બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / A quarter of 4 inches in Chikhli! Rainfall in 61 talukas in Gujarat today

મેહુલિયો / ચીખલીમાં સવા 4 ઈંચ ખાબક્યો.! ગુજરાતમાં આજે 61 તાલુકાઓમાં વરસાદી મહેર, જુઓ ક્યાં કેટલો પડ્યો

Dinesh

Last Updated: 07:14 PM, 12 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Rain Update : રાજ્યમાં 61 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ ગણદેવી અને ચીખલીમાં સવા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે

  • રાજ્યમાં આજે 61 તાલુકામાં નોંધાયો વરસાદ
  • સૌથી વધુ ચીખલીમાં સવા 4 ઈંચ વરસાદ
  • ગણદેવીમાં પોણા 4 ઈંચ, ખેરગામમાં 3 ઈંચ વરસાદ

રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે.  ત્યારે આજે 61 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ ચીખલીમાં સવા 4 ઈંચ વરસાદ નોંધાયો છે તેમજ  ગણદેવીમાં પોણા 4 ઈંચ, ખેરગામમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે.  ડોલવણમાં પોણા 3 ઈંચ, કુકરમુંડામાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે.  ઉમરગામ 2 ઈંચ, નવસારીમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે.  નસવાડી, લીમખેડા, ગરૂડેશ્વર, વલસાડમાં 2-2 ઈંચ વરસાદ પડ્યો છે. 

 ઉમરપાડા, મહુવા દોઢ-દોઢ ઈંચ વરસાદ
આજે દેવગઢ બારિયા, તિલકવાડા, ઉમરપાડા, મહુવા તાલુકામાં દોઢ-દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે અને માંગરોળ, બોડેલી, માંડવી, વાપીમાં 1-1 ઈંચ વરસાદ પડ્યો છે. ચોમાસું શરૂ થયા બાદ અત્યાર સુધીમાં ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો છે. ચાલુ ચોમાસાની સિઝનમાં મેઘરાજાએ સમગ્ર ગુજરાતમાં ભારે હેત વરસાવ્યું છે. અત્યાર સુધીમાં વરસાદના બે રાઉન્ડમાં રાજ્યમાં 43.77 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું કે, ગુજરાતમાં આગામી 4થી 5 દિવસ છૂટા છવાયા વરસાદની સંભાવના છે. આજે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સામાન્ય વરસાદની સંભાવના છે. તો અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.

ભારેથી અતિભારે વરસાદની આગાહી
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 20 જુલાઈથી 25 જુલાઈ સુધી અતિભારે વરસાદ આવવાની શક્યતા છે. જ્યારે 28 જુલાઈથી 8 ઓગસ્ટ સુધીમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને કચ્છ, બનાસકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ મધ્ય ગુજરાતના કેટલાક ભાગો વરસાદથી તરબોળ થશે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ