાં કૃષ્ણા નદીથી હાલમાં જ એક ભગવાન વિષ્ણુની મૂર્તિ મળી છે. જેમાં બધા જ દશાવતારની આભા ચારે બાજુ કોતરેલી છે. આ મૂર્તિ સાથે એક શિવલિંગ પણ મળી આવ્યું છે. અમુક અહેવાલો મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે કૃષ્ણા નદીથી મળેલી આ મૂર્તિ, અયોધ્યામાં બિરાજમાન રામલલાની મૂર્તિ જેવી જ દેખાય છે. 

મૂર્તિની વિશેષતાઓ 
રાયપુર યુનિવર્સિટીનાં પ્રાચીન ઇતિહાસ અને પુરાતત્વનાં લેક્ચરર ડો.પદ્મજા દેસાઈએ ભગવાન વિષ્ણુની આ મૂર્તિ વિશે જણાવ્યું છે કે કૃષ્ણા નદીમાં મળી આવેલી આ મૂર્તિમાં ઘણી વિશેષતાઓ છે. તેમણે જણાવ્યું છે કે આ મૂર્તિમાં ભગવાન વિષ્ણુની ચારે બાજુ આભા, મત્સ્ય, કુર્મ, વરાહ, નરસિંહા, વામન, રામ, પરશુરામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કિ જેવા દશાવતારને દર્શાવવામાં આવ્યા છે. 

મૂર્તિની સ્થિતિ 
આ મૂર્તિ વિશે વધુમાં વાત કરીએ તો, આ મૂર્તિમાં ભગવાન વિષ્ણુ ઊભી સ્થિતિમાં છે અને તેમની ચાર ભુજાઓ છે. તેમના ઉપરના બંને હાથમાં શંખ અને ચક્ર છે તો નીચેના હાથમાં [કટી હસ્ત અને વરદા હસ્ત] વરદાન આપવાની સ્થિતમાં છે. 

આ મૂર્તિને માળા અને આભૂષણથી શણગારવામાં આવી છે
એક પ્રસિદ્ધ પુરાતત્વવિદે જણાવ્યું છે કે, આ મૂર્તિ વેંકટેશ્વરથી મળતી આવે છે. જેમ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે એ રીતે આ મૂર્તિમાં ગરુડ નથી. જે ખાસ કરીને ભગવાન વિષ્ણુની મૂર્તિમાં જોવા મળે છે. તેના બદલે બે મહિલાઓ છે. તેમણે વિશેષમાં જણાવ્યું કે ભગવાન વિષ્ણુને તૈયાર થવાનો શોખ છે એટલા માટે ભગવાન વિષ્ણુની આ મૂર્તિને માળા અને આભૂષણથી શણગારવામાં આવી છે.  

વાંચવા જેવું: 'દેશમાં લગ્ન નામની વસ્તુ રહેવી જોઈએ, આપણે પશ્ચિમી દેશ નથી': સુપ્રીમ કોર્ટે કરી મહત્વની ટકોર, કેસ ચિંતાજનક

આ મૂર્તિ 11 મી કે 12મી સદીની છે
ડો.પદ્મજા દેસાઈનું કહેવું એવું છે કે, આ મૂર્તિ કોઈ મંદિરનાં ગર્ભ ગૃહની શોભા રહી હશે. એવું જણાય રહ્યું છે કે મંદિરને નુકસાન પહોંચાડતી વખતે આ મૂર્તિને પાણીમાં ફેકી દેવામાં આવી છે. તેમનું માનવું એવું છે કે આ મૂર્તિ 11 મી કે 12મી સદીની છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ