બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / A downpour in Banaskantha before the Janaiyas can taste the food

વરસાદનું વિઘ્ન / VIDEO: જાનૈયાઓ પકવાનનો સ્વાદ માણે તે પહેલા જ બનાસકાંઠામાં ધોધમાર વરસાદ, નદી-નાળા છલકાયાં

Vishal Khamar

Last Updated: 04:08 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે અમીરગઢના આવલ ગામમાં કમોસમી વરસાદે ભોજનની મજા બગાડી હતી.

  • બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો
  • હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ શરૂ
  • અમીરગઢના આવલ ગામમાં કમોસમી વરસાદે ભોજનની મજા બગાડી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા તા. 4 મે સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતનાં પાટણ, બનાસકાંઠા તેમજ મહેસાણામાં પણ છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે.  ત્યારે આજે પણ બનાસકાંઠા જીલ્લામાં મેઘ મહેર યથાવત રહેવા પામી હતી. છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલ અવિરત વરસાદથી ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે.

વરસાદમાં ભોજન સામગ્રી પલળી ગઈ
એક તરફ કમોસમી વરસાદી માહોલ જ્યારે બીજી તરફ લગ્નની મૌસમ જામી છે. ત્યારે અમીરગઢના આવલ ગામમાં લગ્ન ભોજન સમારંભ ચાલુ હતો. ત્યારે અચાનક મેઘરાજાની પધરામણી થતા લોકો જમતા જમતા થાળી લઈને દોડવું પડ્યું હતું. ધોધમાર વરસાદ વરસતા ભોજન સામગ્રી પણ વરસાદમાં પલળી જવા પામી હતી. 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યભરમાં અત્યારે મિશ્ર ઋતુ જોવા મળી રહી છે, ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ ચાર દિવસ રાજ્યભરમાં કમોસમી વરસાદ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 

24 કલાકમાં 27 તાલુકામાં વરસાદ
ગુજરાતના 27 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. જેમાંથી વધારે વરસાદ ધારીમાં નોંધાયો છે. અમેરલીના ધારીમાં 24 કલાકમાં 2.5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. તો સવારકુંડલામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, અહીં 24 કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો ગઢડામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત બરવાવાળામાં એક ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે અમરેલી, નખત્રાણા, લાઠી, કલ્યાણપુર, જસદણમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ