બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A new slab for school fees will be decided in the state

ગાંધીનગર / રાજ્યમાં સ્કૂલ ફી માટે નવો સ્લેબ કરાશે નક્કી, સંચાલક મંડળની રજૂઆત બાદ સરકારે કરી સમિતિની રચના

Malay

Last Updated: 09:28 AM, 30 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખાનગી સ્કૂલો માટે ફી રેગ્યુલેશન એક્ટ અંતર્ગત નવી મર્યાદા-સ્લેબ નક્કી થશે, સંચાલક મંડળની રજૂઆત બાદ સરકારે સમિતિની કરી રચના.

  • સ્કૂલ ફી માટે નવો સ્લેબ થશે નક્કી 
  • ફી રેગ્યૂલેશન એક્ટ અંતર્ગત થશે ફેરફાર 
  • સરકારે સમિતિની કરી રચના 

ગુજરાતની ખાનગી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોની ફી માટે નવો સ્લેબ નક્કી કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા 9 જેટલા સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. ફીના સ્લેબમાં વધારો કરવા માટે સંચાલક મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે આ કમિટીની રચના કરવામાં આવી છે. 

Education News | VTV Gujarati
ફાઈલ તસવીર

...તો વાલીઓના ખિસ્સા પર વધશે ભારણ
ખાનગી સ્કૂલોની ફી નક્કી કરવા માટે વર્ષ 2017માં અમલમાં આવેલા ફી નિર્ધારણ કાયદામાં સ્કૂલોની કટઓફ ફી સ્લેબ નક્કી કરાયા હતા. કટઓફ ફીમાં વધારો થશે તો સ્કૂલો વાલીઓ પાસેથી વધુ ફી વસુલી શકે છે.  

સંચાલકોની માંગ બાદ કરાઈ કમિટીની રચના 
સ્કૂલોના સંચાલકોએ મોંઘવારીના કારણો આપીને ફીના સ્લેબમાં વધારો કરવાની માંગ કરી હતી. જેના પગલે શિક્ષણ વિભાગ દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં 9 જેટલા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

Education News | VTV Gujarati
ફાઈલ તસવીર

સરકારે નક્કી કરી છે ફી 
આપને જણાવી દઈએ કે, ફી અધિનિયમ અનુસાર, રાજ્ય સરકારના જાહેરનામાથી ઠરાવેલી ફી કરતા ઓછી ફીની રકમ વસુલતી ખાનગી સ્કૂલોને ફી નિર્ધારણ પાસેથી ફી નિર્ધારણ કરાવવામાંથી મુક્તિ આપેલી છે. રાજ્ય સરકારે આ માટે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક માટે ફી નક્કી કરેલી છે. જે મુજબ આ ફી ક્રમશ 15 હજાર, 25 હજાર અને 30 હજાર નક્કી કરેલી છે. આ અંતર્ગત નક્કી કરેલી ફી કરતા વધુ ફી લેતી સ્કૂલોએ ફી કમિટી સમક્ષ દરખાસ્ત કરવાની હોય છે. તો નક્કી કરવામાં આવેલી ફી કરતા ઓછી ફી લેતી સ્કૂલોએ માત્ર એફિડેવિટ જ આપવાનું હોય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ