બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / A meeting was called by CM Bhupendra Patel following the increasing cases of Lumpy virus

એક્શન / પશુઓમાં ફેલાયેલા લંપી વાયરસ મામલે એક્શનમાં આવ્યા CM ભૂપેન્દ્ર પટેલ, તાબડતોબ બોલાવી બેઠક

Khyati

Last Updated: 01:09 PM, 25 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં લંપી વાયરસનો કહેર વધતા રાજ્ય સરકાર ચિંતિત, સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કૃષિમંત્રી અને મુખ્ય સચિવ સાથે બેઠકનું આયોજન

  • રાજ્યમાં વધતા લંપી વાયરસ મામલે બેઠક
  • CM ભૂપેન્દ્ર પટેલ કરશે બેઠક
  • બેઠકમાં વાયરસને રોકવા ચર્ચા કરાશે

ગુજરાતમાં પશુઓમાં ફેલાયેલા લંપી વાયરસને લઇને ખળભળાટ મચ્યો છે. અનેક અબોલ પશુઓના મોત નીપજ્યા છે. માલધારીઓ પરેશાન થઇ ગયા છે. લંપી વાયરસના કહેરને પગલે પશુપાલન વિભાગે તાત્કાલિક બેઠક બોલાવી અને બેંગ્લોરથી રસીના ડોઝ મંગાવ્યા છે. ત્યારે હવે વધતા જતા કેસને પગલે રાજ્ય સરકાર એક્શન મોડમાં જોવા મળી છે. 

આવતીકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક

રાજ્યમાં અત્યાર સુધી લમ્પી વાયરસથી 12 પશુઓના મોત થઇ ચૂક્યા છે.  સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસનો કહેર યથાવત રહેવા પામ્યો છે. જેમાં રાજકોટમાં એક સાથે 80 પશુઓમાં વાયરસ જોવા મળ્યો હતો. હવે વધતા કેસને પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં આવ્યા છે. લંપી વાયરસ મામલે તેઓ આવતીકાલે  કૃષિમંત્રી રાઘવજી પટેલ, મુખ્ય સચિવ પંકજ કુમાર સાથે બેઠક કરશે.  બેઠકમાં આ વાયરસને કેવી રીતે રોકવો અને શું પગલા લેવા તે અંગેની ચર્ચા કરવામાં આવશે. મહત્વનું છે કે ગુજરાતના 12 જિલ્લામાં લંપી વાયરસના કેસ નોંધાતા ખળભળાટ મચ્યો છે.

બોટાદ-ગઢડામાં 30પશુઓને લંપી વાયરસ
 
સૌરાષ્ટ્રના અનેક ગામોમાં પશુઓમા લંપી વારયસ ફેલાયો છે સાથે જ અનેક પશુઓના મોત પણ થયા છે જેના કારણે પશુપાલકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. ત્યારે બોટાદ શહેર અને ગઢડા તાલુકામાં 30 જેટલા પશુઓમા લંપી વાયરસના લક્ષણો દેખાયા હતા.. પરંતુ બોટાદના પશુપાલન વિભાગ પાસે લંપી વાયરસની વેકસીન ઉપલબ્ધ ન હોવાને કારણે પશુપાલકોને ખાનગી ડોકટરો પાસે મોંઘી ફી આપી સારવાર કરાવવી પડી રહી છે ત્યારે મધુસુદન ડેરી દ્વારા લંપી વાયરસની વેકસીનની ડાયરેક્ટ ખરીદીને ડેરીના ડોકટરની અગલ અલગ ટીમો દ્વારા પશુપાલકોના ઘરે જઈને રસીકરણ કરવામા આવ્યુ હતું. 

રાજકોટમાં 80 પશુઓને લંપી વાયરસ

 રાજકોટમાં એક સાથે 80 પશુઓમાં વાયરસ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં વાયરસ જોવા મળતા પશુપાલન વિભાગે તાત્કાલિક બેઠક બોલાવી હતી.પશુઓ માટે બેંગલોરથી રસીના ડોઝ માંગવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં લંપી વાયરસને પગલે રસીકરણ અભિયાન તેજ બન્યું છે. પશુપાલન મંત્રી રાઘવજી પટેલની સૂચનાને પગલે તંત્ર દોડતું થયું હતું. જામનગરના વિવિધ વિસ્તારમાં રસીકરણ હાથ ધરવામાં આવ્યું હતું.

શું છે લમ્પી વાયરસના લક્ષણો ?

અત્રે ઉલ્લેખનીય છે કે, લમ્પી સ્કીન ડિસીઝ એક વાયરસ જન્ય રોગ છે, જેનો ફેલાવો મચ્છર, માખી, જૂ, ઇતરડી વગેરે દ્વારા તથા રોગિષ્ઠ પશુ સાથે સીધો સંપર્ક, દૂષિત ખોરાક અને પાણીથી પણ ફેલાય છે. પશુઓમાં સામાન્ય તાવ, આંખ-નાકમાંથી પ્રવાહી આવવું, મોઢામાંથી લાળ પડવી, આખા શરીરે ગાંઠો જેવા નરમ ફોલ્લા થવા, પશુનું દૂધ ઉત્પાદન ઘટવું તથા ખાવાનુ બંધ કરવું કે ખાવામાં તકલીફ પડવી વગેરે આ રોગના લક્ષણો છે. અમુક સંજોગોમાં ગાભણ પશુ તરવાઇ જાય અને ક્યારેક મૃત્યુ પણ પામે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ