બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / A press conference was held by state government spokesperson Rishikesh Patel

નિવેદન / ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં કયા નિર્ણયો લેવાયા? સ્કોલરશીપની મદદથી વિદ્યાર્થીઓને મળશે ફાયદો, સંભવિત વાવાઝોડા પર સતત મોનીટરીંગ

Kishor

Last Updated: 08:40 PM, 7 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલની પત્રકાર પરિષદ યોજી હતી.રાજ્યમાં સંભવિત વાવાઝોડાને લઇને સરકારનું મોનિટરિંગ હવામાન વિભાગ સાથે સંકલન કરીને ચાલુ હોવાનું જણાવ્યું હતું.

  • ગાંધીનગર રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલની પ્રેસ
  • શિક્ષણ વિભાગ દ્વારા મહત્વની જાહેરાત
  • દ્વારકા સિગ્નેચ બ્રિજ મુદ્દે ઋષિકેશ પટેલે કહ્યું

રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાને લઈ રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલની પત્રકાર પરિષદ યોજી હતી.રાજ્યમાં સંભવિત વાવાઝોડાને લઇને સરકારનું મોનિટરિંગ હવામાન વિભાગ સાથે સંકલન કરીને ચાલુ હોવાનું જણાવ્યું હતું. રાજ્ય આપત્તી વ્યવસ્થાપન સત્તા મંડળ દ્વારા IMDના સંપર્કમાં રહીને સતત માહિતી મેળવવામાં આવે છે. તેમજ સાવચેતીના ભાગરૂપે સંભવિત જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યુ છે.રાજ્ય આપત્તી વ્યવસ્થાપન સત્તા મંડળ કલાકે કલાકે મોનિટરિંગ કરી માહિતી મેળવી રહ્યુ છે.જેને લઈને દરિયાકિનારાના વિસ્તાર સતર્ક કરાયા છે. 

દ્વારકા સિગ્નેચ બ્રિજ મુદ્દે ઋષિકેશ પટેલે કહ્યું કે...

આ દરમિયાન રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ યોજના શરૂ કરાઇ છે. વધુમા જ્ઞાનસેતુ શાળા હેઠળ પરીક્ષા લેવાઈ હતી. મોડેલ સ્કૂલમા વિદ્યાર્થીઓ ભણી શકે તે માટેની આ યોજનામાં ધોરણ 10માં 80 ટકા કરતા ઓછું પરિણામ હોય તેવી શાળા જોવા મળી એટલે મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશિપ યોજના શરૂ કરી છે. હવે વિદ્યાર્થીને મન હોય ત્યાં સ્કોલરશિપના કારણે જ્યાં પણ ભણવું હોય ત્યાં ભણી શકશે. દ્વારકા સિગ્નેચ બ્રિજ મુદ્દે ઋષિકેશ પટેલે કહ્યું કે સિગ્નેચર બ્રીજ બનાવતી કંપની દેશમાં અનેક જગ્યાએ બ્રીજ બનાવી રહી છે. જેને લઈને સિગ્નેચર બ્રીજની ક્વોલીટી બાબતે તપાસ કરવામા આવી છે.

16 હજારથી વધુ ખેડુતોને 42 કરોડની સહાય ચુકવાઇ

ખાતાકીય તપાસ અને સીએમ ડેશબોર્ડમા નિર્ણય પર કહ્યું કે 1250થી વધુ તપાસ 5 વર્ષથી ચાલી રહી હતી. તે તપાસ પૂર્ણ કરવા સૂચના અપાઈ છે. વધુમાં જ્યાં જરૂરી લાગે ત્યાં સજા આપવા અને નિર્દોશ છો઼ડવાનો થતો હોય તપાસ ઝડપી પુર્ણ કરવા સુચના અપાઈ છે.તથા પાકના નુકશાનમા  37,086 અરજી મળી જેમાંથી 16 હજારથી વધુ ખેડુતોને 42 કરોડની સહાય ચુકવાઇ હોવાનું પણ સામે આવ્યું છે.તેઓએ વધુમાં કહ્યું કે સંભવિત વાવાઝોડાને લઇ સરકાર મોનિટરિંગ કરી રહ્યુ છે. હાલ અખાતના દેશો તરફ વાવાઝોડું ફંટાયું હોવાની સ્થિતિ છે પરંતુ ગુજરાત તરફ પણ જો ખતરો હોય તો તેને ખાળવાની પૂરેપૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે  અને દરિયા કિનારાના વિસ્તારને સતર્ક કરવામા આવ્યા છે.


 પોલીસ કર્મચારીઓને CPR ની તાલીમ અપાશે

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે,રાજ્યમાં ૫૧ સ્થળોએ સ્વાસ્થ્ય અને સલામતીના ભાગરૂપે આગામી તા. ૧૧ જૂનના રોજ ૫૫ હજારથી વધુ પોલીસ જવાનોને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ આપવામાં આવશે.  આ એક દિવસીય તાલીમ કાર્યક્રમમાં રાજ્યની ૩૭ મેડિકલ કોલેજો અને અન્ય ૧૪ સ્થળો પર ૨૫૦૦થી વધુ ડૉક્ટરો અને તબીબી વ્યવસાયિકો દ્વારા CPRની સંપૂર્ણ સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવશે. જે રાજ્યના જુદા જુદા ૫૧ સ્થળો પર સવારે ૧૦.૦૦ થી સાંજે ૦૫.૦૦ કલાક દરમિયાન આ તાલીમ યોજાશે. 

વીજ તંત્રની કામગીરી બિરદાવી
વીજ તંત્રની કામગીરીનો ઉલ્લેખ કરતા તેઓએ કહ્યું હતું કે રાજ્યમાં આપત્તિના સમયે નાગરિકોને ત્વરિત વીજ પુરવઠો મળી રહે એ માટે રાજ્ય સરકાર દ્વારા એકશન પ્લાન સાથે સઘન કામગીરી હાથ ધરવામાં આવે છે. અસરગ્રસ્ત માળખાને પુનઃસ્થાપિત કરવા માટે રાજ્ય સરકારે અસરકારક પગલાં લીધા છે. જેમાં DGVCL હેઠળ કુલ 208 ગામોના વીજ પુરવઠાને અસર થઈ હતી, જેના પુનઃસ્થાપન માટે 43 ટીમો તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારમાં રવાના કરવામાં આવી હતી અને માત્ર 24 કલાકમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરાયો હતો. એજ રીતે MGVCL હેઠળ કુલ 1048 ગામોના વીજ પુરવઠાને અસર થઈ હતી, જેના પુનઃસ્થાપન માટે 73 ટીમો પહેલેથી જ ઉપલબ્ધ હતી અને વધારાની 6 ટીમો DGCVLમાંથી તથા 5 ટીમો UGVCLમાંથી તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારમાં રવાના કરવામાં આવી હતી અને યુદ્ધના ધોરણે કામગીરી કરી વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરાયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ