બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A series of MoUs in the run-up to the Vibrant Gujarat Global Summit-2024

ગાંધીનગર / ગુજરાતમાં વધુ 5115 કરોડનું સંભવિત રોકાણ આવશે, 15 હજાર લોકોને મળશે રોજગારી, CMના હસ્તે 8 MoU સંપન્ન

Kishor

Last Updated: 09:54 PM, 3 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના પૂર્વાર્ધરૂપે MoUની સિરીઝ પુરજોશમાં ચાલી રહી છે. જેનાભાગરૂપે વધુ ૮ MoU સંપન્ન થયા છે. જેમાં રૂ. ૫૧૧૫ કરોડના સંભવિત રોકાણ સામે ૧૫ હજાર અપેક્ષિત રોજગારીનું સર્જન થશે.

  • વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ નિમિતે વધુ ૮ MoU સંપન્ન થયા
  • વાયબ્રન્ટ સમિટ પૂર્વાર્ધરૂપે અત્યાર સુધીમાં ૪૭ MoU થયા
  • રૂ.૨૬ હજાર કરોડના સંભવિત રોકાણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આગામી જાન્યુઆરી-2024માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી સીરીઝનાં પ્રારંભ પૂર્વે જ વિવિધ ઉદ્યોગ જુથો સાથે ગાંધીનગરમાં રાજ્યકક્ષાએ MoU કરવાનો ઉપક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વેગવંતો બન્યો છે. રાજ્ય સરકારે પ્રતિ સપ્તાહ આવા MoU વિવિધ ઉદ્યોગો સાથે કરવાનો જે સિલસિલો શરૂ કર્યો છે તેમાં અત્યાર સુધીમાં 47 MoU રૂ. 25,845 કરોડના સંભવિત રોકાણો માટેના થયા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આ શૃંખલાને આગળ ધપાવતા ગુરુવાર તારીખ 2 નવેમ્બરે વધુ 8 એમ.ઓ.યુ. વિવિધ ઉદ્યોગ રોકાણકારોએ રાજ્ય સરકાર સાથે કર્યા હતા. આ અંતર્ગત ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં મેડિકલ ડિવાઈસીસ એન્ડ બાયોલોજીકલ મેન્યુફેક્ચરિંગ, દવાઓ અને ઇન્જેક્શન, ટેબલેટ, કેપ્સ્યુલ, બલ્ક ડ્રગ ઉત્પાદન માટેના કુલ રૂ. 1770 કરોડના રોકાણોના એમઓયુ કરવામાં આવ્યા હતા. 

આના પરિણામે ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં સમગ્રતયા 10,800 જેટલા સંભવિત રોજગાર અવસર મળતા થશે.આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, ઊદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત અને ઊદ્યોગરાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં થયેલા આ એમ.ઓ.યુ. અન્વયેના ઊદ્યોગો પોતાના એકમો સંભવતઃ ૨૦૨૪ અને ૨૦૨૫માં શરૂ કરશે. વાપી, વાઘોડિયા, સાવલી, વાલીયા, પાનોલી, બાવળામાં આ ઊદ્યોગો શરૂ થવાના છે.

ફાર્માસ્યુટિકલ સેક્ટર ઉપરાંત એન્જિનિયરિંગ, ઓટો એન્ડ ઓટો કમ્પોનન્ટ્સ સેક્ટરમાં રૂપિયા ૩ હજાર કરોડના રોકાણો તથા લોજિસ્ટિક્સ પાર્ક માટે રૂપિયા ૨૦૫ કરોડ અને મેન મેઈડ સ્પિનિંગ યાર્નના ફેબ્રિક ઉત્પાદન માટે ૧૪૦ કરોડના રોકાણો માટે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા.આ એમ.ઓ.યુ. કરનારા ઉદ્યોગ સાહસિકોએ રાજ્ય સરકારના તેમને મળેલા પ્રોત્સાહક અને પ્રોએક્ટીવ અભિગમની સરાહના કરી હતી. મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, ઊદ્યોગના અધિક મુખ્ય સચિવ હૈદર તેમ જ વરિષ્ઠ સચિવો આ એમ.ઓ.યુ. સાઈનિંગ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ