બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A Sanskrit Pathashala run by Bhagwan Yajnavalk Trust held a Gyan Gaurav Samaramb at Mudeti village in Idar, Sabarkantha.

સાબરકાંઠા / 'હાલના તબક્કે ભારત એકમાત્ર એવો દેશ છે જે..' ઈડરમાં જ્ઞાન ગૌરવ સમારંભમાં RSSના વડા મોહન ભાગવતનું મોટું નિવેદન

Dinesh

Last Updated: 05:03 PM, 23 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠાના ઈડરના મુડેટી ગામે ભગવાન યાજ્ઞવલ્ક ટ્રસ્ટ દ્વારા સંચાલિત સંસ્કૃત પાઠશાળાનો જ્ઞાન ગૌરવ સમારંભ યોજાયો હતો.. જેમાં RSSના વડા મોહન ભાગવત પણ હાજર રહ્યાં હતા..

  • સંસ્કૃત પાઠશાળાનો જ્ઞાન ગૌરવ સમારંભ
  • RSSના વડા મોહન ભાગવત રહ્યાં હાજર
  • મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં જોડાયા


સાબરકાંઠાના ઈડરના મીની કાશી ગણાતા મુડેટી ગામે ભગવાન યાજ્ઞવલ્ક ટ્રસ્ટ દ્વારા સંચાલિત સંસ્કૃત પાઠશાળાના જ્ઞાન ગૌરવ સમારંભમાં આરએસએસ વડા મોહન ભાગવત હાજર રહ્યા હતા જ્યાં તેમને સંસ્કૃત અને સંસ્કૃતિની વાત કરી સમગ્ર વિશ્વમાં ભારતના વધતા જતા પ્રભાવની વાતો કરી હતી તેમજ આગામી સમયમાં ભારત વિશ્વ ગુરુ બનાવવા એકરૂપ થવાની હાકલ કરી હતી.

સંસ્કૃત પાઠશાળામાં કાર્યક્રમ
સાબરકાંઠાના ઈડરના મુડેટી ગામે હજારો વર્ષોથી સંસ્કૃત પાઠશાળા ચાલી રહી છે જોકે પરંપરા અનુસાર ચાલતી આ પાઠશાળામાં આજે જ્ઞાન ગૌરવ સમારંભ યોજાયો હતો જેમાં આગામી સમયમાં સંસ્કૃત પાઠશાળાના વિશાળ ભવનના નિર્માણ માટે પાયારૂપ ઇટનું પુજન કરી ઈડર વિસ્તારમાં સંસ્કૃત પાઠશાળામાં વિશેષ સિદ્ધિ હાંસલ કરાયેલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આરએસએસ વડા મોહન ભાગવતે આ તબક્કે બોલતા જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં ભારત અને ભારતીય સંસ્કૃતિ હાલમાં વિશેષ સિદ્ધિઓ મેળવી રહી છે તેમજ હાલના તબક્કે ભારત એકમાત્ર એવો દેશ છે જે બીજાની પાસેથી છીનવી લેવાની જગ્યાએ ખરા સમય મદદ કરનારો દેશ છે જોકે પહેલા રશિયાનો દંડો ચાલતો હતો ત્યારબાદ અમેરિકાનો અને હાલમાં ચીનનો દંડો ચાલી રહ્યો હોય તેમ લાગે છે હાલમાં યુક્રેન મામલે ભારતનું સ્થિર નિવેદન છે

'ભારત એ સર્વશ્રેષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરશે'
જોકે ભારતમાં રહેલા ઋષિમુનિઓએ લોક કલ્યાણ માટે તપ કરેલું છે સાથોસાથ સ્વામી વિવેકાનંદે પણ કહેલું કે, ભારત એ સર્વશ્રેષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરશે જોકે આગામી સમયમાં ભારત અને ભારતીય ધર્મએ તમામ લોકોના કલ્યાણ અર્થે રહેલો છે જેના પગલે ધર્મ અને સંસ્કૃતિ બંને વિશેષ સ્વરૂપે ટકી શકે છે. ત્યારે આગામી સમયમાં પોતાના માટે ન જીવતા પોતાના ઘર પરિવાર સહિત ગામ અને રાષ્ટ્ર માટે જીવન જીવવામાં આવે તો આપણો કર્મ અને ધર્મ બંને શ્રેષ્ઠ બની શકે છે.

જોકે આ તબક્કે હાજર રહેલા સૌ કોઈએ મોહન ભાગવતની સંસ્કૃત અને સંસ્કૃતિની વાતને સમર્થન આપ્યું હતું સાથોસાથ મોહન ભાગવતે વર્ષોથી ચાલી આવતી પાઠશાળામાં રૂબરૂ મુલાકાત લઈ ભવ્યાથી ભવ્ય પાઠશાળાના નિર્માણની સંકલ્પના પાઠવી હતી.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ