બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / A new twist in Rajkot's superstition case: Now the prosecutor and Bhuvo are face to face

આક્ષેપો / રાજકોટના અંધશ્રદ્ઘા કેસમાં નવો વળાંક: હવે ફરિયાદી અને ભૂવો સામસામે, કહ્યું 'મે પૈસા પાછા આપ્યા એનું સ્ટેટમેન્ટ પણ છે મારી પાસે'

Vishal Khamar

Last Updated: 03:10 PM, 4 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં અંધશ્રદ્ધા કેસમાં ફરિયાદી મનીષ લોટિયા તેમજ ભૂવા અરૂણ સાપરિયા બંને સામ સામે એકબીજા પર આક્ષેપો કર્યો છે. જેમાં બંને જણા સામ સામે એક બીજી પર આરોપોનો મારો ચલાવ્યો હતો.

  • રાજકોટમાં અંધશ્રદ્ઘા કેસમાં આવ્યો નવો વળાંક
  • ફરિયાદી મનીષ લોટિયા અને ભૂવા અરૂણ સાપરિયા આવ્યા સામસામે
  • બંન્નેએ સામ-સામે કર્યા આરોપ પ્રત્યારોપ

 રાજકોટમાં અંધશ્રદ્ધા કેસમાં નવો વળાંક આવ્યો છે. જેમાં ફરિયાદી મનીષ લોટિયા અને ભૂવા અરૂણ સાપરિયા બંને સામ સામે એક બીજા પર જાહેરમાં આક્ષેપો કર્યા હતા. ત્યારે આ કેસમાં હજુ પણ નવા ખુલાસા થઈ શકે તેવી શક્યતાઓ છે.

છ-સાત દિવસ પહેલા જ મારા મકાન નીચે આવીને ટીંગલ કર્યું હતુંઃ અરૂણભાઈ સાપરીયા
આ બાબતે અરૂણભાઈ સાપરીયાએ જણાવ્યું હતું કે,   લોકડાઉનનાં બે વર્ષ બાદ મયુરભાઈ થકી મારી મિત્રતા તેમણે કેળવી હતી. જે બાદ તેઓ અવાર નવાર દારૂ પી ને મારા ફ્લેટ નીચે આવતા હતા.  ત્યારે દારૂ પી ને આવવાની ના પાડી હતી. જે બાદ તેઓએ  હમણા છ-સાત દિવસ પહેલા જ મારા મકાન નીચે આવીને ટીંગલ કર્યું હતું જે બાદ મેં તેમને ઠપકો પણ આપ્યો હતો. તેઓ વાહિયાત વાતો કરે છે. હું કોઈ ભુવો નથી.  ગુરૂજી નથી. રાજકોટમાં મારી કોઈ ખરાબ હિસ્ટ્રી નથી.  હું કોઈ ગુનેગાર પણ નથી.  મિત્ર હોવાથી તેઓ જ્યારે પહેલી વખત દારૂ પી ને આવ્યા ત્યારે મેં જતું કર્યું હતું.  હવે જો મને દારૂ પી ને હેરાન કરશે તો હું રિટર્ન કાર્યવાહી કરીશ. તેમજ હું આ બાબતે મારા વકીલની સલાહ લઈ આગળની કાર્યવાહી કરીશ..

મેં પૈસા પરત માંગતા મારી જોડે માથાકૂટ કરીઃ મનીષ લોટિયા
તો સામે પક્ષે મનીષ લોટિયાએ જણાવ્યું હતું કે,  સાડા ત્રણ ચાર વર્ષ પહેલા જન્માક્ષર માટે ગયો હતો. તે દરમ્યાન તેણને કહેલ કે તમારે અલગથી વિધિ કરાવવી પડશે.  જે બાદ મેં અલગથી વિધિ ચાલુ કરાવી હતી.  તો વિધિ દરમ્યાન શું કરવાનું તે બાબતે તેમણે મારી પાસે મટન તેમજ દારૂની બોટલની માંગણી કરી હતી.  જે બાદ તેમણે વિધિ કરી હતી. ત્યારે બાદ કહ્યું કે બે ત્રણ દિવસમાં તમારૂ કામ પૂરૂ થઈ જશે. ત્યારે હમણા મે સાડા ત્રણ મહિનાં પહેલા કહેલ કે,  મને મારા પૈસા આપી દો. જે બાદ તેણે મને 80 થી 90 હજાર કટકે કટકે મને પરત આપ્યા હતા.  બીજા પૈસા તેમણે મને હરિદ્વારથી વિધિ કરીને આવું પછી લઈ જવાનું કહ્યું હતું. ત્યારે હું પૈસા લેવા ગયો તે દરમ્યાન પ્રિ પ્લાન કરી મારી જોડે માથાકૂટ કરી હતી. જે બાદ કહેલ કે તારા પૈસા પણ નથી અને હું મારી વિધિથી તને પાડી દઈશ થાય એ કરી લે. એમ કહેતા હું પોલીસમાં ગયો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ