બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / A special train will be run by the railway department for the India-Pakistan match

વર્લ્ડ કપ મેચ / INDvsPAK મેચને લઇ Air સેવા બાદ રેલવેમાં પણ વેઈટિંગ, મુંબઇ-અમદાવાદ વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન, જાણો ટાઇમિંગ

Malay

Last Updated: 08:21 AM, 12 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India vs Pakistan World Cup 2023: ભારત - પાકિસ્તાન મેચને લઈ હવાઈ અને રોડ માર્ગ રહેશે વ્યસ્ત, રેલવે વિભાગ દ્વારા ભારત-પાકિસ્તાન મેચને લઇ દોડાવવામાં આવશે સ્પેશિયલ ટ્રેન

  • હાઈ વોલ્ટેજ મેચને લઈ મુસાફરીની વધી માંગ
  • એર સેવા બાદ રેલવેમાં પણ વધ્યું વેઈટિંગ 
  • ભારત-પાકિસ્તાન મેચને લઇ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

India vs Pakistan World Cup 2023:  અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 14મી ઓક્ટોબરે બપોરે ભારત-પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ રમાવાની છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની ઉપર વિશ્વભરના લોકોની નજર છે. તો ક્રિકેટચાહકો પણ મેચને લઈને ઘણા ઉત્સાહિત છે. પાકિસ્તાની ક્રિકેટ ટીમ ગઈકાલે અમદાવાદ આવી ચૂકી છે. આશ્રમ રોડ પર આવેલી હોટલ હયાત રેજન્સી ખાતે પાકિસ્તાની ટીમ રોકાઈ છે. જેથી હોટલ અને આસપાસના વિસ્તારોમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમ આજે બપોરે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચશે. ભારતીય ક્રિકેટ ટીમ માટે ITC નર્મદા હોટલ બુક કરવામાં આવી છે. 

ટ્રેન ટિકિટ કેન્સલ કરી રહ્યાં છો? તો પહેલાં જાણી લેજો આ ખાસ નિયમ, નહીં તો  આવશે પસ્તાવાનો વારો indian railways ticket cancellation rules and  regulations check all charges

રેલવેમાં પણ વધ્યું વેઈટિંગ
અમદાવાદ ખાતે તા.14 ઓક્ટોબરે યોજાનાર ભારત-પાકિસ્તાન મેચને લઈ ક્રિકેટ રસીયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત-પાકિસ્તાન મેચ જોવા માટે દેશનાં ખૂણે ખૂણેથી લોકો અમદાવાદ આવી રહ્યા છે. ત્યારે પેસેન્જરોનાં ટ્રાફિકને પહોંચી વળવા માટે અમદાવાદ એરપોર્ટ દ્વારા નવી ફ્લાઈટો શરૂ કરવામાં આવી છે. હાઈ વોલ્ટેજ મેચને લઈ હવાઈ મુસાફરી, રેલ મુસાફરીની માંગ વધી છે. એર સેવા બાદ હવે રેલવેમાં પણ વેઈટિંગ વધ્યું છે. 

રેલવે દ્વારા દોડાવાશે સ્પેશિયલ ટ્રેન
જેથી રેલવે વિભાગ દ્વારા પણ ક્રિકેટ રસીયાઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમાં પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે સુપર ફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. અમદાવાદ ખાતે યોજાનારી ભારત-પાકિસ્તાન મેચ જોવા જતા ક્રિકેટ ચાહકો માટે પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ-અમદાવાદ વચ્ચે વિશેષ સ્પેશ્યલ સુપર ફાસ્ટ ટ્રેન દોડાવાશે. મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ ટ્રેન 13 ઓક્ટોબરે રાત્રે 9.30 વાગ્યે ઉપડશે.  અમદાવાદથી મુંબઇ જવા ટ્રેન 15 ઓક્ટોબરે સાંજે 4 વાગ્યે ઉપડશે. રાત્રે 12.10 કલાકે મુંબઇ ખાતે પહોંચાડશે.

મુંબઇથી અમદાવાદ આવતી મોટા ભાગની ટ્રેનો રદ્દ તો કેટલીક શોર્ટરુટ, ઇન્ટરલોકિંગ  ન થવાના કારણે લેવાયો નિર્ણય, જુઓ લિસ્ટ | Most of the trains coming from  Mumbai to ...

ટ્રેન કેટલા વાગ્યે ઉપડશે
આ બાબતે પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે ક્રિકેટ ચાહકોના વધારાના ધસારાને સમાવવા માટે પશ્ચિમ રેલવે મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો દોડાવશે. જે ટ્રેનની વિગતો નીચે મુજબ છે: ટ્રેન નંબર 09013/09014 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન છે. ભારત-પાકિસ્તાન મેચના આગળનાં દિવસે શુક્રવારે તા. 13.10.2023ના રોજ ટ્રેન નંબર 09013 મુંબઈ સેન્ટ્રલથી 21.30 કલાકે ઉપડશે, જે બીજા દિવસે સવારે 5.30 કલાકે અમદાવાદ પહોંચશે. જ્યારે અમદાવાદથી મુંબઈ જવા માટે રવિવારે તા. 15.10.2023 નાં રોજ સાંજે 4 વાગ્યે ટ્રેન ઉપડશે. જે રાત્રે 12.10 મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. 

સ્પેશિયલ વંદે ભારત ટ્રેન ચલાવવાનો નિર્ણય
ભારત-પાકિસ્તાન મેચને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં રમાનારી મેચને પગલે પ્રવાસીઓનો ધસારો પણ વધ્યો છે. દિલ્હી, ચેન્નાઈ અને બેંગલુરુની ટ્રેનોમાં વેઈટિંગ ચાલી રહ્યું છે, તો કોલકાતા અને મુંબઈથી આવતી ટ્રેનોમાં પણ વેઈટિંગ છે. વંદે ભારત ટ્રેનમાં ઘણું વેઈટિંગ જોવા મળી રહ્યું છે. 13 અને 14 ઓક્ટોબરની ટ્રેનોમાં ફૂલ વેઈટિંગ જોવા મળી રહ્યું છે. રેલવે 14મી ઓક્ટોબરે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રથી અમદાવાદ માટે સ્પેશિયલ વંદે ભારત ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેથી આ શાનદાર મેચની આતુરતાથી રાહ જોઈ રહેલા ચાહકો કોઈપણ સમસ્યા વિના આ મેચને લાઈવ જોઈ શકે. તમને જણાવી દઈએ કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ માટે ટિકિટ મેળવવી ઘણી મુશ્કેલ છે. એટલું જ નહીં હોટલ, ગેસ્ટ હાઉસ તેમજ ટ્રેન અને ફ્લાઇટની ટિકિટ બુક કરાવવા માટે ઘણી રાહ જોવી પડે છે, આવી સ્થિતિમાં રેલવેના આ નિર્ણયથી ક્રિકેટપ્રેમીઓને મોટી રાહત મળી છે.

ટ્રેન ડાયવર્ટથી ગઈ અને મુસાફરી નથી કરી તો મળી જશે રિફંડ, જાણો સ્ટેપ બાય  સ્ટેપ પ્રોસેસ | If the train is diverted and not travelled, refund will be  available, know the step

ટાઈમિંગ પણ છે ખૂબ ખાસ
રેલવેના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ, આ સ્પેશિયલ ટ્રેનનો સમય ખૂબ જ ખાસ છે, કારણ કે તે એવી રીતે નક્કી કરવામાં આવ્યો છે કે દર્શકો મેચ શરૂ થવાના થોડા કલાક પહેલા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચી શકે, જ્યારે મેચ ખતમ થયા પછી તેઓ સરળતાથી ઘરે પાછા જઈ શકે છે. આ ટ્રેન મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રથી અમદાવાદ સુધી દોડાવવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ