બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / A drink or two a day good for health: Ex-Bihar CM Manjhi

વિચિત્ર સલાહ / 'દારુના બે પેગ પીવાથી તબિયત સારી રહે છે', બિહારના પૂર્વ CM માંઝીએ દારુબંધીની મજાક ઉડાવી

Hiralal

Last Updated: 06:25 PM, 23 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારના પૂર્વ સીએમ જીતનરામ માંઝીએ એવું કહ્યું કે દારુના બે પેગ પીવાથી તબિયત સારી રહે છે.

  • જીતનરામ માંઝીએ નીતિશ સરકારની દારુબંધીની મજાક ઉડાવી
  • કહ્યું બે પેગ પીવાથી તબિયત સારી રહે છે
  • સુતા પહેલા બે બેગ પીવાથી સારુ રહે છે

બિહારમાં દારૂબંધીનો સંપૂર્ણ કાયદો અમલમાં છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે તેને સફળ બનાવવા માટે પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. કોઈ પણ શરતે તેઓ દારૂ બનાવવા, રાખવા, વેચવા, પીવા અને પીવા જેવા શબ્દો સ્વીકારવા તૈયાર નથી. આ કાયદાને કારણે રાજ્યની જેલો પર ભારે દબાણ છે. રાજ્યમાં હજારો સરકારી કર્મચારીઓને સજા પણ કરવામાં આવી છે. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ ફરી એકવાર દારૂબંધીના કાયદાની મજાક ઉડાવીને નીતિશ કુમારના સંકલ્પની કસોટી કરી છે.

સૂતી વખતે બે પેગ આલ્કોહોલ પીવાથી લોકોને સારું લાગે છે
બિહારના પૂર્વ સીએમ જીતનરામ માંઝીએ નીતિશ સરકારની દારુબંધીની મજાક ઉડાવતા કહ્યું કે બે પેગ પીવાથી તબિયત સારી રહે છે. 
સાસારામમાં બિહાર વિધાનસભાના પૂર્વ સીએમ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સ્પીકર જીતન રામ માંઝીએ સાસારામમાં કહ્યું હતું કે દારૂના બે પેગ પીવાથી સ્વાસ્થ્યને નુકસાન થતું નથી. હકીકતમાં, સૂતી વખતે બે પેગ આલ્કોહોલ પીવાથી લોકોને સારું લાગે છે.

દારુબંધીનો કાયદો પણ મોટા પ્રમાણમાં દારુ પીવાય છે- માંઝી 
જીતનરામ માંઝીએ ડોક્ટરોને પણ સવાલ ઊભા કર્યાં. તેમણે કહ્યું કે ડોકટરો પણ દવાની જેમ દારૂ પીવાની ભલામણ કરે છે. તેમાં બિહાર સરકારે સુધારો કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે બિહારમાં દારૂબંધીનો કાયદો લાગુ છે. પરંતુ, આજે પણ દારૂનો જથ્થો પહોંચી રહ્યો છે. આમાં ગરીબ કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પર જ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જ્યારે મોટી ઉંમરના લોકો, તેઓ દરરોજ આલ્કોહોલનું સેવન કરે છે. રાત્રે લગભગ અગિયાર વાગ્યા સુધીમાં મોટા લોકોને બ્રેથ એનાલાઇઝરથી ચેક કરવામાં આવે તો ખબર પડે. તેમણે કહ્યું કે, ઉદાહરણ તરીકે, જે વિસ્તારમાં પૂરની સ્થિતિ ઊભી થાય છે ત્યાં પાણીનો નિકાલ કરવામાં આવે તો તેનાથી આગળ જતા પાણીનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. પરંતુ અહીં એવું નથી કરવામાં આવ્યું. એ જ રીતે, જ્યાંથી દારૂ આવે છે, તે ત્યાં રહેશે નહીં, તો લોકો તેનું સેવન ક્યાંથી કરશે? તેમણે ફરી કહ્યું કે દારૂના કાયદામાં સુધારો કરવાની જરૂર છે. આ માટે સરકાર સાથે વાતચીત પણ કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ