બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / A new feature launch in Truecaller will now get the option of call recording

ટેકનોલોજી / Truecallerમાં નવું ફીચર લોન્ચ: હવે કોલ રેકોર્ડિંગનું ઓપ્શન મળશે, આ યુઝર્સને મળશે લાભ

Vishal Khamar

Last Updated: 07:33 PM, 5 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Truecaller દ્વારા ભારતમાં નવું ફીચર લોન્ચ કર્યું છે. જે AI-powered call recording અને Transcribe ની સુવિધા આપે છે. આ બાદ ગ્રાહકો મોટી આસાનીથા પોતાનો કોલ રેકોર્ડ અથવા Transcribe એટલે કે શબ્દોમાં કન્વર્ટ કરી શકશે. આ ફીચર પર AI કામ કરી રહ્યું છે. આ ફીચર એન્ડ્રોઈડ અથવા IOS યુઝર્સ બંને માટે લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યારે આવો આ નવા ફ્યુચર બાબતે વિગતવાર વધુ જાણીએ.

Truecaller દ્વારા ભારતમાં નવું ફીચર લોન્ચ કર્યું છે. જે AI-powered call recording  અને Transcribe ની સુવિધા આપે છે. આ બાદ ગ્રાહકો મોટી આસાનીથા પોતાનો કોલ રેકોર્ડ અથવા Transcribe  પણ કરી શકશો. આની મદદથી યુઝર્સ જરૂરી વાતચીત અને મેસેજને રેકોર્ડ કરી શકશે જેથી ભવિષ્યમાં આનો ઉપયોગ કરી શકે. 

Truecaller ના જણાવ્યા મુજબ આ નવું ફીચર  Artificial Intelligence ટેકનોલોજ સાથે આવ્યું છે. આનાથી વપરાશ કર્તાને પ્રોડક્ટનો સારો ઉપયોગ કરવાનો મોકો મળશે. તેમજ ફોન પૂર્ણ થયા બાદ ઉપયોગકર્તાને ભાષાંતર કરવાનું એક એપ્શન આપવામાં આવશે. જે ફોનને ટેક્સ ફોર્મેટમાં કન્વર્ટ કરવામાં મદદ કરશે. આ ટેક્સ ફોર્મેટ એક અલગ ફોલ્ડરમાં દેખાશે. 

iPhone નો ઉપયોગ કરવાવાળા કેવી રીતે કોલ રેકોર્ડ કરશે
ફોન દરમ્યાન iPhone માં Truecaller App ને ઓપન કરવી પડશે. Truecaller App ની અંદર Record a call પર ક્લિક કરવી. ત્યાર બાદ ઓપ્શન ન મળે તો સર્ચ પણ કરી શકો છો. જ્યારે ફોન રેકોર્ડિંગ ઓન હોય તો રેકોર્ડિગનું ચિહ્ન દેખાડશે. તમામ ફોન રેકોર્ડિંગ ફોનમાં જ સ્ટોર કરીને રાખી શકાય છે. 

એન્ડ્રોઇડ ફોન પર કેવી રીતે રેકોર્ડ કરવું?
એન્ડ્રોઇડ ફોનમાં Truecaller એપ ખોલો. કોલિંગ દરમિયાન, Truecaller એપના ડાયલપેડ પર રેકોર્ડિંગનો વિકલ્પ આપવામાં આવે છે, જેના પર કોલ રેકોર્ડિંગ શરૂ અને એક ક્લિકથી બંધ કરી શકાય છે. 

વધુ વાંચોઃ હવે સાયબર ક્રાઇમ પર લાગશે રોક! કેન્દ્ર સરકારે લૉન્ચ કરી ન્યૂ સર્વિસ, ફ્રૉડ કરનારના નંબર થઇ જશે બ્લોક

પ્રીમિયમ યુઝર્સને કોલ રેકોર્ડિંગની સુવિધા મળશે 
કૉલ રેકોર્ડિંગની આ સુવિધા ફક્ત Truecaller પ્રીમિયમ વપરાશકર્તાઓ માટે જ ઉપલબ્ધ હશે. પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન પૅકેજ દર મહિને રૂ. 75 થી શરૂ થાય છે અને પ્રતિ વર્ષ રૂ. 529 થાય છે. હાલમાં ટ્રાન્સક્રિપ્શન સપોર્ટ માત્ર હિન્દી અને અંગ્રેજીમાં છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ