બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / A landslide in Kinnaur caused a mountain to collapse

દુર્ઘટના / VIDEO : હિમાચલમાં ફરી હોનારત, 40 લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા, સેના બોલાવાઈ

Ronak

Last Updated: 02:29 PM, 11 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિમાચલ પ્રદેશના કિન્નોરમાં ભૂસ્ખલનને કારણે પહાડ ધરાશાયી થઈ ગયો. આ દુર્ધટનામાં 40થી વધું લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. NDRFની ટીમ દ્વારા રેસ્કયું ઓપરેશન હાથ ધરાયું

  • કિન્નોરમાં ભૂસ્ખલનને કારણે પહાડ ધરાશાયી 
  • અનેક વાહનો કાટમાળ નીચે દબાયા 
  • કુલ 40 લોકો કાટમાળમાં દબાયા હોવાની આશંકા 

હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં આવેલ નિગુલસેરી નેશનલ હાઈવે-5 પર ચીલ જંગલ પાસે ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. જેના કારણે આખે આખા રસ્તા પડી રહ્યા છે. આ ઘટનામાં HRTCની એક બસ પણ આ ભૂસ્ખલનના ઝપેટમાં આવી ગઈ હોવાની માહિતી સામે આવી છે. સાથેજ કુલ 40 જેટલા લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હોવાની માહિતી સામે આવી છે. 

રેસ્કયુની કામગીરી શરૂ 

પોલીસ અને તંત્ર દ્વારા રેસ્ક્યુની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે અને જે બસ કાટમાળ નીચે દબાઈ છે. તે બસ હરિદ્વાર રૂટની બસ હતી. માત્ર બસ નહી પરંતું ઘણા બધા વાહનો કાટમાળ નીચે દબાઈ ગયા છે. સાથેજ બસમાં કેટલા મુસાફરો હતા તે મુદ્દે પણ હજું કોઈ માહિતી સામે નથી આવી. 

અગાઉ પણ આવો અકસ્માત સર્જાયો હતો 

ગત 25 જુલાઈએ પણ કિન્નોર જિલ્લામાં આવેલ બટરેસી વિસ્તારમાં સાંગલા-છિતકુલ માર્ગ પર ભૂસ્ખલનને કારણે એક વાહન કાટમાળ નીચે દબાઈ ગયું હતું. આ ઘટનામાં મુસાફરોનું કરૂણ મોત થયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે વાહન 600 મીટર નીચે બાસ્પા નદીના કિનારે બીજા રસ્તા પર જઈને પડ્યું હતું. 

લોખંડનો પુલ ધરાશાયી 

અગાઉ જે અકસ્માત સર્જાયો હતો. તેમા છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને દિલ્હીના મુસાફરો પણ હતા. કે જેઓ દિલ્હીથી એક પ્રાઈવેટ વાહન કરી પ્રવાસે આવ્યા હતા. આ ઘટનામાં બાસ્પા નદી પર આવેલ 120 મીટર લાંબો લોખંડનો પુલ પણ ધરાશાયી થઈ ગયો હતો. 

વાહનવ્યવહાર ખોરવાયો 

ઉલ્લેખનીય છે કે હાલ જે દુર્ઘટના ઘટી છે તેમા અનેક વાહનો ભૂસ્ખલનની ઝપેટમાં આવી ગયા હોવાનું સામે આવ્યું છે. જેમા કુલ 40 લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. પહાડનો એક હિસ્સો ધરાશાયી થતા વાહનવ્યવહાર ખોરવાયો છે. તેમજ અનેક લોકો કાટમાળ નીચે દબાઈ ગયા છે. જેથી NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ