બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / A political history of Bhupendra Patel and potential members of his cabinet

રાજકીય સફર / ગુજરાતનું મંત્રીમંડળ કેવું હશે? નાત-જાતના તાંતણા ગૂંથી અપાશે ચાન્સ, આ જૂના ચહેરાઓ પણ દેખાશે

Dinesh

Last Updated: 07:52 PM, 11 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજકીય સફર; તેઓ મેમનગર નગરપાલિકાના પ્રમુખ અને AMC સ્કૂલ બોર્ડના વાઈસ ચેરમેન રહી ચૂક્યો છે તેમજ 2015 થી 2017 સુધી AUDAના ચેરમેન હતા

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજકીય સફર
  • જગદીશ પંચાલ શુ છે રાજકીય ઈતિહાસ
  • 'દૂધવાલા'ની જાણો રાજકીય હિસ્ટ્રી 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ ગઈ છે અને જેમાં ભાજપ પર પ્રજાએ ભરપૂર ભરોસો મુક્યો છે. આવતીકાલે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ અને તેમનું મંત્રીમંડળ શપથ લેવાના છે. તેમને જણાવી દઈએ કે, તેમના મંત્રીમંડળમાં કોણ કોણ હશે તે અજી સુધી નક્કી કરવામાં આવ્યું નથી. ભૂપેન્દ્ર પટેલ અને તેમના મંત્રીમંડળના સંભવિત સભ્યોની રાજકીય ઈતિહાસ જાણીએ.

ભૂપેન્દ્ર પટેલની રાજકીય સફર
ભૂપેન્દ્ર પટેલ સગીરાવસ્થાથી જ RSS સાથે જોડાણયા હતાં. તેઓ મેમનગર નગરપાલિકાના પ્રમુખ અને AMC સ્કૂલ બોર્ડના વાઈસ ચેરમેન પણ રહ્યા હતાં. 2015 થી 2017 સુધી AUDAના ચેરમેન તરીકે સેવા આપી છે. AMCની સ્થાયી સમિતિના અધ્યક્ષ અને 2017માં ઘાટલોડિયા બેઠક પર જીત્યા તેઓ 2017માં પ્રથમ વખત ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર ચૂંટાયા હતાં. 2017માં તેઓ 1.17 લાખ મતથી જીત્યા હતા અને સપ્ટેમ્બર 2021માં રાજ્યના મુખ્યમંત્રી બન્યા તેમજ 2022ની ચૂંટણીમાં પણ રેકોર્ડબ્રેક માર્જિનથી જીત મેળવી છે.

નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ
નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ સતત ત્રણ ટર્મથી ચૂંટાયા છે. તેઓ અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પણ રહી ચૂક્યાં છે. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તેઓ ઉદ્યોગ મંત્રી રહ્યાં હતાં.

ધારાસભ્ય શંકર ચૌધરીની રાજકીય ઇતિહાસ
શંકર ચૌધરીએ 'દૂધવાલા'ના નામથી જાણીતા છે. તેઓ ભાજપના સિનિયર નેતા છે તેમજ ચૌધરી કુલ પાંચ વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે જેમાં રાધનપુર, વાવ, થરાદ બેઠક પર જીત મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આનંદીબેનની સરકારમાં આરોગ્ય-સહકાર મંત્રી રહી ચૂક્યાં છે. સહકારી ક્ષેત્રના આગેવાન છે તેઓ બનાસડેરીના બે વખત બિનહરિફ ચેરમેન બન્યા હતાં. તેઓ વિદ્યાર્થીકાળથી જ ABVP સાથે જોડાયા અને ભાજપ યુવા મોરચાના પ્રમુખ પણ રહી ચૂક્યાં છે.

ઋષિકેશ પટેલ, વિસનગર
ઋષિકેશ પટેલની રાજકીય સફર જોઈએ તો વિસનગર બેઠકથી સતત 4 વાર ચૂંટાયા છે. ઉત્તર ગુજરાતનો અગ્રણી પાટીદાર ચહેરો છે અને મહેસાણા ભાજપના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. સહકારી અને ઉદ્યોગ ક્ષેત્રે સ્થાનિક સ્તરે સારી ઓળખ ધરાવે છે. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં આરોગ્ય મંત્રી, પાણી-પુરવઠાનો પણ હવાલો સંભાળ્યો હતો.

કુંવરજી બાવળિયા, જસદણ
બાવવળિયા જસદણ બેઠક પર 1995થી ચૂંટાતા આવ્યા છે. તેઓ 1995 થી 2017 સુધી કોંગ્રેસ તરફથી ધારાસભ્ય હતા અને 2018માં ભાજપમાં જોડાયા હતાં તેમજ પેટાચૂંટણીમાં ફરી જસદણ પરથી જીત્યા હતાં. તેઓ રૂપાણી સરકારમાં પાણી-પુરવઠા મંત્રી હતા અને કોળી સમુદાયનો અગ્રણી ચહેરો છે.

જયેશ રાદડિયા, જેતપુર
જયેશ રાદડિયા ભાજપનો યુવા મજબૂત ચહેરો છે. જેતપુર બેઠકથી સતત ત્રીજીવાર ચૂંટાયા છે અને પાટીદાર સમાજના અગ્રણી છે. નરેન્દ્ર મોદી, આનંદીબેન, રૂપાણી સરકારમાં મંત્રી ચૂક્યા છે. રાજકોટ જિલ્લા કો-ઓપરેટીવ બેંકના પૂર્વ ચેરમેન-ડિરેક્ટર રહ્યાં છે

રાઘવજી પટેલ, જામનગર ગ્રામ્ય
રાઘવજી પટેલની વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કૃષિ અને પશુપાલન મંત્રી અને કૃષિમંત્રી ફરીવાર જીતતા નથી તે માન્યતા તોડી છે. 1990 પછી બીજી વખત જીતનાર પહેલા કૃષિમંત્રી
કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતાં. શંકરસિંહની રાજપા સરકારમાં પણ મંત્રી હતા

જીતુ વાઘાણી, ભાવનગર પશ્ચિમ
ભાજપના અગ્રણી નેતા જીતુ વાઘાણીની રાજકીય સફર જાણીએ તો માલુમ પડે કે તેઓ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં શિક્ષણ મંત્રી રહ્યા હતાં તેમજ વર્ષ 2016થી 2020 સુધી ભાજપના પ્રમુખ રહ્યા હતાં. ભાવનગર પશ્વિમ બેઠક પર સતત ત્રણ વખત ચૂંટાયા છે. સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ જાળવવામાં માહિર છે. 

ગણપત વસાવા, માંગરોળ
માંગરોળના ધારસભ્ય ગણપત વસાવા દક્ષિણ ગુજરાતમાં આદિવાસી નેતા તરીકેની ઓળખ ધરાવે છે. 2002થી સતત પાંચ વાર માંગરોળથી ચૂંટાયા છે. વિધાનસભાના સ્પીકર પણ રહ્યા છે. 2002થી વિવિધ સરકારમાં મંત્રી તરીકે રહ્યા છે.

હર્ષ સંઘવીનો રાજકીય ઈતિહાસ
મજૂરા બેઠક પર સતત ત્રીજીવાર ચૂંટાયા હર્ષ સંઘવીની વાત કરીએ તો તેઓ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ગૃહરાજ્યમંત્રી અને રમતગમત મંત્રી તરીકે પણ હવાલો સંભાળ્યો છે. સતત નવું કરવા માટે જાણીતા છે. તેઓ PM અને અમિત શાહની નજીકના વ્યકિત ગણાય છે.

અલ્પેશ ઠાકોર, ગાંધીનગર દક્ષિણ
પાટીદાર અનામતની સમાંતરે OBC નેતા તરીકે ઉદય થયો હતો અને 2017 પહેલા કોંગ્રેસમાં જોડાયા અને રાધનપુર બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય રહ્યા ત્યાર બાદ 2019માં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતાં. પેટાચૂંટણીમાં કારમી હાર મળી અને 2022માં ગાંધીનગર દક્ષિણ બેઠકથી જીત્યા છે.

શંભુપ્રસાદ ટુંડિયા, ગઢડા
દલિત સમાજના ધર્મગુરુ અને સામાજિક આગેવાન છે. તેઓ ધંધુકાના સંત સવૈયાનાથ ધામના ગાદિપતિ છે તેમજ 2014થી 2020 સુધી રાજ્યસભાના સાંસદ રહ્યાં છે અને 2007થી 2014 સુધી દસાડાના ધારાસભ્ય રહી ચૂક્યાં છે. ભાજપમાં અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ રહેલા છે.

પંકજ દેસાઈ, નડિયાદ
નડિયાદથી સતત પાંચમી વાર પંકજ દેસાઈ ચૂંટાયા છે. વિધાનસભામાં દંડક તરીકે રહ્યા હતાં. નડિયાદ નગરપાલિકા પ્રમુખ પણ બન્યા હતાં. મધ્ય ગુજરાતમાં ભાજપનો પાટીદાર ચહેરો છે.

ભગવાન બારડ, તાલાળા
ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા
આહિર સમાજના અગ્રણી
તાલાળા બેઠક પર સતત ત્રીજી વાર જીત
સામાજિક-શૈક્ષણિક પ્રવૃતિ સાથે સંકળાયેલા નેતા

મુળુભાઈ બેરા, જામખંભાળીયા
ભાજપના જૂના જોગી
કેશુભાઈ પટેલની સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી
આહિર સમાજના આગેવાન
પાંચ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા
પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન પણ રહ્યા

પી.સી.બરંડા, ભિલોડા
પૂર્વ IPS અધિકારી
કોંગ્રેસની પરંપરાગત બેઠક પર મેળવી જીત
2017માં ચૂંટણી હાર્યા હતા
2022માં ભાજપે ફરી ટિકિટ આપી

હીરા સોલંકી, રાજુલા
કોળી સમાજનો જાણીતો ચહેરો
પુરષોતમ સોલંકીના નાના ભાઈ
રાજુલાથી ત્રણ વાર ચૂંટાયા

કૌશિક વેકરિયા, અમરેલી
અમરેલીમાં પરેશ ધાનાણીને હરાવ્યા
ધાનાણી સામે પાટીદાર યુવા ચહેરા તરીકે ઓળખ
જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહ્યા

નિમિષા સુથાર, મોરવાહડફ
ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રી તરીકે રહ્યા
આદિજાતિ, આરોગ્ય-પરિવાર કલ્યાણનો હવાલો
બે વખત મોરવાહડફથી ચૂંટાયા
આદિવાસી વિસ્તારના મહિલા નેતાની ઓળખ

અનિરુદ્ધ દવે, માંડવી
પહેલીવાર ચૂંટાયા
સંઘ સાથે ગાઢ સંબંધ
કચ્છના બ્રહ્મ સમાજનો અગ્રણી ચહેરો

બાળકૃષ્ણ શુક્લ, અકોટા
વડોદરા ભાજપનો બ્રાહ્મણ અને મરાઠી ચહેરો
2009 થી 2014 સુધી વડોદરાના સાંસદ
2014માં PM માટે વડોદરા બેઠક ખાલી કરી આપી
પહેલીવાર ધારાસભ્ય બન્યા
વડોદરા મહાપાલિકાના મેયર પણ રહ્યા

અમિત ઠાકર, વેજલપુર
પહેલીવાર ચૂંટાયા
2007 થી 2010 સુધી યુવા મોરચાના અધ્યક્ષ
હાલમાં ઓવરસીઝ ભાજપના નેશનલ કો-કન્વીનર
ABVP સાથે સંકળાયેલા
ભાજપના યુવા ચહેરા તરીકેની ઓળખ

મુકેશ પટેલ, ઓલપાડ
ઓલપાડથી સતત ત્રણવાર ચૂંટાયા
કૃષિ, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગ સંભાળ્યા
2007માં ઓલપાડના ધારાસભ્યના સહાયક હતા

પૂર્ણેશ મોદી, સુરત પશ્ચિમ
સુરત પશ્ચિમ બેઠક પર સતત બે ટર્મથી જીત
2013માં સુરત પશ્ચિમથી પેટાચૂંટણી જીત્યા
સુરત શહેર ભાજપના પૂર્વ પ્રમુખ
રાજ્ય સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રી
માર્ગ, મકાન, યાત્રાધામ વિકાસના પણ મંત્રી
વિધાનસભામાં સંસદીય સચિવ પણ રહ્યા
SMCમાં શાસક પક્ષના નેતા પણ રહી ચુક્યા છે

રમણ પાટકર, ઉમરગામ
ઉમરગામ બેઠક પરત છઠ્ઠી વખત ચૂંટાયા
પક્ષના વરિષ્ઠ નેતા
રૂપાણી સરકારમાં રાજ્યકક્ષાના વનમંત્રી
ભાજપનો આદિવાસી ચહેરો

નરેશ પટેલ, ગણદેવી
ગણદેવી બઠક પર બીજીવાર ચૂંટાયા
ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કેબિનેટ મંત્રી રહ્યા
2007માં પહેલીવાર ચીખલી બેઠકથી ચૂંટાયા

વિનુ મોરડિયા, કતારગામ
કતારગામથી સતત બે વાર જીત્યા
ભૂપેન્દ્ર પટેલની સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી હતા
પાટીદાર આંદોલનની અસર વચ્ચે પણ કતારગામથી જીત્યા
2005થી ભાજપમાં સક્રિય

રમણલાલ વોરા, ઈડર
ઈડરથી છ વખત જીત
વિધાનસભામાં સ્પીકર પણ રહ્યા
ઉર્જા, પેટ્રોકેમિકલ્સ, શ્રમ-રોજગાર ખાતા સંભાળ્યા
શિક્ષણ વિભાગ પણ સંભાળ્યો
ભાજપના દલિત ચહેરા તરીકેની ઓળખ


કેશાજી ચૌહાણ,દિયોદર
દિયોદર બેઠક પર બીજી વાર ચૂંટાયા
2007માં અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા
2002માં કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા
સ્થાનિક રાજકારણમાં મહત્વની ભૂમિકા

કિરીટસિંહ રાણા, લીંબડી
પક્ષના વરિષ્ઠ નેતા
8માંથી 6 વખત ચૂંટણી જીત્યા
1995માં પહેલીવાર ધારાસભ્ય બન્યા
2021માં નવી કેબિનેટમાં મંત્રી બન્યા
વિવિધ મંત્રાલયની અગાઉ કામગીરી સંભાળી

કાંતિ અમૃતિયા, મોરબી
મોરબી બેઠક પર 6 વખત ચૂંટાયા
1995 થી 2012 સુધી જીત
2017માં બ્રિજેશ મેરજા સામે હાર્યા
સગીરાવસ્થાથી જ RSSના સ્વયંસેવક

સંગીતા પાટીલ, લિંબાયત
સતત 3 ટર્મથી ધારાસભ્ય
2012માં પહેલીવાર ચૂંટાયા
પરપ્રાંતિય મતદારો ઉપર પ્રભાવ

 

સંભવિત મંત્રીમંડળમાં કઇ જાતિને કેટલું પ્રતિનિધિત્વ?
7 OBC
6 પાટીદાર
4 આદિવાસી
3 દલિત
1 બ્રાહ્મણ
1 ક્ષત્રિય
1 જૈન

આ પાટીદારોને કેબિનેટમાં મળી શકે છે સ્થાન (ગમે તે 6)
ભૂપેન્દ્ર પટેલ
ઋષિકેશ પટેલ
જીતુ વાઘાણી
મહેશ કસવાલા
સંજય કોરડિયા
વિપુલ પટેલ
જયેશ રાદડિયા
કૌશિક વેકરિયા

OBCમાંથી આ ચહેરા કેબિનેટમાં જોવા મળી શકે ! 
શંકર ચૌધરી
કુંવરજી બાવળિયા
અલ્પેશ ઠાકોર
મુકેશ પટેલ
પરશોત્તમ સોલંકી
હીરા સોલંકી
જગદિશ વિશ્વકર્મા
મુળુ બેરા

કેબિનેટમાં આદિવાસી સમાજમાંથી કોને સ્થાન?
ગણપત વસાવા
નરેશ પટેલ
દર્શના દેશમુખ
પી.સી.બરંડા
જીતુ ચૌધરી

કેબિનેટમાં દલિત સમાજમાંથી કોને મળી શકે સ્થાન?
રમણલાલ વોરા
દર્શના વાઘેલા
શંભુનાથ ટુંડિયા
ભાનુબેન બાબરિયા
મનિષા વકીલ

આ બ્રાહ્મણોને મળી શકે છે સ્થાન
કનુ દેસાઈ
બાલકૃષ્ણ શુક્લ

ક્ષત્રિય સમાજમાંથી કોને કેબિનેટમાં મળી શકે સ્થાન?
કિરીટસિંહ રાણા
રિવાબા જાડેડજા

જૈન સમાજમાંથી કોને મળી શકે સ્થાન?
હર્ષ સંઘવી

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ