બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / A female corporator of Viramgam wrote a letter to Minister of State for Home Affairs Harsh Sanghvi

ન્યાયની માંગ / હત્યારો વિરમગામમાં દેખાય છે, છતાં પોલીસ પકડતી નથી: પતિની હત્યા મામલે BJP કોર્પોરેટરે ગૃહરાજ્યમંત્રી સંઘવીને લખ્યો પત્ર

Malay

Last Updated: 12:32 PM, 23 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પતિના હત્યારા સામે કાર્યવાહી ન થતા વિરમગામના મહિલા કોર્પોરેટરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને લખ્યો પત્ર. તેમણે કહ્યું કે આ કેસનો મુખ્ય આરોપી ઘણીવાર વિરમગામમાં દેખાય છે છતાં પોલીસ તેને પકડતી નથી.

  • વિરમગામના કોર્પોરેટરે ગૃહ રાજ્યમંત્રીને લખ્યો પત્ર
  • પતિ હર્ષદ ગામોટના હત્યારાની ધરપકડ કરવાની માંગ કરી
  • પતિના હત્યારા સામે કાર્યવાહી ન થતાં લખ્યો પત્ર

વિરમગામના ભાજપના કોર્પોરેટર સોનલ ગામોટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે. પતિ હર્ષદ ગામોટના હત્યારા સામે હજુ સુધી કાર્યવાહી ન થતાં તેમણે પત્ર લખીને ન્યાયની માંગ કરી છે. આ ઉપરાંત તેમણે પત્રમાં પોલીસ આરોપીની ધરપકડ ન કરતી હોવાનો પણ આક્ષેપ કર્યો છે. 

'બ્રાહ્મણની દીકરીને ન્યાય તમે અપાવી શકો તેમ છો'
ભાજપના કોર્પોરેટર સોનલબેને પત્રમાં લખ્યું છે કે, આપ સાહેબે ગુજરાતમાં વ્યાજખોરોથી પ્રજાને મુક્તિ અપાવી ડ્રગ્સ માફિયાઓથી ગુજરાતની પ્રજાને મુક્તિ અપાવો છો, માફિયા અને લુખ્ખા તત્વો સામે પગલા ભરી રહ્યા છો. આપ ગુજરાતની પ્રજાની સાથે હંમેશા માટે ખડેપગે ઉભા રહ્યા છો તો એક બ્રાહ્મણની દીકરીને ન્યાય તમે અપાવી શકો તેમ છો, મારે નવ વર્ષનો દીકરો છે. આરોપીઓ સામે લડવાની મારામાં શક્તિ નથી, આપ સરકારથી મદદ મળે તેવી મારી વિનંતી છે. આ કેસનો મુખ્ય આરોપી ભરત મેરૂભાઈ કાઠી આશરે 100 દિવસથી ફરાર છે. આરોપીના પરિવારજનો પણ માથાભારે, જનુની, ક્રિમિનલ રેકોર્ડવાળા તોફાની અને કાયદા હાથમાં લેવાની ટેવવાળા હોય મારા પર હિચકારી હુમલો કરી શકે છે. 

હજુ સુધી આરોપી ભરતની નથી કરવામાં આવી ધરપકડ
તેમણે પત્રમાં જણાવ્યું છે કે, આ ઘટના બની ત્યારે પોલીસ અધિકારીઓ દ્વારા અમોને ખાતરી આપવામાં આવી હતી કે આપના પતિને પૂરો ન્યાય અમો અપાવીશું. પરંતુ આ કેસના મુખ્ય આરોપી ઘણીવાર વિરમગામમાં દેખાય છે, છતાં પોલીસ તેને પકડતી નથી અને જ્યારે ચાર્જશીટ રજૂ કરવામાં આવી ત્યારે મુખ્ય આરોપીને પકડવાને બદલે એના પુત્ર અજીત ભરત કાઠી કલમ 169 મુજબ રજુ કરીને અને છોડી દેવાની કામગીરી થઈ રહી છે. તો આપને મારી નમ્ર વિનંતી છે કે આ બ્રાહ્મણ પરિવારને ન્યાય અપાવો.   

શું છે સમગ્ર મામલો?
ગત 10 જાન્યુઆરીએ વિરમગામના ભાજપના મહિલા કોર્પોરેટરના પતિની કેટલાક શખ્સો દ્વારા અદાવત રાખી હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી હતી. ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ હર્ષદ ગામોટની ચૂંટણી અદાવતમાં થયેલી હત્યા મામલે પોલીસ એક્શનમાં આવી હતી. આ ચકચારી હત્યા કેસમાં વિરમગામના વોર્ડ નંબર બેના ભાજપના અગ્રણી ભરત કાઠી સહિત 7 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. 

2021ની ચૂંટણી વખતે બંધાયું હતુ વેર
2021માં વિરમગામ નગરપાલિકાની ચૂંટણીમાં મૃતક અને તેમના પત્ની અપક્ષ ચૂંટણી લડતા બંને વચ્ચે વેર બંધાયું હતું. મૃતક હર્ષદ ગામોટ અને આરોપી ભરત કાઠી વચ્ચે 15 વર્ષ પહેલા વ્યાપારિક સંબંધો હતા. જોકે, નગરપાલિકાની અપક્ષ ચૂંટણી લડ્યા બાદ બંને પરિવારો વચ્ચે વેર બંધાયું હતું અને વિવાદ વધતા અંતે હત્યા જેવી ગંભીર ઘટના પણ બની હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ