બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A father-in-law and daughter-in-law committed suicide in this village of Dahod
Mahadev Dave
Last Updated: 04:00 PM, 2 March 2023
ADVERTISEMENT
દાહોદ પંથકમાં સસરા વહુના પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આવ્યો છે. જેમાં લીમખેડા તાલુકાના કંબોઈ ગામે ગત સાત વર્ષ અગાઉ સસરા-પુત્રવધુની આંખ મળી જતા ઘર છોડીને જતા રહ્યા હતા અને અજાણી જગ્યાએ પતિપત્ની તરીકે રહેતા હતા. નિલેશભાઈ રમેશભાઈ હઠીલાના વર્ષ 2013 માં સમાજના રીત રિવાજ મુજબ ગરબાડા તાલુકાના માતવા,ગાળીયું ફળિયાના વતની રામલાભાઈ મનીયાભાઈ ભુરીયાની પુત્રી વનીતાબેન (ઉ.વ 31) ની સાથે સમાજના રિવાજ મુજબ લગ્ન થયા હતા.
ADVERTISEMENT
ખાખરાના ઝાડ ઉપર લટકતા મૃતદેહ મળ્યા
તેઓને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી પણ હતા.પરંતુ કહેવાય છે કે,પ્રેમ ન જુએ નાત,જાત, ઉંમર કે સબંધ! બસ આજ રીતે પુત્રવધુ વનિતાબેનને પોતાના સગા સસરા રમેશભાઈ તેજાભાઈ હઠીલા (ઉં.વ.49) ની સાથે આંખ મળી ગઈ હતી. ત્યારબાદ સંસાર માંડવાને લઈને તેઓ વર્ષ 2016માં વનિતાબેન તેના સસરા રમેશ હઠીલા સાથે પત્ની તરીકે રહેવાના ઈરાદાથી ક્યાંક ગયા હતા.અને તેમની અવાર-નવાર શોધ ખોળ કરતા તેમની કોઈ પત્તો લાગ્યો ન હતો. આ દરમિયાન કંબોઈ ગામે ખાખરાના ઝાડ ઉપર અજાણ્યાં સ્ત્રી પુરુષે ગળેફાંસો ખધો હોવાના વાવડ આસપાસના ગામડાઓમાં ફેલાઈ જતા લોકો કંબોઈ ગામે બનાવ સ્થળે દોડી ગયા હતા. જ્યા તપાસ હાથ ધરતા સસરા રમેશભાઈ તથા પુત્રવધુ વનિતાબેન હોવાની ઓળખ થઈ હતી.
લીમખેડા પોલીસે કાર્યવાહી હાથ ધરી
ત્યારે મૃતકના પરિવારજનો એ સ્થળ પર આવી જોતા બંને મૃતકોની ઓળખ છતી થતા વનિતાબેન તથા રમેશભાઈની લાશને નીચે ઉતારી જોતા તેઓનું મોત થયું હોવાનું બહાર આવ્યું હતું.જેથી આ બંને લાશોને ખાનગી વાહનમાં લીમખેડા સરકારી દવાખાનાનામા પી.એમ અર્થે મોકલવામાં આવી હતી. આ બાબતે મૃતક વનીતાબેનના પિતા રામલાભાઈ મનિયાભાઈ ભુરીયાએ લીમખેડા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા લીમખેડા પોલીસે લાશના પંચનામા બાદ તેનો કબજો મેળવી પી.એમ અર્થે લીમખેડા સરકારી દવાખાનામાં મોકલી આપી આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.